જાણો વિશ્વના કેટલાક એવા સાપ અને તેમની પ્રજાતિઓ વિશે જે છે ખૂબ જ સુંદર

Updated: 17th July, 2020 06:40 IST | Shilpa Bhanushali
 • આ એવો કોબ્રા એટલે કે નાગ છે જે અલ્બીનો છે... અલ્બીનો એટલે જેના શરીરમાં પિગ્મેન્ટ્સ ન બનતા હોય... પિગમેન્ટ્સ ન બને એટલે એ માણસ કે પશુ પંખી ધોળા ફક હોય. આપણે જેને ઘણીવાર આખા શરીરે કોઢ થયો કહીએ છીએ એ પણ અબ્લીનો માણસ હોય છે... તેમના વાળ સોનેરી હોય, આંખોન પાંપણ પણ ગોલ્ડન જેવી જ હોય. જ્યારે જિનેટિકલી મ્યુટેશન થઇ જાય જનીનનું બ્રિડિંગ દરમિયાન ત્યારે પ્રાણી કે માણસ અલ્બીનો હોય

  આ એવો કોબ્રા એટલે કે નાગ છે જે અલ્બીનો છે... અલ્બીનો એટલે જેના શરીરમાં પિગ્મેન્ટ્સ ન બનતા હોય... પિગમેન્ટ્સ ન બને એટલે એ માણસ કે પશુ પંખી ધોળા ફક હોય. આપણે જેને ઘણીવાર આખા શરીરે કોઢ થયો કહીએ છીએ એ પણ અબ્લીનો માણસ હોય છે... તેમના વાળ સોનેરી હોય, આંખોન પાંપણ પણ ગોલ્ડન જેવી જ હોય. જ્યારે જિનેટિકલી મ્યુટેશન થઇ જાય જનીનનું બ્રિડિંગ દરમિયાન ત્યારે પ્રાણી કે માણસ અલ્બીનો હોય

  1/17
 • બ્લુ પિટ વાઇપર બહુ દુર્લભ પ્રજાતી છે અને તે ઇન્ડોનેસિયાના સુંડા ટાપુઓ પર જોવા મળે છે. તે ઝનુની અને ઝગડાળુ પ્રકારના સાપ છે. તેને વ્હાઇટ લિપ્ડ આઇલેન્ડ પિટ વાઇપર પણ કહે છે અને બ્લુ વેરાઇટી કોમોડો આઇલેન્ડ વગેરે પર જ જોવા મળે છે અને અહીં આ લીલા રંગના પણ જોવા મળે છે. તે ઝાડી ઝાંખરા અને બામ્બુનાં જંગલોમાં રહેવાનું પસંદ કરે છે અને તેમનો ડંખ જોરદાર હોય છે. 

  બ્લુ પિટ વાઇપર બહુ દુર્લભ પ્રજાતી છે અને તે ઇન્ડોનેસિયાના સુંડા ટાપુઓ પર જોવા મળે છે. તે ઝનુની અને ઝગડાળુ પ્રકારના સાપ છે. તેને વ્હાઇટ લિપ્ડ આઇલેન્ડ પિટ વાઇપર પણ કહે છે અને બ્લુ વેરાઇટી કોમોડો આઇલેન્ડ વગેરે પર જ જોવા મળે છે અને અહીં આ લીલા રંગના પણ જોવા મળે છે. તે ઝાડી ઝાંખરા અને બામ્બુનાં જંગલોમાં રહેવાનું પસંદ કરે છે અને તેમનો ડંખ જોરદાર હોય છે. 

  2/17
 • બ્લેક મામ્બા સાપ બહુ જ ઝેરી સાપ છે. તે સહારા આફ્રિકાના ઉપ પ્રદેશોમાં જોવા મળે છે અને કિંગ કોબ્રા પછી કોઇ સૌથી વધુ ઝેરી સાપ હોય તો એ આ બ્લેક માંબા છે. તે જમીન પર વસતો સાપ છે અને દિવસ દરમિયાન એક્ટીવ હોય છે. તે લાંબી છલાંગ મારી હુમલો કરી શકે છે અને તેના ડંખની દસમી મિનીટે સામે વાળાનો ખેલ ખતમ થઇ શકે છે.

  બ્લેક મામ્બા સાપ બહુ જ ઝેરી સાપ છે. તે સહારા આફ્રિકાના ઉપ પ્રદેશોમાં જોવા મળે છે અને કિંગ કોબ્રા પછી કોઇ સૌથી વધુ ઝેરી સાપ હોય તો એ આ બ્લેક માંબા છે. તે જમીન પર વસતો સાપ છે અને દિવસ દરમિયાન એક્ટીવ હોય છે. તે લાંબી છલાંગ મારી હુમલો કરી શકે છે અને તેના ડંખની દસમી મિનીટે સામે વાળાનો ખેલ ખતમ થઇ શકે છે.

  3/17
 • આ રેડ કોરલ કુકરી સાપ છે જે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના દુધવા નેશનલ પાર્કમાં જોવા મળ્યો હતો. આ એક ખૂબ  દુર્લભ પ્રજાતિનું સાપ છે. લાલ કોરલ કુકરી સાપ ઝેરી નથી હોતા, તે ફક્ત કીડા અને અળસિયા ખાય છે. તેનું નામ આના લાલ નારંગી રંગ અને દાંત સાથે મેળ ખાતું જોવા મળે છે, જે ઇંડા તોડવા માટે નેપાલી 'ખુખરી'ના આકારનું હોય છે.

  આ રેડ કોરલ કુકરી સાપ છે જે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના દુધવા નેશનલ પાર્કમાં જોવા મળ્યો હતો. આ એક ખૂબ  દુર્લભ પ્રજાતિનું સાપ છે. લાલ કોરલ કુકરી સાપ ઝેરી નથી હોતા, તે ફક્ત કીડા અને અળસિયા ખાય છે. તેનું નામ આના લાલ નારંગી રંગ અને દાંત સાથે મેળ ખાતું જોવા મળે છે, જે ઇંડા તોડવા માટે નેપાલી 'ખુખરી'ના આકારનું હોય છે.

  4/17
 • આ ફિલિપાઇન કોબ્રા છે અને જો આ તમને ક્યાંય પણ દેખાય તો ઉભી પૂંછડીએ દોડજો અને એ પણ આડા અવળા, ઝિગઝેગ કારણકે આ સાપનું ઝેર તેના થૂંકમાં હોય છે. બીજા સાપને તો ઝેરી ડંખ મારવો હોય તો શિકારમાં દાંત બેસાડવા પડે પણ આ ભાઇ સાહેબ તો પોતાના થૂંકથી જ શિકાર કરી દઇ શકે છે. અને પાછો એ ત્રણ મિટર સુધી થૂંકી શકે છે. આવા સાપનો તમને સ્હેજે ય પરચો મળે તો પ્લિઝ આગામી ત્રીસ મિનીટમાં જ ડૉક્ટર પાસે પહોંચી જજો નહીંતર ગયા સમજો. ઉલટી, બેભાન થવું, પેટમાં દુખવું વગેરે આના ઝેરથી થતી અસરો છે

  આ ફિલિપાઇન કોબ્રા છે અને જો આ તમને ક્યાંય પણ દેખાય તો ઉભી પૂંછડીએ દોડજો અને એ પણ આડા અવળા, ઝિગઝેગ કારણકે આ સાપનું ઝેર તેના થૂંકમાં હોય છે. બીજા સાપને તો ઝેરી ડંખ મારવો હોય તો શિકારમાં દાંત બેસાડવા પડે પણ આ ભાઇ સાહેબ તો પોતાના થૂંકથી જ શિકાર કરી દઇ શકે છે. અને પાછો એ ત્રણ મિટર સુધી થૂંકી શકે છે. આવા સાપનો તમને સ્હેજે ય પરચો મળે તો પ્લિઝ આગામી ત્રીસ મિનીટમાં જ ડૉક્ટર પાસે પહોંચી જજો નહીંતર ગયા સમજો. ઉલટી, બેભાન થવું, પેટમાં દુખવું વગેરે આના ઝેરથી થતી અસરો છે

  5/17
 • રેટલ સ્નેક- આ એવા ઝેરી સાપ હોય છે જેની પૂંછડી પર હાડકાંના એવા શેલ કે કોચલા હોય છે કે એ જ્યારે તેને ફરકાવે ત્યારે ઘુઘરા જેવો અવાજ અને માટે જ તેને રેટલ એટલે કે ઘુઘરા વાળો સાપ કહેવાય છે. રેટલ સ્નેક મૂળ અમેરિકામાં જોવા મળતો સાપ છે. રેટલ સ્નેક ખડકાળ અને રણ પ્રદેશોમાં જોવા મળતા હોય છે અને લગભગ ૩૬ પ્રકારનાં અલગ અલગ રેટલ સ્નેક વિશ્વમાં જોવા મળે છે. રેટલ સ્નેક એક તબક્કે સતત એક સેકન્ડમાં પચાસ વાર પુંછડીએ લાગેલા આ ઘુઘરાને ખખડાવી શકે છે. 

  રેટલ સ્નેક- આ એવા ઝેરી સાપ હોય છે જેની પૂંછડી પર હાડકાંના એવા શેલ કે કોચલા હોય છે કે એ જ્યારે તેને ફરકાવે ત્યારે ઘુઘરા જેવો અવાજ અને માટે જ તેને રેટલ એટલે કે ઘુઘરા વાળો સાપ કહેવાય છે. રેટલ સ્નેક મૂળ અમેરિકામાં જોવા મળતો સાપ છે. રેટલ સ્નેક ખડકાળ અને રણ પ્રદેશોમાં જોવા મળતા હોય છે અને લગભગ ૩૬ પ્રકારનાં અલગ અલગ રેટલ સ્નેક વિશ્વમાં જોવા મળે છે. રેટલ સ્નેક એક તબક્કે સતત એક સેકન્ડમાં પચાસ વાર પુંછડીએ લાગેલા આ ઘુઘરાને ખખડાવી શકે છે. 

  6/17
 • ગ્રીન વાઇન સ્નેક અથવા તો ફ્લેટ બ્રેડ સ્નેક તરીકે ઓળખાતો આ સાપ એશિયાઇ દેશોમાં જોવા મળતા અન્ય અમિરકન વાઇન સ્નેકની જાતીને મળતો આવે છે. આ સાપ ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, બર્મા, થાઇલેન્ડ, કંબોડિયા અને વિએટનામમાં જોવા મળે છે. તે બહુ ઝેરી નથી હોતો અને ગરોળી તથા દેડકા ખાય છે. 

  ગ્રીન વાઇન સ્નેક અથવા તો ફ્લેટ બ્રેડ સ્નેક તરીકે ઓળખાતો આ સાપ એશિયાઇ દેશોમાં જોવા મળતા અન્ય અમિરકન વાઇન સ્નેકની જાતીને મળતો આવે છે. આ સાપ ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, બર્મા, થાઇલેન્ડ, કંબોડિયા અને વિએટનામમાં જોવા મળે છે. તે બહુ ઝેરી નથી હોતો અને ગરોળી તથા દેડકા ખાય છે. 

  7/17
 • આ સાપ બ્લંટ હેડ ટ્રી સ્નેક છે તેને ફિડલ સ્ટ્રિંગ સ્નેક પણ કહેવાય છે અને તે મેક્સિકો, મધ્ય અને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે.  તે બહુ બહુ તો ચાર ફુટ જેટલો લાંબો થાય છે અને તે તેમના લાંબા શરીર અને મોટા માથા માટે જાણીતા હોય છે. તેમની દ્રષ્ટિ નબળી હોય છે અને ગંધથી જ જોખમ અને શિકાર વિશે માહિતી મેળવે છે...

  આ સાપ બ્લંટ હેડ ટ્રી સ્નેક છે તેને ફિડલ સ્ટ્રિંગ સ્નેક પણ કહેવાય છે અને તે મેક્સિકો, મધ્ય અને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે.  તે બહુ બહુ તો ચાર ફુટ જેટલો લાંબો થાય છે અને તે તેમના લાંબા શરીર અને મોટા માથા માટે જાણીતા હોય છે. તેમની દ્રષ્ટિ નબળી હોય છે અને ગંધથી જ જોખમ અને શિકાર વિશે માહિતી મેળવે છે...

  8/17
 • આ કાળો સફેદ અને લાલ રંગનો સાપ મિલ્ક સ્નેક છે. કોરલ સ્નેકનાં શરીર પર પણ આવી જ પેટર્ન હોય છે પણ તેમાં લાલ અને પીળો રંગ હોય છે. મિલ્ક સ્નેકના ડંખની અસર માણસને નથી થતી. તે પણ યુનાઇટેડ સ્ટેટ્સ, અમેરિકા અને ઇક્વાડોર વગેરે વિસ્તારોમાં જ જોવા મળે છે. તે ઉનાળામાં નિશાચર હોય છે તથા તમરાં, અળસિયા, જીવડાં વગેરે ખાતા હોય છે. મોટા મિલ્ક સ્નેક ગરોળી અને નાના સ્તનધારીઓને ઝાપટે છે.

  આ કાળો સફેદ અને લાલ રંગનો સાપ મિલ્ક સ્નેક છે. કોરલ સ્નેકનાં શરીર પર પણ આવી જ પેટર્ન હોય છે પણ તેમાં લાલ અને પીળો રંગ હોય છે. મિલ્ક સ્નેકના ડંખની અસર માણસને નથી થતી. તે પણ યુનાઇટેડ સ્ટેટ્સ, અમેરિકા અને ઇક્વાડોર વગેરે વિસ્તારોમાં જ જોવા મળે છે. તે ઉનાળામાં નિશાચર હોય છે તથા તમરાં, અળસિયા, જીવડાં વગેરે ખાતા હોય છે. મોટા મિલ્ક સ્નેક ગરોળી અને નાના સ્તનધારીઓને ઝાપટે છે.

  9/17
 • કાળો અને સફેદ આ સાપ ક્રેઇટ સ્નેક તરીકે ઓળખાય છે તેને ઇન્ડિય ક્રેઇટ કે બ્લુ ક્રેઇટ પણ કહેવાય છે. તે બહુ જ ઝેરી સાપ હોય છે અને તે ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. ગુજરાતીમાં આપણે આ સાપને કાળોતરાને નામે ઓળખીએ છીએ. તે બીજા સાપ, અળિસયાં અને બીજા ક્રેઇટ સ્નેકનાં બચ્ચાને ખાય છે.

  કાળો અને સફેદ આ સાપ ક્રેઇટ સ્નેક તરીકે ઓળખાય છે તેને ઇન્ડિય ક્રેઇટ કે બ્લુ ક્રેઇટ પણ કહેવાય છે. તે બહુ જ ઝેરી સાપ હોય છે અને તે ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. ગુજરાતીમાં આપણે આ સાપને કાળોતરાને નામે ઓળખીએ છીએ. તે બીજા સાપ, અળિસયાં અને બીજા ક્રેઇટ સ્નેકનાં બચ્ચાને ખાય છે.

  10/17
 • બોઆ કોન્સ્ટ્રીક્ટર તરીકે ઓળખાતો આ સાપ તમને હેરી પૉટરના પહેલા ભાગનાં એક પાત્ર તરીકે પણ યાદ હશે. તેને રેડ ટેઇલ્ડ બોઆ પણ કહેવાય છે અને તે મોટા કદનાં, બિનઝેરી સાપ હોય છે. આ પણ અમેરિકા અને કરેબિયન ટાપુ પર જોવા મળતા સાપ છે. બોઆમાં સાપણ સાપ કરતા મોટા કદની હોય છે. આ નિશાચર સાપ જરૂર ન હોય ત્યાં સુધી બીજા સાપ સાથે ભળતા નથી. નાના હોય ત્યારે ઝાડે ચઢે પણ મોટા થાય એ સાથે તે જમીન પર જ રહેવાનું પસંદ કરે છે

  બોઆ કોન્સ્ટ્રીક્ટર તરીકે ઓળખાતો આ સાપ તમને હેરી પૉટરના પહેલા ભાગનાં એક પાત્ર તરીકે પણ યાદ હશે. તેને રેડ ટેઇલ્ડ બોઆ પણ કહેવાય છે અને તે મોટા કદનાં, બિનઝેરી સાપ હોય છે. આ પણ અમેરિકા અને કરેબિયન ટાપુ પર જોવા મળતા સાપ છે. બોઆમાં સાપણ સાપ કરતા મોટા કદની હોય છે. આ નિશાચર સાપ જરૂર ન હોય ત્યાં સુધી બીજા સાપ સાથે ભળતા નથી. નાના હોય ત્યારે ઝાડે ચઢે પણ મોટા થાય એ સાથે તે જમીન પર જ રહેવાનું પસંદ કરે છે

  11/17
 • આ બામ્બુ પીટ વાઇપર છે જેને ઇન્ડિયન ગ્રીન પીટ વાઇપર પણ કહેવાય છે. તે ઝેરી સાપ છે અને ભારતનાં દક્ષિણ અને ઉત્તર પૂર્વિય ભારતમાં જોવા મળે છે. તે બામ્બુના જંગલોમાં જોવા મળે છે અને ખાસ તરીને તામીલનાડુમાં વધારે સંખ્યામાં હોય છે. તે નિશાચર છે અને ખીજાય તો તરત ડંખ મારી દે છે. તે ઉંદર, પંખીઓ અને ગરોળી જમનારો સાપ છે.

  આ બામ્બુ પીટ વાઇપર છે જેને ઇન્ડિયન ગ્રીન પીટ વાઇપર પણ કહેવાય છે. તે ઝેરી સાપ છે અને ભારતનાં દક્ષિણ અને ઉત્તર પૂર્વિય ભારતમાં જોવા મળે છે. તે બામ્બુના જંગલોમાં જોવા મળે છે અને ખાસ તરીને તામીલનાડુમાં વધારે સંખ્યામાં હોય છે. તે નિશાચર છે અને ખીજાય તો તરત ડંખ મારી દે છે. તે ઉંદર, પંખીઓ અને ગરોળી જમનારો સાપ છે.

  12/17
 • આ સાદો નાગ કે કોબ્રા તરીકે ઓળખાતો સાપ છે. તે ભારે ઝેરી હોય છે અને તેના ફુંફાડા અને ફેણ ભલભલાનાં હાજાં ગગડાવી નાખે તેવા હોય છે. 

  આ સાદો નાગ કે કોબ્રા તરીકે ઓળખાતો સાપ છે. તે ભારે ઝેરી હોય છે અને તેના ફુંફાડા અને ફેણ ભલભલાનાં હાજાં ગગડાવી નાખે તેવા હોય છે. 

  13/17
 • ટાઇગર સ્નેક ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે અને તેની પર કેસરી પિળા અને કાળા નિશાન હોય છે. તેની પૂંછડીનો છેડો ગાળો હોય છે અને માથું બીજા સાપ કરતા વધુ સપાટ હોય છે. તેનું ઝેર માણસને અડધો કલાકમાં જ ખતમ કરી શકે છે પણ તેના ડંખ પછી ઝેરની અસર છથી ચોવીસ કલાક પછી થવાની શરૂ થાય છે તો એ પહેલાં સારવાર મળી ગઇ તો બચ્યા. એ ડંખ મારે પછી ખુબ પરસેવો થાય, બધું બહેર મારી જાય, ડોક અને પગમાં દુખાવો થાય, લકવા પણ થઇ શકે અને પેરેલિસીસ પણ થઇ શકે.

  ટાઇગર સ્નેક ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે અને તેની પર કેસરી પિળા અને કાળા નિશાન હોય છે. તેની પૂંછડીનો છેડો ગાળો હોય છે અને માથું બીજા સાપ કરતા વધુ સપાટ હોય છે. તેનું ઝેર માણસને અડધો કલાકમાં જ ખતમ કરી શકે છે પણ તેના ડંખ પછી ઝેરની અસર છથી ચોવીસ કલાક પછી થવાની શરૂ થાય છે તો એ પહેલાં સારવાર મળી ગઇ તો બચ્યા. એ ડંખ મારે પછી ખુબ પરસેવો થાય, બધું બહેર મારી જાય, ડોક અને પગમાં દુખાવો થાય, લકવા પણ થઇ શકે અને પેરેલિસીસ પણ થઇ શકે.

  14/17
 • આ કાળો સફેદ અને લાલ રંગનો સાપ મિલ્ક સ્નેક છે. કોરલ સ્નેકનાં શરીર પર પણ આવી જ પેટર્ન હોય છે પણ તેમાં લાલ અને પીળો રંગ હોય છે. મિલ્ક સ્નેકના ડંખની અસર માણસને નથી થતી. તે પણ યુનાઇટેડ સ્ટેટ્સ, અમેરિકા અને ઇક્વાડોર વગેરે વિસ્તારોમાં જ જોવા મળે છે. તે ઉનાળામાં નિશાચર હોય છે તથા તમરાં, અળસિયા, જીવડાં વગેરે ખાતા હોય છે. મોટા મિલ્ક સ્નેક ગરોળી અને નાના સ્તનધારીઓને ઝાપટે છે.

  આ કાળો સફેદ અને લાલ રંગનો સાપ મિલ્ક સ્નેક છે. કોરલ સ્નેકનાં શરીર પર પણ આવી જ પેટર્ન હોય છે પણ તેમાં લાલ અને પીળો રંગ હોય છે. મિલ્ક સ્નેકના ડંખની અસર માણસને નથી થતી. તે પણ યુનાઇટેડ સ્ટેટ્સ, અમેરિકા અને ઇક્વાડોર વગેરે વિસ્તારોમાં જ જોવા મળે છે. તે ઉનાળામાં નિશાચર હોય છે તથા તમરાં, અળસિયા, જીવડાં વગેરે ખાતા હોય છે. મોટા મિલ્ક સ્નેક ગરોળી અને નાના સ્તનધારીઓને ઝાપટે છે.

  15/17
 • આ છે ગોફર સ્નેક... તે પણ અમેરિકાના પુર્વિય તટનો સાપ છે અને તે બિનઝેરી હોય છે. તે મોટા થાય ત્યારે ત્રણથી સાત ફુટનાં હોઇ શકે છે. તેનું માથું તેની ડોક કરતા મોટું હોય છે. તેની ઘણી પેટા પ્રજાતીઓ હોય છે. તે દિવસે એક્ટિવ હોય છે અને ઉનાળામાં રાત્રે એક્ટિવ હોય છે. તે ગાઢ જંગલોમાં જોવા મળે છે. તે ચિઢાય ત્યારે ફુત્કારે છે અને ભયમાં હોય ત્યારે શરીરમાં હવા ભરી લઇ માથું ફ્લેટ કરી દે છે અને જોર જોરથી પૂંછડી હલાવવા લાગે છે

  આ છે ગોફર સ્નેક... તે પણ અમેરિકાના પુર્વિય તટનો સાપ છે અને તે બિનઝેરી હોય છે. તે મોટા થાય ત્યારે ત્રણથી સાત ફુટનાં હોઇ શકે છે. તેનું માથું તેની ડોક કરતા મોટું હોય છે. તેની ઘણી પેટા પ્રજાતીઓ હોય છે. તે દિવસે એક્ટિવ હોય છે અને ઉનાળામાં રાત્રે એક્ટિવ હોય છે. તે ગાઢ જંગલોમાં જોવા મળે છે. તે ચિઢાય ત્યારે ફુત્કારે છે અને ભયમાં હોય ત્યારે શરીરમાં હવા ભરી લઇ માથું ફ્લેટ કરી દે છે અને જોર જોરથી પૂંછડી હલાવવા લાગે છે

  16/17
 • ડરપોક પ્રકારના આ સાપને બિહારમાં સાખડ નામથી એળખવામાં આવે છે. અંગ્રેજીમાં વુલ્ફ સ્નૅક નામે ઓળખાતા આ સાપનું ઝૂઓલૉજિકલ નામ લાયકોડૉન છે. એની ઝેરી જાત લાયકોડૉન ઓલિક્સ અને બિનઝેરી જાત લાયકોડૉન કેપુસિનસ નામથી ઓળખાય છે.

  ડરપોક પ્રકારના આ સાપને બિહારમાં સાખડ નામથી એળખવામાં આવે છે. અંગ્રેજીમાં વુલ્ફ સ્નૅક નામે ઓળખાતા આ સાપનું ઝૂઓલૉજિકલ નામ લાયકોડૉન છે. એની ઝેરી જાત લાયકોડૉન ઓલિક્સ અને બિનઝેરી જાત લાયકોડૉન કેપુસિનસ નામથી ઓળખાય છે.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

આજે વર્લ્ડ સ્નેક ડે છે ત્યારે કેટલાક એવા સાપ વિશે જાણો અને તેમના વિશેની માન્યતાઓ છે કેટલી સાચ્ચી અને કેટલીક છે માત્ર અંધશ્રદ્ઘા

First Published: 17th July, 2020 06:28 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK