રાત્રે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 15, 2019, 19:58 IST | Vikas Kalal
 • પુલવામાં હુમલા બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહ શ્રીનગર પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો. આ સમયે રાજનાથસિંહે શહીદને કાંધ પણ આપી. બાદમાં ઘાયલ જવાનો સાથે મુલાકાત પણ કરી.

  પુલવામાં હુમલા બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહ શ્રીનગર પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો. આ સમયે રાજનાથસિંહે શહીદને કાંધ પણ આપી. બાદમાં ઘાયલ જવાનો સાથે મુલાકાત પણ કરી.

  1/9
 • કોંગ્રેસ અધ્યક્ષે પુલવામાં પર થયેલા હુમલાને મોટો હુમલો ગણાવ્યો અને કહ્યું કે, આતંકીઓનો હેતુ દેશનું વિભાજન કરવાનો છે. અમે દરેક શહીદના પરિવારો સાથે ઉભા છે, દેશને કોઈ શક્તિ તોડી નહી શકે. આ હુમલો દેશની આત્મા પર થયેલો હુમલો છે.

  કોંગ્રેસ અધ્યક્ષે પુલવામાં પર થયેલા હુમલાને મોટો હુમલો ગણાવ્યો અને કહ્યું કે, આતંકીઓનો હેતુ દેશનું વિભાજન કરવાનો છે. અમે દરેક શહીદના પરિવારો સાથે ઉભા છે, દેશને કોઈ શક્તિ તોડી નહી શકે. આ હુમલો દેશની આત્મા પર થયેલો હુમલો છે.

  2/9
 • વડાપ્રધાન મોદીએ આજે ભારતની સૌથી પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી. આ ટ્રેન દિલ્હીથી વારાણસી પહોંચવા માટે 9 કલાક 45 મિનિટ લગાવશે. આ ટ્રેનનું નામ પહેલા ટ્રેન 18 હતું. જેને બદલાવીને વંદે ભારત એક્સપ્રેસ કરવામાં આવ્યું છે. આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. દેશની સૌથી સારી સુવિધા ધરાવતી ટ્રેનમાંથી એક શતાબ્દી ટ્રેનથી પણ વધુ સારી સુવિધા આ ટ્રેનમાં રાખવામાં આવી છે.

  વડાપ્રધાન મોદીએ આજે ભારતની સૌથી પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી. આ ટ્રેન દિલ્હીથી વારાણસી પહોંચવા માટે 9 કલાક 45 મિનિટ લગાવશે. આ ટ્રેનનું નામ પહેલા ટ્રેન 18 હતું. જેને બદલાવીને વંદે ભારત એક્સપ્રેસ કરવામાં આવ્યું છે. આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. દેશની સૌથી સારી સુવિધા ધરાવતી ટ્રેનમાંથી એક શતાબ્દી ટ્રેનથી પણ વધુ સારી સુવિધા આ ટ્રેનમાં રાખવામાં આવી છે.

  3/9
 • અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ 2028માં અંતરિક્ષ યાત્રીઓને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી રહી છે. આ મિશનમાં ચાર અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર સાત દિવસ વિતાવીને પાછા આવશે. એજન્સીના પ્રમુખ જિમ બ્રાઈડેંસ્ટાઈને કહ્યું કે અમે 2028 પહેલા 2024 અને 2026માં ટ્રાયલ માટે માનવરહિત મિશન પણ મોકલશું. ગુરુવારે તેમણે આખા મિશનનો પ્લાન લૉન્ચ કર્યો.

  અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ 2028માં અંતરિક્ષ યાત્રીઓને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી રહી છે. આ મિશનમાં ચાર અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર સાત દિવસ વિતાવીને પાછા આવશે. એજન્સીના પ્રમુખ જિમ બ્રાઈડેંસ્ટાઈને કહ્યું કે અમે 2028 પહેલા 2024 અને 2026માં ટ્રાયલ માટે માનવરહિત મિશન પણ મોકલશું. ગુરુવારે તેમણે આખા મિશનનો પ્લાન લૉન્ચ કર્યો.

  4/9
 • જમ્મૂ કશ્મીરના અવંતિપોરામાં થયેલા હુમલામાં 44 જવાનો શહીદ થતા આખો દેશ શોકમાં છે. પુલવામામાં થયેલો આ હુમલો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. ત્યારે સુરતના એક પરિવારે દીકરીના લગ્નનો જમણવાર રદ્દ કરીને તે પૈસા શહીદોની સ્મૃતિમાં સેવા સંસ્થાનોને અને શહીદના પરિવારને આપવાનો નિર્ધાર કર્યો છે

  જમ્મૂ કશ્મીરના અવંતિપોરામાં થયેલા હુમલામાં 44 જવાનો શહીદ થતા આખો દેશ શોકમાં છે. પુલવામામાં થયેલો આ હુમલો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. ત્યારે સુરતના એક પરિવારે દીકરીના લગ્નનો જમણવાર રદ્દ કરીને તે પૈસા શહીદોની સ્મૃતિમાં સેવા સંસ્થાનોને અને શહીદના પરિવારને આપવાનો નિર્ધાર કર્યો છે

  5/9
 • ગુજરાતની નગરપાલિકાઓમાં થનારી પેટાચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. નગરપાલિકાના વિવિધ વોર્ડની પેટા ચૂંટણી 10 માર્ચે યોજાશે. જ્યારે 12 માર્ચે ગણતરી છે. વિવિધ કારણોથી રાજ્યની મહાનગરપાલિકાઓની અનેક બેઠકો ખાલી પડી હતી. જેના માટે તારીખોની જાહેરાત કરવામાં આવી છે.

  ગુજરાતની નગરપાલિકાઓમાં થનારી પેટાચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. નગરપાલિકાના વિવિધ વોર્ડની પેટા ચૂંટણી 10 માર્ચે યોજાશે. જ્યારે 12 માર્ચે ગણતરી છે. વિવિધ કારણોથી રાજ્યની મહાનગરપાલિકાઓની અનેક બેઠકો ખાલી પડી હતી. જેના માટે તારીખોની જાહેરાત કરવામાં આવી છે.

  6/9
 •  સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ એ આર મુરૂગદાસ અત્યારે રજનીકાંતની આગામી ફિલ્મના પ્રિ-પ્રોડક્શનમાં વ્યસ્ત છે. હવે મુરૂગદાસ Avengers:Endgame માટે કામ કરશે, મુરૂગદાસ તમિલના જાણીતા લેખક અને ડિરેક્ટર છે તે હવે Avengers :Endgameના તામીલ વર્ઝન માટે ડાયલોગ્સ લખશે.

   સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ એ આર મુરૂગદાસ અત્યારે રજનીકાંતની આગામી ફિલ્મના પ્રિ-પ્રોડક્શનમાં વ્યસ્ત છે. હવે મુરૂગદાસ Avengers:Endgame માટે કામ કરશે, મુરૂગદાસ તમિલના જાણીતા લેખક અને ડિરેક્ટર છે તે હવે Avengers :Endgameના તામીલ વર્ઝન માટે ડાયલોગ્સ લખશે.

  7/9
 • ઓસ્ટ્રેલિયા સામે રમાનારી T-20 અને વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. ભારતીય T-20 ટીમમાં મયંક મારકંડેને સામેલ કરવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડ સામે છેલ્લી બે વન-ડે અને T-20મેચોમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો જે ઓસ્ટ્રિ્ેલિયા સીરીઝમાં ટીમમાં પરત ફરી રહ્યાં છે. જસપ્રીત બુમરાહને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બુમરાહને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ સીરીઝ પછી આરામ આપવામાં આવ્યો હતો.

  ઓસ્ટ્રેલિયા સામે રમાનારી T-20 અને વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. ભારતીય T-20 ટીમમાં મયંક મારકંડેને સામેલ કરવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડ સામે છેલ્લી બે વન-ડે અને T-20મેચોમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો જે ઓસ્ટ્રિ્ેલિયા સીરીઝમાં ટીમમાં પરત ફરી રહ્યાં છે. જસપ્રીત બુમરાહને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બુમરાહને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ સીરીઝ પછી આરામ આપવામાં આવ્યો હતો.

  8/9
 • દક્ષિણના અનુભવી અને ફાસ્ટ બોલર ડેલ સ્ટેને કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે. સ્ટેને શ્રીલંકા સામેની ટેસ્ટ દરમિયાન કપિલ દેવને પાછળ મુક્યો છે. ડેલ સ્ટેને ટેસ્ટમાં ભારતીય દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવનો સર્વાધિક વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો છે. સ્ટેને કપિલ દેવનો 434 વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો હતો. શ્રીલંકાની સામેની ટેસ્ટ દરમિયાન ઓશાદા ફર્નાંડોની વિકેટ લેતાની સાથે આ રેકોર્ડ તોડ્યો હતો.

  દક્ષિણના અનુભવી અને ફાસ્ટ બોલર ડેલ સ્ટેને કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે. સ્ટેને શ્રીલંકા સામેની ટેસ્ટ દરમિયાન કપિલ દેવને પાછળ મુક્યો છે. ડેલ સ્ટેને ટેસ્ટમાં ભારતીય દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવનો સર્વાધિક વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો છે. સ્ટેને કપિલ દેવનો 434 વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો હતો. શ્રીલંકાની સામેની ટેસ્ટ દરમિયાન ઓશાદા ફર્નાંડોની વિકેટ લેતાની સાથે આ રેકોર્ડ તોડ્યો હતો.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK