રાત્રે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 13, 2019, 19:58 IST | Vikas Kalal
 • લોકસભા ચૂંટણી પહેલા દેશમાં ચાલી રહેલા રાજકીય હોબાળાની વચ્ચે મુલાયમસિંહ યાદવે એક બહુ મોટું નિવેદન આપ્યું છે. સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને લોકસભા સાંસદ મુલાયમસિંહ યાદવે બુધવારે લોકસભામાં કહ્યું કે, ' મારી ઈચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરી એકવખત દેશના વડાપ્રધાન બનો. મુલાયમે પોતાની પાર્ટી અને વિપક્ષ તરફ ઈશારો કરતા કહ્યું કે, અમે લોકો તો એટલી બહુમતી નહીં લાવી શકીએ, એટલે તમે (નરેન્દ્ર મોદી) ફરીથી દેશના વડાપ્રધાન બનો.' બજેટસત્રના છેલ્લા દિવસે તેમણે આ વાત કરી છે. તેમણે આ કહ્યું ત્યારે વડાપ્રધાન મોદી પણ સંસદમાં હાજર હતા.

  લોકસભા ચૂંટણી પહેલા દેશમાં ચાલી રહેલા રાજકીય હોબાળાની વચ્ચે મુલાયમસિંહ યાદવે એક બહુ મોટું નિવેદન આપ્યું છે. સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને લોકસભા સાંસદ મુલાયમસિંહ યાદવે બુધવારે લોકસભામાં કહ્યું કે, ' મારી ઈચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરી એકવખત દેશના વડાપ્રધાન બનો. મુલાયમે પોતાની પાર્ટી અને વિપક્ષ તરફ ઈશારો કરતા કહ્યું કે, અમે લોકો તો એટલી બહુમતી નહીં લાવી શકીએ, એટલે તમે (નરેન્દ્ર મોદી) ફરીથી દેશના વડાપ્રધાન બનો.' બજેટસત્રના છેલ્લા દિવસે તેમણે આ વાત કરી છે. તેમણે આ કહ્યું ત્યારે વડાપ્રધાન મોદી પણ સંસદમાં હાજર હતા.

  1/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા બજેટ સત્રના છેલ્લા દિવસે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, પ્રથમ વખત અહિંયા આવ્યો ત્યારે મને ખબર પડી કે ગળે મળવું અને ગળે પડવુ આ બન્નેમાં શું ફેર હોય છે. ઘણીવાર અમે સાંભળ્યું કે ભુકંપ આવશે પણ 5 વર્ષમાં એકપણ વાર ભુકંપ આવ્યો નહી.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા બજેટ સત્રના છેલ્લા દિવસે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, પ્રથમ વખત અહિંયા આવ્યો ત્યારે મને ખબર પડી કે ગળે મળવું અને ગળે પડવુ આ બન્નેમાં શું ફેર હોય છે. ઘણીવાર અમે સાંભળ્યું કે ભુકંપ આવશે પણ 5 વર્ષમાં એકપણ વાર ભુકંપ આવ્યો નહી.

  2/10
 • યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તો પીએમ મોદીને 'બ્લફમાસ્ટર' સુદ્ધાં કહી દીધું. સોનિયા ગાંધીએ બેરોજગારી, રાફેલ ડીલ, નોટબંધી અને કૃષિ જેવા તમામ સળગતા મુદ્દાઓ પર મોદી સરકારને નિશાના પર લીધી.

  યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તો પીએમ મોદીને 'બ્લફમાસ્ટર' સુદ્ધાં કહી દીધું. સોનિયા ગાંધીએ બેરોજગારી, રાફેલ ડીલ, નોટબંધી અને કૃષિ જેવા તમામ સળગતા મુદ્દાઓ પર મોદી સરકારને નિશાના પર લીધી.

  3/10
 • સંસદમાં વિદાય ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની સફળતાઓ ગણાવી હતી તો બીજી તરફ વિપક્ષ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનનો આભાર પણ માન્યો હતો. અર્થવ્યવસ્થા પર ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ભારત આજે છઠ્ઠા નંબરે છે હવે ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા પર આગળ જઈ રહ્યું છે.  આ સિવાય ગ્લોબલ વોર્મિંગને ભારત માટે મોટો પડકાર ગણાવ્યો છે

  સંસદમાં વિદાય ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની સફળતાઓ ગણાવી હતી તો બીજી તરફ વિપક્ષ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનનો આભાર પણ માન્યો હતો. અર્થવ્યવસ્થા પર ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ભારત આજે છઠ્ઠા નંબરે છે હવે ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા પર આગળ જઈ રહ્યું છે.  આ સિવાય ગ્લોબલ વોર્મિંગને ભારત માટે મોટો પડકાર ગણાવ્યો છે

  4/10
 • પાસ નેતા હાર્દિક પટેલ, જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કન્હૈયાકુમાર અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે રાજકોટ પહોંચ્યા છે. અહીંયા રાષ્ટ્રવાદી યુવા મંચ દ્વારા સંવિધાન બચાવો દેશ બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. . આ દરમિયાન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જ્યુબિલી ચોક ખાતે કરણીસેનાએ કાળા વાવટા ફરકાવીને રેલીનો વિરોધ કર્યો હતો. કરણી સેનાએ લોકોએ 'ગો બેક'ના નારા લગાવી વિરોધ કર્યા હતા

  પાસ નેતા હાર્દિક પટેલ, જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કન્હૈયાકુમાર અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે રાજકોટ પહોંચ્યા છે. અહીંયા રાષ્ટ્રવાદી યુવા મંચ દ્વારા સંવિધાન બચાવો દેશ બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. . આ દરમિયાન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જ્યુબિલી ચોક ખાતે કરણીસેનાએ કાળા વાવટા ફરકાવીને રેલીનો વિરોધ કર્યો હતો. કરણી સેનાએ લોકોએ 'ગો બેક'ના નારા લગાવી વિરોધ કર્યા હતા

  5/10
 • મોડાસા શહેરમાં 15 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવા આવી રહ્યા છે. આ માટે મોડાસા શહેરના હાર્દસમા ચારરસ્તાથી તાલુકા પંચાયત કચેરી સુધી રોડ પર પડેલા ખાડાઓ પૂરવાની અને રંગ રોગાનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં ડી.વાય.એસ.પી કચેરી નજીક રોડ પર છેલ્લા બે-ત્રણ વર્ષ થી પડેલા ખાડાને લીધે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા તેને પૂરવામાં આવ્યો છે. આ ખાડાને 'સરકારી ખાડા'ની ઉપમા પણ આપવામાં આવી હતી.  

  મોડાસા શહેરમાં 15 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવા આવી રહ્યા છે. આ માટે મોડાસા શહેરના હાર્દસમા ચારરસ્તાથી તાલુકા પંચાયત કચેરી સુધી રોડ પર પડેલા ખાડાઓ પૂરવાની અને રંગ રોગાનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં ડી.વાય.એસ.પી કચેરી નજીક રોડ પર છેલ્લા બે-ત્રણ વર્ષ થી પડેલા ખાડાને લીધે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા તેને પૂરવામાં આવ્યો છે. આ ખાડાને 'સરકારી ખાડા'ની ઉપમા પણ આપવામાં આવી હતી.

   

  6/10
 • સુરતના માંડવી અને ધરમપુર ખાતે ક્લસ્ટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડ્ણવીસ માંડવી પહોંચ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મહારાષ્ટ્રના સીએમનું સ્વાગત કર્યું. દેવેન્દ્ર ફડ્ણવીસે સભાનું સંબોધન કર્યું હતું.

  સુરતના માંડવી અને ધરમપુર ખાતે ક્લસ્ટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડ્ણવીસ માંડવી પહોંચ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મહારાષ્ટ્રના સીએમનું સ્વાગત કર્યું. દેવેન્દ્ર ફડ્ણવીસે સભાનું સંબોધન કર્યું હતું.

  7/10
 •  નરેન્દ્ર મોદીની બાયોપિકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કિરદાર માટે જાણીતા અભિનેતા મનોજ જોશીનું નામ ફાઈલન કરવામાં આવ્યું છે. મનોજ જોશી ભૂલભુલૈયા, ફિર હેરાફેરી અને હંગામા જેવી ફિલ્મોમાં નજર આવી ચુક્યા છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટર મનોજ જોશીનો લુક પણ શેર કર્યો છે.

   નરેન્દ્ર મોદીની બાયોપિકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કિરદાર માટે જાણીતા અભિનેતા મનોજ જોશીનું નામ ફાઈલન કરવામાં આવ્યું છે. મનોજ જોશી ભૂલભુલૈયા, ફિર હેરાફેરી અને હંગામા જેવી ફિલ્મોમાં નજર આવી ચુક્યા છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટર મનોજ જોશીનો લુક પણ શેર કર્યો છે.

  8/10
 • વર્લ્ડ કપ નજીકના સમયમાં જ શરૂ થશે ત્યારે ભારતીય ટીમ સિલેક્શન કમિટી પ્લેયર્સ પર સતત વિચાર કરી રહી છે. ત્યારે શેન વૉર્ને રિષભ પંતને પ્રોત્સાહન આપ્યું છે. રિષભ પંત છેલ્લા થોડા સમયથી ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. શેન વૉર્ન પહેલા પણ ઘણા પ્લેયર્સ રિષભ પંતના રમવા પર જોર મુક્યું છે.

  વર્લ્ડ કપ નજીકના સમયમાં જ શરૂ થશે ત્યારે ભારતીય ટીમ સિલેક્શન કમિટી પ્લેયર્સ પર સતત વિચાર કરી રહી છે. ત્યારે શેન વૉર્ને રિષભ પંતને પ્રોત્સાહન આપ્યું છે. રિષભ પંત છેલ્લા થોડા સમયથી ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. શેન વૉર્ન પહેલા પણ ઘણા પ્લેયર્સ રિષભ પંતના રમવા પર જોર મુક્યું છે.

  9/10
 • ઈંગ્લેન્ડ સામે 3 મેચોની ટેસ્ટને 2-1થી જીત્યા પછી વેસ્ટ ઈન્ડિઝ ટીમના કેપ્ટન જેસન હોલ્ડર કહ્યું હતું કે, વેસ્ટ ઈન્ડિઝને વિશ્વની નંબર 1 ટીમ બનતા જોવા ઈચ્છે છે. જણાવી દઈએ કે હાલમાં જ ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 232 રનથી હરાવ્યું હતું. જો કે ટેસ્ટ સિરીઝના કારણે વેસ્ટ ઈન્ડિઝ ઉત્સાહથી ભરપૂર છે. આ સિરીઝ જીત્યા પછી જેસન હોલ્ડર ટીમના પ્રદર્શનથી સંતુષ્ટ છે.

  ઈંગ્લેન્ડ સામે 3 મેચોની ટેસ્ટને 2-1થી જીત્યા પછી વેસ્ટ ઈન્ડિઝ ટીમના કેપ્ટન જેસન હોલ્ડર કહ્યું હતું કે, વેસ્ટ ઈન્ડિઝને વિશ્વની નંબર 1 ટીમ બનતા જોવા ઈચ્છે છે. જણાવી દઈએ કે હાલમાં જ ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 232 રનથી હરાવ્યું હતું. જો કે ટેસ્ટ સિરીઝના કારણે વેસ્ટ ઈન્ડિઝ ઉત્સાહથી ભરપૂર છે. આ સિરીઝ જીત્યા પછી જેસન હોલ્ડર ટીમના પ્રદર્શનથી સંતુષ્ટ છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK