Diwali 2020: મુંબઈમાં કોરોનાના કહેર વચ્ચે આવી રીતે ઉજવાઈ રહી છે દિવાળી

Published: 14th November, 2020 14:07 IST | Keval Trivedi
  • મુંબઈમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થતો હોવા છતાં લોકો ખરીદી કરવા માટે બજારોમાં નીકળી પડ્યા હતા. 

    મુંબઈમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થતો હોવા છતાં લોકો ખરીદી કરવા માટે બજારોમાં નીકળી પડ્યા હતા. 

    1/20
  • દર વર્ષે લાઈટિંગ, દિવાઓની સાથે ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે મહામારીને લીધે રોનક થોડીક ફીકી પડી છે.

    દર વર્ષે લાઈટિંગ, દિવાઓની સાથે ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે મહામારીને લીધે રોનક થોડીક ફીકી પડી છે.

    2/20
  • મિશન બિગીન અગેન અંતર્ગત મુંબઈમાં તબક્કાવાર ઘણા પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા હતા. લોકો ફેસ માસ્ક  અને હૅન્ડ ગ્લોવ્ઝ પહેરીને તહેવારની ખરીદી કરતા દેખાયા હતા.

    મિશન બિગીન અગેન અંતર્ગત મુંબઈમાં તબક્કાવાર ઘણા પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા હતા. લોકો ફેસ માસ્ક  અને હૅન્ડ ગ્લોવ્ઝ પહેરીને તહેવારની ખરીદી કરતા દેખાયા હતા.

    3/20
  • ભજન સમ્રાટ અનુપ જલોટા તેમના દાદર સ્થિત ઘરમાં આ ફોટો પડાવ્યો હતો.

    ભજન સમ્રાટ અનુપ જલોટા તેમના દાદર સ્થિત ઘરમાં આ ફોટો પડાવ્યો હતો.

    4/20
  • મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકોને વિનંતી કરી છે કે તેઓ ઘરમાં સુરક્ષિત રહીને જ દિવાળીની ઉજવણી કરે. તેમણે  કહ્યુંકે તે પોતે પણ દિવાળીની શુભેચ્છા માત્ર સોશ્યલ મીડિયા અને ઈમેલ્સથી સ્વિકારશે. તેમના મતે કોરોના વોરિયર્સ ખૂબ જ મહેનત કરી રહ્યા છે તેથી તેમના ઉપર વધુ દબાણ મુકવુ જોઈએ નહીં.

    મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકોને વિનંતી કરી છે કે તેઓ ઘરમાં સુરક્ષિત રહીને જ દિવાળીની ઉજવણી કરે. તેમણે  કહ્યુંકે તે પોતે પણ દિવાળીની શુભેચ્છા માત્ર સોશ્યલ મીડિયા અને ઈમેલ્સથી સ્વિકારશે. તેમના મતે કોરોના વોરિયર્સ ખૂબ જ મહેનત કરી રહ્યા છે તેથી તેમના ઉપર વધુ દબાણ મુકવુ જોઈએ નહીં.

    5/20
  • કોવિડ-19ને ધ્યાનમાં રાખતા પાલિકાએ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ વખતે લક્ષ્મી પૂજનના દિવસે ફક્ત ફુલજરી અને ફુવારા (અનાર) સળગાવવાની જ મંજૂરી છે.

    કોવિડ-19ને ધ્યાનમાં રાખતા પાલિકાએ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ વખતે લક્ષ્મી પૂજનના દિવસે ફક્ત ફુલજરી અને ફુવારા (અનાર) સળગાવવાની જ મંજૂરી છે.

    6/20
  • ચાઈનિઝ પ્રોડકટ્સનો બહિષ્કાર કરતા મુંબઈગરાઓએ ભારતીય કંડીલ અને લાઈટ્સ ખરીદવા ઉપર પ્રાધાન્ય આપ્યુ હતું. દાદરના ક્રાફર્ડ માર્કેટમાં અને લાલબાગ વિસ્તારમાં સોશ્યલ ડીસન્ટન્સિંગનો અભાવ દેખાયો હતો.

    ચાઈનિઝ પ્રોડકટ્સનો બહિષ્કાર કરતા મુંબઈગરાઓએ ભારતીય કંડીલ અને લાઈટ્સ ખરીદવા ઉપર પ્રાધાન્ય આપ્યુ હતું. દાદરના ક્રાફર્ડ માર્કેટમાં અને લાલબાગ વિસ્તારમાં સોશ્યલ ડીસન્ટન્સિંગનો અભાવ દેખાયો હતો.

    7/20
  • વૈશ્વિક મહામારીને લીધે તહેવારો ઉપર પ્રતિકૂળ અસર પડી છે પરંતુ ફેસ્ટિવ મૂડને નાબૂદ કરી શકી નથી. 

    વૈશ્વિક મહામારીને લીધે તહેવારો ઉપર પ્રતિકૂળ અસર પડી છે પરંતુ ફેસ્ટિવ મૂડને નાબૂદ કરી શકી નથી. 

    8/20
  • દાદરના બજારમાં ફેસ માસ્ક પહેરેલી મહિલાઓ ખરીદી કરતા દેખાય છે.

    દાદરના બજારમાં ફેસ માસ્ક પહેરેલી મહિલાઓ ખરીદી કરતા દેખાય છે.

    9/20
  • માહિમની કંડીલ ગલીમાં પણ લોકોએ વિવિધ પ્રકારના કંડીલ અને રંગોળી માટે કલર્સ ખરીદ્યા હતા. જે લોકો ઘરે મિઠાઈ કે નાસ્તો બનાવી શક્યા નહી તેમણે હોમ શેફ્સ અને ફૂડના નાના બિઝનેસ પાસેથી તેની ખરીદી કરી હતી.

    માહિમની કંડીલ ગલીમાં પણ લોકોએ વિવિધ પ્રકારના કંડીલ અને રંગોળી માટે કલર્સ ખરીદ્યા હતા. જે લોકો ઘરે મિઠાઈ કે નાસ્તો બનાવી શક્યા નહી તેમણે હોમ શેફ્સ અને ફૂડના નાના બિઝનેસ પાસેથી તેની ખરીદી કરી હતી.

    10/20
  • કંડીલ ગલીમાં લોકો દિવા, સ્ટીકર્સ અને કંડીલની ખરીદી કરતા દેખાયા હતા.

    કંડીલ ગલીમાં લોકો દિવા, સ્ટીકર્સ અને કંડીલની ખરીદી કરતા દેખાયા હતા.

    11/20
  • કાંદિવલીના ગાંવદેવી બજારમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતુ હોવાનું દેખાયુ હતું.

    કાંદિવલીના ગાંવદેવી બજારમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતુ હોવાનું દેખાયુ હતું.

    12/20
  • માહિમની કંડીલ ગલીમાં એક વેચાણકર્તા ખરીદદારને કંડીલ વેચતા જોવા મળે છે.

    માહિમની કંડીલ ગલીમાં એક વેચાણકર્તા ખરીદદારને કંડીલ વેચતા જોવા મળે છે.

    13/20
  • લાલબાગ સ્થિત હર્ષઅભિ ક્રિએશન્સે ઈકો-ફ્રેન્ડલી ટ્રેડિશનલ સાડીના કંડીલ બનાવ્યા હતા. 

    લાલબાગ સ્થિત હર્ષઅભિ ક્રિએશન્સે ઈકો-ફ્રેન્ડલી ટ્રેડિશનલ સાડીના કંડીલ બનાવ્યા હતા. 

    14/20
  • આ ફોટો દાદરના સેના ભવનના સિગ્નલનો છે, જેમાં યુવાઓ કંડીલ લઈને બજારમાં તેને વેચવા જઈ રહ્યા છે.

    આ ફોટો દાદરના સેના ભવનના સિગ્નલનો છે, જેમાં યુવાઓ કંડીલ લઈને બજારમાં તેને વેચવા જઈ રહ્યા છે.

    15/20
  • દિવાળી નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ નાગરિકોને શુભેચ્છા આપતા કહ્યું કે, દિવાળી એ સ્વચ્છતાનો પણ તહેવાર છે તેથી માતૃભૂમિના સન્માનમાં આપણે પ્રદૂષણ-મુક્ત, ઈકો-ફ્રેન્ડલી અને સ્વચ્છ દિવાળી ઉજવીએ. 

    દિવાળી નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ નાગરિકોને શુભેચ્છા આપતા કહ્યું કે, દિવાળી એ સ્વચ્છતાનો પણ તહેવાર છે તેથી માતૃભૂમિના સન્માનમાં આપણે પ્રદૂષણ-મુક્ત, ઈકો-ફ્રેન્ડલી અને સ્વચ્છ દિવાળી ઉજવીએ. 

    16/20
  • લાલબાગના ખામકર શોપમાં મુંબઈગરાઓ ફટાકડાની ખરીદી કરી રહ્યા છે.

    લાલબાગના ખામકર શોપમાં મુંબઈગરાઓ ફટાકડાની ખરીદી કરી રહ્યા છે.

    17/20
  • આ ફોટો ગયા વર્ષની દિવાળીનો છે, જેમાં મરિન ડ્રાઈવમાં લોકો દિવાળી ઉજવી રહ્યા છે.

    આ ફોટો ગયા વર્ષની દિવાળીનો છે, જેમાં મરિન ડ્રાઈવમાં લોકો દિવાળી ઉજવી રહ્યા છે.

    18/20
  • દિવાળી નિમિત્તે માહિમમાં કાગળના કંડીલો પણ વેચાયા હતા. તસવીરઃ એએફપી  

    દિવાળી નિમિત્તે માહિમમાં કાગળના કંડીલો પણ વેચાયા હતા. તસવીરઃ એએફપી  

    19/20
  • આ સુંદર ફોટો મુંબઈના આઈકોનિક ગ્રાઉન્ડ શિવાજી પાર્કનો છે, જ્યાં લાઈટિંગનું સુંદર ડેકોરેશન કરવામાં આવ્યુ છે. 

    આ સુંદર ફોટો મુંબઈના આઈકોનિક ગ્રાઉન્ડ શિવાજી પાર્કનો છે, જ્યાં લાઈટિંગનું સુંદર ડેકોરેશન કરવામાં આવ્યુ છે. 

    20/20
  • loading...

ફોટોઝ વિશે

કોરોના મહામારીની વચ્ચે પણ મુંબઈમાં દિવાળી સેલિબ્રેશન દેખાઈ રહ્યુ છે. ફેસ માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને લોકો દિવાળીની ખરીદી કરવા નીકળતા જોવા મળ્યા હતા. આ વર્ષે ચિત્ર થોડુક જુદુ હતું. (ફોટોઝઃ આશિષ રાજે, શાદાબ ખાન, સતેજ શિંદે, સુરેશ કરકેરા, બિપીન કોકાટે)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK