જાણો આજના આખા દિવસની મહત્વની ઘટનાઓ, માત્ર એક જ ક્લિકમાં

Published: May 27, 2019, 19:34 IST | Falguni Lakhani
 • સુરત આગકાંડમાં તપાસનો રિપોર્ટ આવ્યો છે. જેમાં ખુલાસો થયો છે કે નીચે ઉતરવાનો બીજો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. પ્રથમ અને બીજા માળે આવેલા એસી બોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જે વુડન બોક્સમાં હતું. સાથે જ ચોથા માળે ચાલતા ક્લાસીસના કારણે આગ વધારે ફેલાઈ હતી.

  સુરત આગકાંડમાં તપાસનો રિપોર્ટ આવ્યો છે. જેમાં ખુલાસો થયો છે કે નીચે ઉતરવાનો બીજો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. પ્રથમ અને બીજા માળે આવેલા એસી બોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જે વુડન બોક્સમાં હતું. સાથે જ ચોથા માળે ચાલતા ક્લાસીસના કારણે આગ વધારે ફેલાઈ હતી.

  1/10
 • ગેરકાયદે ભારતમાં રહેતા 47 બાંગ્લાદેશીઓની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ત્યાં રહીને મજૂરી કામ કરતા હતા. અમદાવાદ પોલીસે સર્ચ અભિયાન દરમિયાન તેમને પકડી પાડ્યા છે.

  ગેરકાયદે ભારતમાં રહેતા 47 બાંગ્લાદેશીઓની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ત્યાં રહીને મજૂરી કામ કરતા હતા. અમદાવાદ પોલીસે સર્ચ અભિયાન દરમિયાન તેમને પકડી પાડ્યા છે.

  2/10
 • લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરિણામો આવી ગયા છે.  ગુજરાતમાં ભાજપે ફરીથી તમામ બેઠકો મેળવી છે. અને હવે ફરી ગુજરાતની રાજનીતિમાં હલચલ શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી. દોઢ કલાક સુધી આ મુલાકાત ચાલી. જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ જોડાયા.

  લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરિણામો આવી ગયા છે.  ગુજરાતમાં ભાજપે ફરીથી તમામ બેઠકો મેળવી છે. અને હવે ફરી ગુજરાતની રાજનીતિમાં હલચલ શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી. દોઢ કલાક સુધી આ મુલાકાત ચાલી. જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ જોડાયા.

  3/10
 • શહેરના સરદાર એસ્ટેટમાં સોમવારે સવારે ઈયરફોન લગાવીને લિફ્ટની સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીનું માથું લિફ્ટમાં ફસાય ગયું, જેના કારણે તેનું મોત થઈ ગયું. ઘટના બાદ ફાયર બ્રિગેડ અને પોલીસોને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

  શહેરના સરદાર એસ્ટેટમાં સોમવારે સવારે ઈયરફોન લગાવીને લિફ્ટની સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીનું માથું લિફ્ટમાં ફસાય ગયું, જેના કારણે તેનું મોત થઈ ગયું. ઘટના બાદ ફાયર બ્રિગેડ અને પોલીસોને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

  4/10
 • વડાપ્રધાન મોદીના શપથગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ છે. આ સમારોહમાં પાડોશના દેશોનો મોટા નેતાઓ હાજર રહેશે. બાંગ્લાદેશ, મ્યાંમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ, ભૂટાન સહિતના દેશના પ્રમુખો આવી શકો છે.

  વડાપ્રધાન મોદીના શપથગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ છે. આ સમારોહમાં પાડોશના દેશોનો મોટા નેતાઓ હાજર રહેશે. બાંગ્લાદેશ, મ્યાંમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ, ભૂટાન સહિતના દેશના પ્રમુખો આવી શકો છે.

  5/10
 • લોકસભા ચુંટણી 2019 પુરી થયા બાદ એક પછી એક ચારેય બાજુ ભાવ વધારો જોવા મળ્યો છે. પછી તે પેટ્રોલ-ડિઝલ હોય કે દુધ હોય. ત્યારે એક તરફ અમૂલ અને મધર ડેરી જેવી ડેરી પ્રોડક્ટ કંપનીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો છે ત્યારે પતંજલીએ સસ્તા ડેરી પ્રોડક્ટ માર્કેટમાં લાવીને લોકો માટે નવો ઓપ્શન ઉભો કર્યો છે. પતંજલીએ અમૂલ અને મધર ડેરી કરતા સસ્તા ભાવમાં ટૉન્ડ્ દૂધ જાહેર કર્યું છે.

  લોકસભા ચુંટણી 2019 પુરી થયા બાદ એક પછી એક ચારેય બાજુ ભાવ વધારો જોવા મળ્યો છે. પછી તે પેટ્રોલ-ડિઝલ હોય કે દુધ હોય. ત્યારે એક તરફ અમૂલ અને મધર ડેરી જેવી ડેરી પ્રોડક્ટ કંપનીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો છે ત્યારે પતંજલીએ સસ્તા ડેરી પ્રોડક્ટ માર્કેટમાં લાવીને લોકો માટે નવો ઓપ્શન ઉભો કર્યો છે. પતંજલીએ અમૂલ અને મધર ડેરી કરતા સસ્તા ભાવમાં ટૉન્ડ્ દૂધ જાહેર કર્યું છે.

  6/10
 • રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું સફળ પરીક્ષણ કર્યું છે. છેલ્લા બે દિવસમાં આ બીજું સફળ પરીક્ષણ છે. આ મિસાઈલનું નવું વર્ઝન છે જેમાં ઈંડિજેનસ સીકર ફિટ કરવામાં આવ્યું છે.

  રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું સફળ પરીક્ષણ કર્યું છે. છેલ્લા બે દિવસમાં આ બીજું સફળ પરીક્ષણ છે. આ મિસાઈલનું નવું વર્ઝન છે જેમાં ઈંડિજેનસ સીકર ફિટ કરવામાં આવ્યું છે.

  7/10
 • બોલીવુડ અભિનેતા અજય દેવગણના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મુંબઈમાં તેમનો પાર્થિવ દેહ પંચહાભૂતમાં વિલીન થયો.ફિલ્મ અભિનેતા અજય દેવગણના પિતા વીરૂ દેવગણે સોમવારે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમની તબિયત ખરાબ લાંબા સમયથી ખરાબ હતી. વીરૂ દેવગણે 80થી વધુ ફિલ્મોમાં એક્શન કોરિયોગ્રાફી કરવાનું કામ કર્યું હતું. તેમણે હિન્દુસ્તાન કી કસમ નામની ફિલ્મનું ડાયરેક્શન પણ કર્યું હતું.

  બોલીવુડ અભિનેતા અજય દેવગણના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મુંબઈમાં તેમનો પાર્થિવ દેહ પંચહાભૂતમાં વિલીન થયો.ફિલ્મ અભિનેતા અજય દેવગણના પિતા વીરૂ દેવગણે સોમવારે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમની તબિયત ખરાબ લાંબા સમયથી ખરાબ હતી. વીરૂ દેવગણે 80થી વધુ ફિલ્મોમાં એક્શન કોરિયોગ્રાફી કરવાનું કામ કર્યું હતું. તેમણે હિન્દુસ્તાન કી કસમ નામની ફિલ્મનું ડાયરેક્શન પણ કર્યું હતું.

  8/10
 • ફરી એકવાર ભારતીય બોક્સ ઓફિસ પર હોલીવૂડ ફિલ્મોની બોલબોલા જોવા મળી. શુક્રવારે રિલીઝ થયેલી વિલ સ્મિથની ફિલ્મ અલાદ્દીને ધમાકેદાર કમાણી કરી. અલાદ્દી ફિલ્મે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપીક ‘પીએમ નરેન્દ્ર મોદી’ અને ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડને કમાણીની બાબતે પાછળ મુકી છે. અલાદ્દીન પહેલા દિવસે જ આ ફિલ્મો કરતા વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ હતી.

  ફરી એકવાર ભારતીય બોક્સ ઓફિસ પર હોલીવૂડ ફિલ્મોની બોલબોલા જોવા મળી. શુક્રવારે રિલીઝ થયેલી વિલ સ્મિથની ફિલ્મ અલાદ્દીને ધમાકેદાર કમાણી કરી. અલાદ્દી ફિલ્મે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપીક ‘પીએમ નરેન્દ્ર મોદી’ અને ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડને કમાણીની બાબતે પાછળ મુકી છે. અલાદ્દીન પહેલા દિવસે જ આ ફિલ્મો કરતા વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ હતી.

  9/10
 • શાઓમીની બ્લેક શાર્કે ભારતીય બજારમાં તેનો પહેલો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ભારતમાં શાઓમીની સબ બ્રાન્ડ બ્લેક શાર્ક દ્વારા 'બ્લેક શાર્ક 2'ને લોન્ચ કરવામાં આવ્યો છે. લેટેસ્ટ ગેમિંગ સેન્ટ્રિક સ્માર્ટફોન બ્લેક શાર્ક 2ના ભારતમાં લોન્ચ થવાની જાહેરાત પહેલાથી જ કંપનીએ કરી હતી. આ ફોન 4 જૂનથી માર્કેટમાં ઉપલબ્ધ રહેશે. આ ફોનની સીધી ટક્કર ભારતીય માર્કેટમાં પહેલાથી જ હાજર ગેમિંગ ફોન nubia red magc અને asus ROG સાથે થશે.

  શાઓમીની બ્લેક શાર્કે ભારતીય બજારમાં તેનો પહેલો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ભારતમાં શાઓમીની સબ બ્રાન્ડ બ્લેક શાર્ક દ્વારા 'બ્લેક શાર્ક 2'ને લોન્ચ કરવામાં આવ્યો છે. લેટેસ્ટ ગેમિંગ સેન્ટ્રિક સ્માર્ટફોન બ્લેક શાર્ક 2ના ભારતમાં લોન્ચ થવાની જાહેરાત પહેલાથી જ કંપનીએ કરી હતી. આ ફોન 4 જૂનથી માર્કેટમાં ઉપલબ્ધ રહેશે. આ ફોનની સીધી ટક્કર ભારતીય માર્કેટમાં પહેલાથી જ હાજર ગેમિંગ ફોન nubia red magc અને asus ROG સાથે થશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું? આખા દિવસની મહત્વની ઘટનાઓ, જાણો એક જ ક્લિકમાં...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK