વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Apr 27, 2019, 15:00 IST | Sheetal Patel
 • BCCIએ અર્જુન એવોર્ડ માટે નોમિનેશનમાં 3 ક્રિકેટરોની ભલામણ કરી છે જેમાંથી 2 ભારતીય ક્રિકેટરો ગુજરાતી છે અને ભારતીય ટીમ માટે સતત સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. BCCIએ ભારતના સ્ટાર બોલર અને ફિરકી બોલરની ભલામણ અર્જુન એવોર્ડ માટે કરી છે. BCCIએ ભારતીય મેન્સ ક્રિકેટમાં મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની ભલામણ કરી છે સાથે જ BCCI દ્વારા ભારતીય મહિલા ક્રિકેટર પુનમ યાદવની પણ અર્જુન એવોર્ડ માટે ભલામણ કરવામાં આવી છે.

  BCCIએ અર્જુન એવોર્ડ માટે નોમિનેશનમાં 3 ક્રિકેટરોની ભલામણ કરી છે જેમાંથી 2 ભારતીય ક્રિકેટરો ગુજરાતી છે અને ભારતીય ટીમ માટે સતત સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. BCCIએ ભારતના સ્ટાર બોલર અને ફિરકી બોલરની ભલામણ અર્જુન એવોર્ડ માટે કરી છે. BCCIએ ભારતીય મેન્સ ક્રિકેટમાં મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની ભલામણ કરી છે સાથે જ BCCI દ્વારા ભારતીય મહિલા ક્રિકેટર પુનમ યાદવની પણ અર્જુન એવોર્ડ માટે ભલામણ કરવામાં આવી છે.

  1/10
 • 200 અને 500 રૂપિયાની નવી નોટ બાદ હવે 20 રૂપિયાની પણ નવી નોટ બહાર પાડવામાં આવશે. RBIએ અધિસૂચના જાહેર કરી છે. આ નોટિફિકેશનમાં RBIએ આ નોટનાં રંગ રૂપ અને ખાસિયત જણાવી છે. આ નોટમાં RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંતા દાસના હસ્તાક્ષર છે.

  200 અને 500 રૂપિયાની નવી નોટ બાદ હવે 20 રૂપિયાની પણ નવી નોટ બહાર પાડવામાં આવશે. RBIએ અધિસૂચના જાહેર કરી છે. આ નોટિફિકેશનમાં RBIએ આ નોટનાં રંગ રૂપ અને ખાસિયત જણાવી છે. આ નોટમાં RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંતા દાસના હસ્તાક્ષર છે.

  2/10
 • ગુજરાતમાં ગરમીનું જોર સતત વધી રહ્યું છે. શુક્રવારથી 3 દિવસ માટે રાજ્યમાં હીટ વેવનું પણ અલર્ટ આપવામાં આપ્યું છે. લોકો દિવસ દરમિયાન ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હીટ સ્ટ્રોકની સંખ્યામાં પણ વધારો થયો છે. 108 ઈમરજન્સી સેવાને આવતા કૉલની સંખ્યામાં પણ વધારો થયો છે. અમદાવાદ સહિત રાજ્યના 7 રાજ્યોમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી 44 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું.

  ગુજરાતમાં ગરમીનું જોર સતત વધી રહ્યું છે. શુક્રવારથી 3 દિવસ માટે રાજ્યમાં હીટ વેવનું પણ અલર્ટ આપવામાં આપ્યું છે. લોકો દિવસ દરમિયાન ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હીટ સ્ટ્રોકની સંખ્યામાં પણ વધારો થયો છે. 108 ઈમરજન્સી સેવાને આવતા કૉલની સંખ્યામાં પણ વધારો થયો છે. અમદાવાદ સહિત રાજ્યના 7 રાજ્યોમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી 44 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું.

  3/10
 • પેપ્સિકોએ ખાસ વેફર માટેને તેમના રજિસ્ટર્ડ કરાવેલા બટાટા ઉગાડતા ખેડૂતોને સમાધાનની ઑફર કરી છે. પેપ્સિકોએ તેઓ સેટલમેન્ટ કરવા માટે તૈયાર છે. પોતાની રજિસ્ટર કરાવેલી ખાસ વેફર માટેની જાતના બટાટા ઉગાડવા બદલ પેપ્સિકોએ રાજ્યના બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના 9 ખેડૂતો સામે 1-1 કરોડની નુકસાનીનો દાવો માંડ્યો હતો. જે બાદ હવે પેપ્સિકોએ સમાધાનની તૈયારી બતાવી છે. પેપ્સિકોએ કહ્યું છે કે ગેરકાયદે આ પ્રકારના બટાટા ઉગાડનાર લોકો સાથે તેઓ સમાધાન કરવા માટે તૈયાર છે.

  પેપ્સિકોએ ખાસ વેફર માટેને તેમના રજિસ્ટર્ડ કરાવેલા બટાટા ઉગાડતા ખેડૂતોને સમાધાનની ઑફર કરી છે. પેપ્સિકોએ તેઓ સેટલમેન્ટ કરવા માટે તૈયાર છે. પોતાની રજિસ્ટર કરાવેલી ખાસ વેફર માટેની જાતના બટાટા ઉગાડવા બદલ પેપ્સિકોએ રાજ્યના બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના 9 ખેડૂતો સામે 1-1 કરોડની નુકસાનીનો દાવો માંડ્યો હતો. જે બાદ હવે પેપ્સિકોએ સમાધાનની તૈયારી બતાવી છે. પેપ્સિકોએ કહ્યું છે કે ગેરકાયદે આ પ્રકારના બટાટા ઉગાડનાર લોકો સાથે તેઓ સમાધાન કરવા માટે તૈયાર છે.

  4/10
 • અમદાવાદની કર્ણાવતી ક્લબના સેક્રેટરીને લઈને વિવાદ થયો છે. વાત એવી છે કે ધારાસભ્યના પુત્રને કર્ણાવતી ક્લબના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. કર્ણાવતી ક્લબની એન્યુઅલ જનરલ મીટિંગમાં સેક્રેટરી તરીકે કેતન પટેલની નિમણુંક કરવામાં આવી છે. જે ધારાસભ્ય બાબુ જમના પટેલના પુત્ર છે. ક્લબના સિનીયર સભ્યોને અવગણીને કેતન પટેલની નિમણુંક કરવામાં આવતા વિવાદ થયો છે.

  અમદાવાદની કર્ણાવતી ક્લબના સેક્રેટરીને લઈને વિવાદ થયો છે. વાત એવી છે કે ધારાસભ્યના પુત્રને કર્ણાવતી ક્લબના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. કર્ણાવતી ક્લબની એન્યુઅલ જનરલ મીટિંગમાં સેક્રેટરી તરીકે કેતન પટેલની નિમણુંક કરવામાં આવી છે. જે ધારાસભ્ય બાબુ જમના પટેલના પુત્ર છે. ક્લબના સિનીયર સભ્યોને અવગણીને કેતન પટેલની નિમણુંક કરવામાં આવતા વિવાદ થયો છે.

  5/10
 • શ્રીલંકામાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં તબાહી મચાવનારા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. સ્થાનિક એજન્સીને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ જેમા 75થી પણ વધારે લોકોની ધરપકડક કરવામાં આવી છે. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાબળો અને આંતકીઓ વચ્ચે મુઠભેડ થઈ હતી. આ હુમલામાં આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 15 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.

  શ્રીલંકામાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં તબાહી મચાવનારા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. સ્થાનિક એજન્સીને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ જેમા 75થી પણ વધારે લોકોની ધરપકડક કરવામાં આવી છે. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાબળો અને આંતકીઓ વચ્ચે મુઠભેડ થઈ હતી. આ હુમલામાં આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 15 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.

  6/10
 • પાંચ કલાક બંધ રહ્યા બાદ આખરે એર ઈન્ડિયાનું સર્વર સરખું થયું છે. જેના કારણે દુનિયાભરના મુસાફરો પરેશાન થયા. ઈન્ડિયન એરલાઈન્સનું SITA સર્વર ઠીક થઈ ગયું છે. મોડી રાત્રે સર્વર ડાઉન થઈ જવાના કારણે દિલ્હીથી જતી તમામ ફ્લાઈટ્સ મોડી પડી હતી. દુનિયાભરની તમામ ભારત તરફ આવતી ફ્લાઈટ્સ પર અસર થતા હજારો મુસાફરો ફસાયા હતા. સર્વર સવારે સાડા ત્રણ વાગ્યાથી ડાઉન હતું જે હવે સરખું થયું છે.

  પાંચ કલાક બંધ રહ્યા બાદ આખરે એર ઈન્ડિયાનું સર્વર સરખું થયું છે. જેના કારણે દુનિયાભરના મુસાફરો પરેશાન થયા. ઈન્ડિયન એરલાઈન્સનું SITA સર્વર ઠીક થઈ ગયું છે. મોડી રાત્રે સર્વર ડાઉન થઈ જવાના કારણે દિલ્હીથી જતી તમામ ફ્લાઈટ્સ મોડી પડી હતી. દુનિયાભરની તમામ ભારત તરફ આવતી ફ્લાઈટ્સ પર અસર થતા હજારો મુસાફરો ફસાયા હતા. સર્વર સવારે સાડા ત્રણ વાગ્યાથી ડાઉન હતું જે હવે સરખું થયું છે.

  7/10
 • ફોન બેન્કિંગ અને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે વાત કરવી ઘણીવાર મુશ્કેલ બને છે. જો તમારે ક્યારેય તમારા કાર્ડને બ્લૉક કરવું પડે, તો તે સરળતાથી 10 થી 15 મિનિટનો સમય સરળતાથી લાગી જાય છે. જો કે, હવે ભારતમાં બૅન્કિંગ સિસ્ટમ નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ છે. બધું ડિજિટલ બની રહ્યું છે. વૉઇસ કમાન્ડથી ફોનમાં ટેપ કર્યા વિના ઘણી કમાન્ડ્સ બનાવી શકાય છે. તમે ન ફક્ત તમારા બેન્કના બેલેન્સની જ તપાસ કરી શકશો નહીં, પરંતુ બેંકો તમને તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડને બ્લોક કરવાની મંજૂરી પણ આપે છે.

  ફોન બેન્કિંગ અને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે વાત કરવી ઘણીવાર મુશ્કેલ બને છે. જો તમારે ક્યારેય તમારા કાર્ડને બ્લૉક કરવું પડે, તો તે સરળતાથી 10 થી 15 મિનિટનો સમય સરળતાથી લાગી જાય છે. જો કે, હવે ભારતમાં બૅન્કિંગ સિસ્ટમ નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ છે. બધું ડિજિટલ બની રહ્યું છે. વૉઇસ કમાન્ડથી ફોનમાં ટેપ કર્યા વિના ઘણી કમાન્ડ્સ બનાવી શકાય છે. તમે ન ફક્ત તમારા બેન્કના બેલેન્સની જ તપાસ કરી શકશો નહીં, પરંતુ બેંકો તમને તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડને બ્લોક કરવાની મંજૂરી પણ આપે છે.

  8/10
 • Avengers End Gameએ ભારતમાં રિલીઝ થતાની સાથે જ ભારતીય બોક્સ ઑફિસ પર કમાણીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. પહેલા દિવસે આટલી કમાણી કરી છે. હોલીવુડ ફિલ્મ Avengers End Game દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. દુનિયાભરની સાથે ભારતીય બોક્સ ઑફિસ પર પણ એવેન્જર્સે ખુબ જ સારી કમાણઈ કરી છે. ટ્રેડના જાણકારોના અનુસાર ફિલ્મ પહેલા જ દિવસે 50 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે, જે કોઈ પણ હોલીવુડ ફિલ્મ કરતા સૌથી વધુ છે અને બોલીવુડ ફિલ્મો માટે પણ મોટો પડકાર છે.

  Avengers End Gameએ ભારતમાં રિલીઝ થતાની સાથે જ ભારતીય બોક્સ ઑફિસ પર કમાણીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. પહેલા દિવસે આટલી કમાણી કરી છે. હોલીવુડ ફિલ્મ Avengers End Game દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. દુનિયાભરની સાથે ભારતીય બોક્સ ઑફિસ પર પણ એવેન્જર્સે ખુબ જ સારી કમાણઈ કરી છે. ટ્રેડના જાણકારોના અનુસાર ફિલ્મ પહેલા જ દિવસે 50 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે, જે કોઈ પણ હોલીવુડ ફિલ્મ કરતા સૌથી વધુ છે અને બોલીવુડ ફિલ્મો માટે પણ મોટો પડકાર છે.

  9/10
 • આજે હૈદરાબાદ સામે રમાનારી મૅચમાં રાજસ્થાને ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે આજે મોટા અંતરથી જીત મેળવવી પડશે અને હૈદરાબાદ તથા પંજાબના પરાજયો પર આધાર રાખવો પડશે. ઇંગ્લૅન્ડના ખેલાડીઓનો વર્લ્ડ કપ કૅમ્પ આવતા અઠવાડિયાથી શરૂ થવાનો હોવાથી રાજસ્થાનના હીટરો જૉસ બટલર, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર હવે એકેય મૅચમાં ભાગ નહીં લઈ શકે.

  આજે હૈદરાબાદ સામે રમાનારી મૅચમાં રાજસ્થાને ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે આજે મોટા અંતરથી જીત મેળવવી પડશે અને હૈદરાબાદ તથા પંજાબના પરાજયો પર આધાર રાખવો પડશે. ઇંગ્લૅન્ડના ખેલાડીઓનો વર્લ્ડ કપ કૅમ્પ આવતા અઠવાડિયાથી શરૂ થવાનો હોવાથી રાજસ્થાનના હીટરો જૉસ બટલર, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર હવે એકેય મૅચમાં ભાગ નહીં લઈ શકે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો ત્રણ વાાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર અને અપડેટ્સ, માત્ર એક જ ક્લિકમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK