મનમોહન સિંહ:લોટવાળી ગલીથી દેશના સૌથી શાંત PM સુધીની સફર

Updated: 26th September, 2020 23:27 IST | Shilpa Bhanushali
 • દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ આજે 26 સપ્ટેમ્બરના રોજ પોતાનો 88મો જન્મિદવસ ઉજવી રહ્યા છે. 

  દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ આજે 26 સપ્ટેમ્બરના રોજ પોતાનો 88મો જન્મિદવસ ઉજવી રહ્યા છે. 

  1/17
 • મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના અવિભાજિત ભારતના પંજાબ પ્રાંત જે હવે પાકિસ્તાનમાં છે તેના એક ગામ ગાહમાં થયો હતો. 

  મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના અવિભાજિત ભારતના પંજાબ પ્રાંત જે હવે પાકિસ્તાનમાં છે તેના એક ગામ ગાહમાં થયો હતો. 

  2/17
 • મનમોહન સિંહનું બાળપણ ખૂબ જ ગરીબીમાં વીત્યું, માતા પિતાના નિધન પછી તેમના દાદીએ તેમને મોટા કર્યા.

  મનમોહન સિંહનું બાળપણ ખૂબ જ ગરીબીમાં વીત્યું, માતા પિતાના નિધન પછી તેમના દાદીએ તેમને મોટા કર્યા.

  3/17
 • વિભાજન પછી દાદી તેમના લઈને ભારત આવ્યા અને તેમને અમૃતસરમાં શરણું લીધું. અહીંની પ્રસિદ્ધ લોટવાળી ગલીમાં મનમોહન સિંહનું બાળપણ પસાર થયું.

  વિભાજન પછી દાદી તેમના લઈને ભારત આવ્યા અને તેમને અમૃતસરમાં શરણું લીધું. અહીંની પ્રસિદ્ધ લોટવાળી ગલીમાં મનમોહન સિંહનું બાળપણ પસાર થયું.

  4/17
 • એક સયમે લાલટેન લઈને ભણતાં મનમોહન સિંહે અહીંથી બહાર જઈને કેમ્બ્રિજ યુનિવર્સિટી સુધી પોતોનો પ્રવાસ કર્યો. 

  એક સયમે લાલટેન લઈને ભણતાં મનમોહન સિંહે અહીંથી બહાર જઈને કેમ્બ્રિજ યુનિવર્સિટી સુધી પોતોનો પ્રવાસ કર્યો. 

  5/17
 • આ પહેલા તેમણે પંજાબ વિશ્વવિદ્યાલનમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. 

  આ પહેલા તેમણે પંજાબ વિશ્વવિદ્યાલનમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. 

  6/17
 • સ્કૉલરશિપ પર ભણવા માટે કેમ્બ્રિજ ગયા, જ્યાંથી 1957માં પીજી અને ત્યાર બાદ પીએચડીની ડિગ્રી મેળવી.

  સ્કૉલરશિપ પર ભણવા માટે કેમ્બ્રિજ ગયા, જ્યાંથી 1957માં પીજી અને ત્યાર બાદ પીએચડીની ડિગ્રી મેળવી.

  7/17
 • ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાંથી 1962માં ડી લિટની ડિગ્રી મેળવી.

  ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાંથી 1962માં ડી લિટની ડિગ્રી મેળવી.

  8/17
 • સ્ટડી દરમિયાન જ તેમણે દેશ અને વિશ્વમાંથી નોકરી માટે અનેક ઑફર આવવા લાગી, પણ કેટલાર દિવસ વિદેશમાં કામ કર્યા પછી તેઓ પાછા ભાત આવ્યા અને પંજાબ વિશ્વવિદ્યાલન અને પછી દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં ભણાવવાનું શરૂ કર્યું. 

  સ્ટડી દરમિયાન જ તેમણે દેશ અને વિશ્વમાંથી નોકરી માટે અનેક ઑફર આવવા લાગી, પણ કેટલાર દિવસ વિદેશમાં કામ કર્યા પછી તેઓ પાછા ભાત આવ્યા અને પંજાબ વિશ્વવિદ્યાલન અને પછી દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં ભણાવવાનું શરૂ કર્યું. 

  9/17
 • દરમિયાન તેમણે લખેલું પુસ્તક ઇન્ડિયાઝ એક્પોર્ટ ટ્રેન્ડ્સ એન્ડ પ્રોસ્પેક્ટ્સ ફૉર સેલ્ફ સસ્ટેંડ ગ્રોથ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું.

  દરમિયાન તેમણે લખેલું પુસ્તક ઇન્ડિયાઝ એક્પોર્ટ ટ્રેન્ડ્સ એન્ડ પ્રોસ્પેક્ટ્સ ફૉર સેલ્ફ સસ્ટેંડ ગ્રોથ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું.

  10/17
 • આ પુસ્તકને ભારતની વ્યાપાર નીતિની પહેલું અને ચોક્કસ વિવેચન માનવામાં આવે છે.

  આ પુસ્તકને ભારતની વ્યાપાર નીતિની પહેલું અને ચોક્કસ વિવેચન માનવામાં આવે છે.

  11/17
 • મનમોહન સિંહ સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને વિકાસ સમ્મેલન સચિવાલયમાં સલાહકાર બનાવવામાં આવ્યા, 1981માં ડૉ. મનમોહન સિંહ ભારતના વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.પછી 1982માં તેમને નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવવામાં આવ્યા.

  મનમોહન સિંહ સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને વિકાસ સમ્મેલન સચિવાલયમાં સલાહકાર બનાવવામાં આવ્યા, 1981માં ડૉ. મનમોહન સિંહ ભારતના વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.પછી 1982માં તેમને નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવવામાં આવ્યા.

  12/17
 • અર્થશાસ્ત્રમાં તેમની કાબેલિયત જોતાં તેમને પહેલા યોજના આયોગના ઉપાધ્યક્ષ અને પછી વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આમ તો મનમોહન સિંહ તમામ ઉપલબ્ધિઓ મેળવતા ગયા પણ તેમને ઓળખ મળી રિઝર્વ બેન્કના ગવર્નર બન્યા પછી.

  અર્થશાસ્ત્રમાં તેમની કાબેલિયત જોતાં તેમને પહેલા યોજના આયોગના ઉપાધ્યક્ષ અને પછી વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આમ તો મનમોહન સિંહ તમામ ઉપલબ્ધિઓ મેળવતા ગયા પણ તેમને ઓળખ મળી રિઝર્વ બેન્કના ગવર્નર બન્યા પછી.

  13/17
 • ગવર્નરના પદ પર તેમની યોગ્યતા જોતા વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે તેમને દેશના નાણાંમંત્રી બનાવ્યા. ત્યાર બાદ જે થયું તે ઇતિહાસના પાનાંમાં નોંધાયું.

  ગવર્નરના પદ પર તેમની યોગ્યતા જોતા વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે તેમને દેશના નાણાંમંત્રી બનાવ્યા. ત્યાર બાદ જે થયું તે ઇતિહાસના પાનાંમાં નોંધાયું.

  14/17
 • અત્યંત નિરાશા અને વિદેશી કરજ હેઠળ દબાયેલી દેશની અર્થવ્યવસ્થામાં તેમણે ઉદારીકરણ દ્વારા એવો જીવ રેડ્યો કે તે બે વર્ષમાં જ પોતાના પગભર બની. ડૉ. મનમોહન સિંહે વિશ્વ માટે ભારતના બંધ રહેલા દરવાજા ઉઘાડ્યા.

  અત્યંત નિરાશા અને વિદેશી કરજ હેઠળ દબાયેલી દેશની અર્થવ્યવસ્થામાં તેમણે ઉદારીકરણ દ્વારા એવો જીવ રેડ્યો કે તે બે વર્ષમાં જ પોતાના પગભર બની. ડૉ. મનમોહન સિંહે વિશ્વ માટે ભારતના બંધ રહેલા દરવાજા ઉઘાડ્યા.

  15/17
 • આમ દેશમાં આર્થિક સુધારાના સાચ્ચા સૂત્રધાર માનવામાં આવતા મનમોહન સિંહ યૂપીએના કાર્યકાળમાં બે વાર વડાપ્રધાન રહી ચૂક્યા છે.

  આમ દેશમાં આર્થિક સુધારાના સાચ્ચા સૂત્રધાર માનવામાં આવતા મનમોહન સિંહ યૂપીએના કાર્યકાળમાં બે વાર વડાપ્રધાન રહી ચૂક્યા છે.

  16/17
 • મનમોહન સિંહ વર્ષ 2004થી 2014 સુધી ભારતના વડાપ્રધાન રહ્યા. મનમોહન સિંહ પોતાના મૌન અને સાદગીને કારણે ભારતના અન્ય વડાપ્રધાન કરતાં ખૂબ જ જુદાં છે. પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહને દેશ એક અર્થશાસ્ત્રી તરીકે વધારે યાદ કરે છે. આજે તેમના જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  મનમોહન સિંહ વર્ષ 2004થી 2014 સુધી ભારતના વડાપ્રધાન રહ્યા. મનમોહન સિંહ પોતાના મૌન અને સાદગીને કારણે ભારતના અન્ય વડાપ્રધાન કરતાં ખૂબ જ જુદાં છે. પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહને દેશ એક અર્થશાસ્ત્રી તરીકે વધારે યાદ કરે છે. આજે તેમના જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  17/17
 • loading...

ફોટોઝ વિશે

આજે દેશના 13મા પ્રધાનમંત્રી મનમોહન સિંહનો જન્મદિવસ છ. 26 સપ્ટેમ્બર 1932ના પાકિસ્તાનના ગાહમાં જન્મેલા ડૉ. મનમોહન સિંહને દેશમાં ઉદારવાદના જનક કહેવામાં આવે છે. તેમની ઉદારવાદી નીતિઓએ એક સમયે દેશને ડૂબતી અર્થવ્યવસ્થાને સાચવી હતી. આજે તેમના જન્મદિવસે જાણો તેમના વિશે વધારે...

First Published: 26th September, 2020 12:53 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK