હાલમાં જ અંશુલ અને અનમોલને રિલાયન્સ ઈન્ફ્રાના ડાયરેક્ટર્સ બનાવવામાં આવ્યા છે. હવે તેઓ ઈશા, આકાશ અનંતની જેમ રિલાયન્સની ધુરા સંભાળી રહ્યા છે.
અંશુલ અને અનમોલ કંપનીના ડિરેક્ટર્સ છે, જ્યારે અનિલ અંબાણી કંપનીના ચેરમેન અને પ્રમોટર છે.
અનમોલ અંબાણી 2016માં રિલાયન્સમાં જોડાયા હતા. તેમણે યૂકેની બિઝનેસ સ્કૂલમાંથી ડિગ્રી લીધી છે.
અનિલ અંબાણીના મોટાભાઈ મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.
મુકેશ અને નીતા અંબાણી ઈશા, આકાશ અને અનંત સાથે.
મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા સારી બિઝનેસ સેન્સ ધરાવે છે. તેની નેટ વર્થ 4710 કરોડ રૂપિયા જેયલી છે.
ઈશાએ સાયકોલોજીમાં ગ્રેજ્યુએટ કર્યું છે. તે 2014થી રિલાયન્સ રિટેઈલ અને જિયોના ડાયરેક્ટર તરીકે કાર્યરત છે.
ઈશાને જોડિયો ભાઈ છે આકાશ. જેણે 2015માં લૉન્ચ થયેલી જિયોને લીડ કરી હતી. તે IPLની ટીમનો સહમાલિક પણ છે.
બ્રાઉન યુનિ.માંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ તે 2014માં કંપનીમાં જોડાયા હતા. 2019માં તેમણે શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા.
મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા છે અનંત અંબાણી. તેમણે પણ બ્રાઉન યુનિ.માંથી ગ્રેજ્યુએશન કર્યું છે.
અનંત અંબાણીએ તેની મોટા ભાગની લાઈફ જામનગરમાં કાઢી છે. તેને પણ સ્પોર્ટ્સમાં ઘણો રસ છે.
રિલાયન્સ ઈન્ફ્રાના ડિરેક્ટર્સ તરીકે અનિલ અંબાણીના દિકરાઓની વરણી કરવામાં આવી છે. સાથે જ તેઓ હવે ઈશા, અનંત અને આકાશની જેમ પરિવારના વારસાને આગળ વધારશે.