#MothersDayWithMidday : જે રોજ બોલાવે ઘેર સાંજે, મા સમું સ્વજન હોય છે

Updated: May 10, 2020, 20:54 IST | Rachana Joshi
 • ઉત્સવ પારેખ માતા સવિતા પારેખ સાથે મા એવી વ્યક્તિ છે જેનું સ્થાન જીવનમાં કોઈ જ ક્યારેય ન લઈ શકે. આજે મધર્સ ડે છે એટલે હુ મારી મમ્મીને યાદ કરું છું એવું નથી એના અહેસાસને હું દરેક ક્ષણે અનુભવું છું. કારણ યાદ એને કરાય જેને આપણે ભુલી ગયા હોય પણ હું તો મમ્મીને ભુલ્યો જ નથી. મારા માટે ભલે હવે મારી મમ્મી ફક્ત અહેસાસ છે પણ તેની યાદો મારા જીવનની સૌથી મોટી પુંજી છે. આજે હું જે કંઈપણ છું એ ફક્ત તારા આર્શિવાદને લીધે છું. નાનપણથી તેણે મારામાં જે સંસ્કાર અને આત્મવિશ્વાસ રોપ્યા છે તેને લીધે જ હું આજે એક સફળ વ્યક્તિ બની શક્યો છું. આજે મર્ધસ ડે નિમિત્તે હું એટલું જ કહીશ, મમ્મી તારી હાજરીની ગેરહાજરી મને સતત વર્તાયા કરે છે. પણ તારા હોવાનો અહેસાસ મને હંમેશા સાથ આપ્યા કરે છે. આઈ મીસ યુ સો મચ. લવ યુ મોમ. હેપી મર્ધસ ડે. તું આમ ભલે છેક દુર ઉપર આકાશમાં છે પણ આમ તો સાવ મારા હૃદયની નજીક જ છે, ઓકેય મમ્મી....

  ઉત્સવ પારેખ માતા સવિતા પારેખ સાથે

  મા એવી વ્યક્તિ છે જેનું સ્થાન જીવનમાં કોઈ જ ક્યારેય ન લઈ શકે. આજે મધર્સ ડે છે એટલે હુ મારી મમ્મીને યાદ કરું છું એવું નથી એના અહેસાસને હું દરેક ક્ષણે અનુભવું છું. કારણ યાદ એને કરાય જેને આપણે ભુલી ગયા હોય પણ હું તો મમ્મીને ભુલ્યો જ નથી. મારા માટે ભલે હવે મારી મમ્મી ફક્ત અહેસાસ છે પણ તેની યાદો મારા જીવનની સૌથી મોટી પુંજી છે. આજે હું જે કંઈપણ છું એ ફક્ત તારા આર્શિવાદને લીધે છું. નાનપણથી તેણે મારામાં જે સંસ્કાર અને આત્મવિશ્વાસ રોપ્યા છે તેને લીધે જ હું આજે એક સફળ વ્યક્તિ બની શક્યો છું. આજે મર્ધસ ડે નિમિત્તે હું એટલું જ કહીશ, મમ્મી તારી હાજરીની ગેરહાજરી મને સતત વર્તાયા કરે છે. પણ તારા હોવાનો અહેસાસ મને હંમેશા સાથ આપ્યા કરે છે. આઈ મીસ યુ સો મચ. લવ યુ મોમ. હેપી મર્ધસ ડે. તું આમ ભલે છેક દુર ઉપર આકાશમાં છે પણ આમ તો સાવ મારા હૃદયની નજીક જ છે, ઓકેય મમ્મી....

  1/29
 • આકાશ રાઠોડ માતા તારા રાઠોડ સાથે મારી મમ્મી માટે હું બે જ પંક્તિ કહીશ, 'લિખને કો તો કયા ના લીખુ, લીખુ પુરી કિતાબ; જહા હોતી હૈ મા, હોતા હૈ પુરા જહાન'

  આકાશ રાઠોડ માતા તારા રાઠોડ સાથે

  મારી મમ્મી માટે હું બે જ પંક્તિ કહીશ, 'લિખને કો તો કયા ના લીખુ, લીખુ પુરી કિતાબ; જહા હોતી હૈ મા, હોતા હૈ પુરા જહાન'

  2/29
 • રિધ્ધી જોષી શર્મા માતા સુધા જોષી સાથે મમ્મી તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? તને જ્યારે જ્યારે પેટમા લાત મારી અને તે પ્રેમથી હાથ ફેરવ્યો, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? નાની હતી ત્યારે રડી રડીને ઉંઘ બગાડતી ત્યારે તે અચુતમ કેશવમ ગાયને પ્રેમે સુવડાવી, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? મોટી થઈને રિધ્ધિ જીદ્દી બની ત્યારે તે દુનિયાનું જ્ઞાન અને સમજ આપી, દરેક વસ્તુમાં મનમાની કરવા વાળીને તે પ્રેમ અને વિશ્વાસની છુટ આપીને ખુશ રાખી, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? ગમતો છોકરા સાથે લગ્ન કરવાની જીદ કરી અને તમે રીતેશને દિલથી દિકરા તરીકે અપનાવ્યો, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? ઘર-ગ્રહસ્થીમાં જ્યારે પણ સલાહ અને સપોર્ટની જરૂર પડી ત્યારે મને સાથ આપ્યો અને સાહસ કરવાની તાકાત પણ, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? ઘરને મંદિર બનાવવાનો શ્રેય રિધ્ધિને, સફળતાના શિખરો સર કાર્ય રિધ્ધિએ પણ આ બધા પાછળનો શ્રેય તને આપતા ભુલી ગઈ, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? ફોન કરે ત્યારે કહું કે બિઝી છું, રાજવીર સાથે બહાર છું મુવીમાં છું, આ બધુ સાંભળ્યા પછી પણ હસતે મોઠે ફરી કહે કે કંઈ વાંધો નહીં પછી ફોન કરીશ, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? હું દીકરીમાંથી પત્ની બની, વહુ બની, માતા બની અને આ દરેક પડખે તે મારો સાથ આપ્યો, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? મને તારી દીકરી બનવાનું સૌભાગ્ય મળ્યું, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  રિધ્ધી જોષી શર્મા માતા સુધા જોષી સાથે

  મમ્મી તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  તને જ્યારે જ્યારે પેટમા લાત મારી અને તે પ્રેમથી હાથ ફેરવ્યો, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  નાની હતી ત્યારે રડી રડીને ઉંઘ બગાડતી ત્યારે તે અચુતમ કેશવમ ગાયને પ્રેમે સુવડાવી, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  મોટી થઈને રિધ્ધિ જીદ્દી બની ત્યારે તે દુનિયાનું જ્ઞાન અને સમજ આપી, દરેક વસ્તુમાં મનમાની કરવા વાળીને તે પ્રેમ અને વિશ્વાસની છુટ આપીને ખુશ રાખી, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  ગમતો છોકરા સાથે લગ્ન કરવાની જીદ કરી અને તમે રીતેશને દિલથી દિકરા તરીકે અપનાવ્યો, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  ઘર-ગ્રહસ્થીમાં જ્યારે પણ સલાહ અને સપોર્ટની જરૂર પડી ત્યારે મને સાથ આપ્યો અને સાહસ કરવાની તાકાત પણ, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  ઘરને મંદિર બનાવવાનો શ્રેય રિધ્ધિને, સફળતાના શિખરો સર કાર્ય રિધ્ધિએ પણ આ બધા પાછળનો શ્રેય તને આપતા ભુલી ગઈ, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  ફોન કરે ત્યારે કહું કે બિઝી છું, રાજવીર સાથે બહાર છું મુવીમાં છું, આ બધુ સાંભળ્યા પછી પણ હસતે મોઠે ફરી કહે કે કંઈ વાંધો નહીં પછી ફોન કરીશ, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  હું દીકરીમાંથી પત્ની બની, વહુ બની, માતા બની અને આ દરેક પડખે તે મારો સાથ આપ્યો, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  મને તારી દીકરી બનવાનું સૌભાગ્ય મળ્યું, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  3/29
 • રિધ્ધી શર્મા સાસુ શક્તિ શર્મા સાથે અમારી ખુશીમા તમારી ખુશી છે એ માન્યુ અને તામરા દિકરાને મને સોપ્યો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? તામરા પરિવારને મારો બનાવીને ખુશ અને સમૃધ્ધ રાખીશ એવો મારા પર વિશ્વાસ રાખ્યો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? દુનિયા મને તમારી વહુ કહે છે પણ તમે મને દિકરી કરતા પણ વિશેષ પ્રેમ કરો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? જ્યાતે હું ગુસ્સામાં હોવ છૂં ત્યારે તમે ચહેરા પર સ્મિત લાવીને બહુ પ્રેમાળ શબ્ કહો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? હું ઓફિસેથી થાકીને ઘરે આવ્યું ત્યારે તમે ઘરના કામનો થાક ભુલીને મને પાણીનો ગ્લસ આપો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? રાજવીરને માતા અને દાદી બન્નેનો પ્રેમ હંમેશા આપો છો અને મારી કમી પુરી કરો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? અમારી જરૂરિયાતો પુરી કરવા માટે પોતાની જરૂરિયાતને હંમેશા ભુલી જાવ છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? સાસુ પણ માતા જ હોય છે એ વાતને તમે સાચી સાબિત કરી બતાવી છે,  ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  રિધ્ધી શર્મા સાસુ શક્તિ શર્મા સાથે

  અમારી ખુશીમા તમારી ખુશી છે એ માન્યુ અને તામરા દિકરાને મને સોપ્યો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  તામરા પરિવારને મારો બનાવીને ખુશ અને સમૃધ્ધ રાખીશ એવો મારા પર વિશ્વાસ રાખ્યો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  દુનિયા મને તમારી વહુ કહે છે પણ તમે મને દિકરી કરતા પણ વિશેષ પ્રેમ કરો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  જ્યાતે હું ગુસ્સામાં હોવ છૂં ત્યારે તમે ચહેરા પર સ્મિત લાવીને બહુ પ્રેમાળ શબ્ કહો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  હું ઓફિસેથી થાકીને ઘરે આવ્યું ત્યારે તમે ઘરના કામનો થાક ભુલીને મને પાણીનો ગ્લસ આપો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  રાજવીરને માતા અને દાદી બન્નેનો પ્રેમ હંમેશા આપો છો અને મારી કમી પુરી કરો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  અમારી જરૂરિયાતો પુરી કરવા માટે પોતાની જરૂરિયાતને હંમેશા ભુલી જાવ છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  સાસુ પણ માતા જ હોય છે એ વાતને તમે સાચી સાબિત કરી બતાવી છે,  ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  4/29
 • મિતસુ મહેતા માતા અને ભાઈઓ માતા પ્રફુલા મહેતા સાથે એક અક્ષરનો શબ્દ, જે જગાડે આખા જગત ની ભાવના એટલે માં એક ભગવાને આપેલો આશીર્વાદ જેવો સંબંધ એટલે માં માં આ શબ્દ નથી ને નથી આ સંવાદ, આ છે મારુ અસ્થિત્વ અને આ છે મારુ સર્વસ્વ ભગવાન ની છબિ ને કદાચ મારા કર્મો ના આશીર્વાદ એ છે મારી માં વિચારે જ સવપ્ન પૂરું થઇ જાય અને વગર વિચારે જ જરૂરિયાત, હું ભૂલું પણ જે મને ના ભૂલે એ મારી માં કેટલું પણ કરી ના ચૂકવી શક્ય જેના બલિદાન અને ઉપકાર તે ફક્ત મારી માં ભગવાન ને પણ જરૂર પડે એ સંબંધ એટલે માં જાણે કદાચ એટલેજ એની પાસે ગઈ છે તું મારી માં આ માતૃ દિવસની મારી ભાવપુર્ન શ્રધ્ધાંજલી આપું છું મારી માં ભારે હૈયે નહીં પણ હસતા મોઢે હંમેશ યાદ કરું છું તને મારી માં

  મિતસુ મહેતા માતા અને ભાઈઓ માતા પ્રફુલા મહેતા સાથે

  એક અક્ષરનો શબ્દ, જે જગાડે આખા જગત ની ભાવના એટલે માં

  એક ભગવાને આપેલો આશીર્વાદ જેવો સંબંધ એટલે માં

  માં આ શબ્દ નથી ને નથી આ સંવાદ, આ છે મારુ અસ્થિત્વ અને આ છે મારુ સર્વસ્વ

  ભગવાન ની છબિ ને કદાચ મારા કર્મો ના આશીર્વાદ એ છે મારી માં

  વિચારે જ સવપ્ન પૂરું થઇ જાય અને વગર વિચારે જ જરૂરિયાત, હું ભૂલું પણ જે મને ના ભૂલે એ મારી માં

  કેટલું પણ કરી ના ચૂકવી શક્ય જેના બલિદાન અને ઉપકાર તે ફક્ત મારી માં

  ભગવાન ને પણ જરૂર પડે એ સંબંધ એટલે માં

  જાણે કદાચ એટલેજ એની પાસે ગઈ છે તું મારી માં

  આ માતૃ દિવસની મારી ભાવપુર્ન શ્રધ્ધાંજલી આપું છું મારી માં

  ભારે હૈયે નહીં પણ હસતા મોઢે હંમેશ યાદ કરું છું તને મારી માં

  5/29
 • સલોની રાયચુરા માતા નલિની રાયચુરા સાથે બધા કહે છે કે હું મારી માં જેવી દેખાઉં છું , મને ગમે છે. બધા કહે હું એની જેમ જ વર્તું છું, મને ગમે છે. કારણ કે મારી માતા એ સુંદરતા અને સરળતાનું પ્રતિબિંબ છે. એ મને આગળ વધવાની તક આપી ને આકાશ ચુંબવાનું પ્રોત્સાહન આપે છે પણ સાથે જ મારા પગ જમીન પર જ રહે તેની ખાતરી પણ કરે છે. એ મને કોઈ દિવસ મિત્રો સાથે બહાર જવાની ના નથી પાડતી પણ સાથે જ હું કઈ સંગત માં છું એનું ધ્યાન રાખે છે. એ મને મારી મનમરજી થી મારી વસ્તુઓ ને પસંદ કરવાની છૂટ તો આપે છે પણ સાથે જ દરેક વ્યક્તિનું સમ્માન કરવાનું મહત્વ સમજાવે છે. ટૂંક માં મારી માં મને એક સારી વ્યક્તિ બનવા માં મદદ કરે છે.

  સલોની રાયચુરા માતા નલિની રાયચુરા સાથે

  બધા કહે છે કે હું મારી માં જેવી દેખાઉં છું , મને ગમે છે. બધા કહે હું એની જેમ જ વર્તું છું, મને ગમે છે. કારણ કે મારી માતા એ સુંદરતા અને સરળતાનું પ્રતિબિંબ છે. એ મને આગળ વધવાની તક આપી ને આકાશ ચુંબવાનું પ્રોત્સાહન આપે છે પણ સાથે જ મારા પગ જમીન પર જ રહે તેની ખાતરી પણ કરે છે. એ મને કોઈ દિવસ મિત્રો સાથે બહાર જવાની ના નથી પાડતી પણ સાથે જ હું કઈ સંગત માં છું એનું ધ્યાન રાખે છે. એ મને મારી મનમરજી થી મારી વસ્તુઓ ને પસંદ કરવાની છૂટ તો આપે છે પણ સાથે જ દરેક વ્યક્તિનું સમ્માન કરવાનું મહત્વ સમજાવે છે. ટૂંક માં મારી માં મને એક સારી વ્યક્તિ બનવા માં મદદ કરે છે.

  6/29
 • સની જોષી માતા રીટા જોષી સાથે જેનું મારા હૃદયમાં સૌ પ્રથમ સ્થાન છે એ તારું છે મમ્મી, હેપી મર્ધસ ડે.

  સની જોષી માતા રીટા જોષી સાથે

  જેનું મારા હૃદયમાં સૌ પ્રથમ સ્થાન છે એ તારું છે મમ્મી, હેપી મર્ધસ ડે.

  7/29
 • વિશાલ અને અમિષા આશર માતા તરૂલતા આશર સાથે આંખોનું સ્મિતઃ અને માની મિત હૃદયની પ્રીત અને જીવની જીત આશાઓ અગણિત અને દર્શાવાની અનોખી રીત હૈયે સૌનું હિત અને સ્નેહના ફૂલ અમિત જેનાથી દેવો પણ થઈ જાય ભ્રમિત એવું મારી માતા નું પ્રતીત

  વિશાલ અને અમિષા આશર માતા તરૂલતા આશર સાથે

  આંખોનું સ્મિતઃ અને માની મિત

  હૃદયની પ્રીત અને જીવની જીત

  આશાઓ અગણિત અને દર્શાવાની અનોખી રીત

  હૈયે સૌનું હિત અને સ્નેહના ફૂલ અમિત

  જેનાથી દેવો પણ થઈ જાય ભ્રમિત

  એવું મારી માતા નું પ્રતીત

  8/29
 • મીતા સોમૈયા માતા કોકિલા રાવલ સાથે થોડું સમજતી ને ઘણું સમજાવતી, પોતે હસે ને બધાને ખુબ હસાવતી ભલે ભણી ના હોય એ ગ્રેજ્યુએશન ને ચોપડી, પણ સંસ્કારોના પાઠ અમને રોજ ભણાવતી પોતે સજે ને અમને સજાવતી, ચાંદલાના એક પેકેટ માટે આખું ભુલેશ્વર ફરાવતી પાકીટ માં રૂપિયા હોય ના હોય, પણ ભોઈવાડા થી પાછી કદી ખાલી હાથ ના આવતી ભગવાન ભલે ને સમાન હોય બધા માટે, એ તો મન થાય તેને જ ભજવતી ક્યારેક જાય મંદિરે તો ક્યારેક જાય દેરાસર, ને સાંઈબાબાને ગણપતિની લાગવગ લગાવતી તારાથી જ છે બધું અદભુત અમારી અરસપરસ,રહું હું વિચારતી, લાગણી, પ્રેમ ને ક્રોધ બધું સહેજતાથી તું સ્વિકારતી એક પ્રતિશત પણ બનું જો હું તારા જેવી, તો મળે મારા અર્જુન ને એનો સારથી

  મીતા સોમૈયા માતા કોકિલા રાવલ સાથે

  થોડું સમજતી ને ઘણું સમજાવતી, પોતે હસે ને બધાને ખુબ હસાવતી

  ભલે ભણી ના હોય એ ગ્રેજ્યુએશન ને ચોપડી, પણ સંસ્કારોના પાઠ અમને રોજ ભણાવતી

  પોતે સજે ને અમને સજાવતી, ચાંદલાના એક પેકેટ માટે આખું ભુલેશ્વર ફરાવતી

  પાકીટ માં રૂપિયા હોય ના હોય, પણ ભોઈવાડા થી પાછી કદી ખાલી હાથ ના આવતી

  ભગવાન ભલે ને સમાન હોય બધા માટે, એ તો મન થાય તેને જ ભજવતી

  ક્યારેક જાય મંદિરે તો ક્યારેક જાય દેરાસર, ને સાંઈબાબાને ગણપતિની લાગવગ લગાવતી

  તારાથી જ છે બધું અદભુત અમારી અરસપરસ,રહું હું વિચારતી, લાગણી, પ્રેમ ને ક્રોધ બધું સહેજતાથી તું સ્વિકારતી

  એક પ્રતિશત પણ બનું જો હું તારા જેવી, તો મળે મારા અર્જુન ને એનો સારથી

  9/29
 • સુધા જોષી માતા ભાનુ જાનિ સાથે મા તે મા બીજા બધા વનવગડાના વા, પરમાત્માએ માતાનું સર્જન કરીને સંતાનોને રક્ષાકવચ આપ્યું છે. મારા માટે મારી બા એટલે સૂર્ય સમાન તેજસ્વી અને ભોળી, કરૂણા અને પ્રેમની મુર્તિ, એમના ચરિત્ર વિશે લખવા બેસુ તો શબ્દોનો ભંડોળ ઓછો પડે. ત્યાગની પ્રતિમા મારી બાને આજના વીશેષ દીને હું શત શત નમન કરું છું અને તેમના સ્વસ્થ આરોગ્ય અને લાંબા જીવનની પ્રાર્થના કરું છું.

  સુધા જોષી માતા ભાનુ જાનિ સાથે

  મા તે મા બીજા બધા વનવગડાના વા, પરમાત્માએ માતાનું સર્જન કરીને સંતાનોને રક્ષાકવચ આપ્યું છે. મારા માટે મારી બા એટલે સૂર્ય સમાન તેજસ્વી અને ભોળી, કરૂણા અને પ્રેમની મુર્તિ, એમના ચરિત્ર વિશે લખવા બેસુ તો શબ્દોનો ભંડોળ ઓછો પડે. ત્યાગની પ્રતિમા મારી બાને આજના વીશેષ દીને હું શત શત નમન કરું છું અને તેમના સ્વસ્થ આરોગ્ય અને લાંબા જીવનની પ્રાર્થના કરું છું.

  10/29
 • કલ્પેશ જોષી માતા કમળાબેન જોષી સાથે મા ,ભગવાન ને તો મેં ક્યારેય જોયા નથી , પણ મને વિશ્વાસ છે કે  નક્કી  તારા જેવા  જ હશે. પણ ભગવાન અને તારા માં એક ફરક છે , ભગવાન દુઃખ અને સુખ બન્ને આપે છે જ્યારે તુ તો મારી ઝોળી ફક્ત સુખ સુખ અને સુખોથી  જ ભરી કાઢે છે...અને મારા પરના બધાજ દુઃખ તુ તારા પાલવમાં ઠાલવી દે છે.. આજે માતૃદિન છે એટલે યાદ નથી કરતો ,પણ રોજ રોજ તને યાદ કરું છું.

  કલ્પેશ જોષી માતા કમળાબેન જોષી સાથે

  મા ,ભગવાન ને તો મેં ક્યારેય જોયા નથી , પણ મને વિશ્વાસ છે કે  નક્કી  તારા જેવા  જ હશે. પણ ભગવાન અને તારા માં એક ફરક છે , ભગવાન દુઃખ અને સુખ બન્ને આપે છે જ્યારે તુ તો મારી ઝોળી ફક્ત સુખ સુખ અને સુખોથી  જ ભરી કાઢે છે...અને મારા પરના બધાજ દુઃખ તુ તારા પાલવમાં ઠાલવી દે છે..

  આજે માતૃદિન છે એટલે યાદ નથી કરતો ,પણ રોજ રોજ તને યાદ કરું છું.

  11/29
 • માનસી બદિયાણી માતા વંદના બદિયાણી સાથે નાસ્તાનો ડબ્બો ભરી આપવાથી માંડીને હાથમા રૂમાલ આપવા સુધી અને પડી જાવ ત્યારે માથા પર ચુંબન કરવાથી માંડીને ગ્રેજ્યુએટ થયા પર આંખમા હર્ષના આંસુ લાવવા સુધી જો કોઈ મરી સાથે હોય તો તે છે મરી માતા. તેણે મને આપેલા પ્રેમ અને સન્માન બદલ હું તેનો આભાર માનું છે. હેપી મધર્સ ડે મમ્મી. તું મારો પ્રેમ, તાકાત, ગર્વ અને સૌથી મહત્વનું મારું ઘર છે. માર અસ્તિત્વના અહેસાસ માટે તારો આભાર મા.

  માનસી બદિયાણી માતા વંદના બદિયાણી સાથે

  નાસ્તાનો ડબ્બો ભરી આપવાથી માંડીને હાથમા રૂમાલ આપવા સુધી અને પડી જાવ ત્યારે માથા પર ચુંબન કરવાથી માંડીને ગ્રેજ્યુએટ થયા પર આંખમા હર્ષના આંસુ લાવવા સુધી જો કોઈ મરી સાથે હોય તો તે છે મરી માતા. તેણે મને આપેલા પ્રેમ અને સન્માન બદલ હું તેનો આભાર માનું છે. હેપી મધર્સ ડે મમ્મી. તું મારો પ્રેમ, તાકાત, ગર્વ અને સૌથી મહત્વનું મારું ઘર છે. માર અસ્તિત્વના અહેસાસ માટે તારો આભાર મા.

  12/29
 • વિધિ જોષી માતા રમા જોષી સાથે હું આજે જે પણ છું એ મારી માતાના પ્રેમને લીધે છું. માતૃદિવસની ખુબ ખુબ શુભેચ્છા.

  વિધિ જોષી માતા રમા જોષી સાથે

  હું આજે જે પણ છું એ મારી માતાના પ્રેમને લીધે છું. માતૃદિવસની ખુબ ખુબ શુભેચ્છા.

  13/29
 • ફોરમ જોષી માતા છાયા જોષી સાથે હું મારી જાત પર ગર્વ કરી શકું એવી વ્યક્તિ બનાવવા માટે આભાર. ભલે હું તારી સાથે ગમે તેટલી ચર્ચાઓ કરીશ પણ મને ખબર છે કે અંતમા મરી સાથે તું એક મજબુત થાંભલાની જેમ ઊભી રહીશ. તારો નિસ્વાર્સ પ્રેમ હંમેશા મને પ્રેરણા આપે છે. જ્યારે મારું મનગમતું ભોજન બનાવ્યું હોત ત્યારે તું તારી થાળી મારી આગળ ધરીને કહે છે ને કે, બસ મારું પેટ ભરાઈ ગયુ. એ મારા હૃદયને હંમેશા સ્પર્શે છે. આ દુનિયામાં મારા માટે ઘર એ જ છે જ્યાં તુ છે મમ્મી. આઈ લવ યુ મુમ્મા. 

  ફોરમ જોષી માતા છાયા જોષી સાથે

  હું મારી જાત પર ગર્વ કરી શકું એવી વ્યક્તિ બનાવવા માટે આભાર. ભલે હું તારી સાથે ગમે તેટલી ચર્ચાઓ કરીશ પણ મને ખબર છે કે અંતમા મરી સાથે તું એક મજબુત થાંભલાની જેમ ઊભી રહીશ. તારો નિસ્વાર્સ પ્રેમ હંમેશા મને પ્રેરણા આપે છે. જ્યારે મારું મનગમતું ભોજન બનાવ્યું હોત ત્યારે તું તારી થાળી મારી આગળ ધરીને કહે છે ને કે, બસ મારું પેટ ભરાઈ ગયુ. એ મારા હૃદયને હંમેશા સ્પર્શે છે. આ દુનિયામાં મારા માટે ઘર એ જ છે જ્યાં તુ છે મમ્મી. આઈ લવ યુ મુમ્મા. 

  14/29
 • આશકા અશાની માતા બિંદુ અસાની સાથે આલિંગન પ્રોત્સાહન અને પ્રેમ બદલ તરો ખુબ ખુબ આભાર મા. સારા સમયમાં અમારી સાથે હસવા અને ખરાબ સમયમાં મારી સાથે વળગી રહેવા માટે તારો આભાર મા. તારા વગર હું શું કરી શકત? એક સારી વ્યક્તિ તરીકમે મારો ઉછેર કરવા બદલ આભાર. મારી તાકાત બનવા માટે તારો આભાર મા. તુ મારી સુપર વુમન છે. તારો ખુબ ખુબ આભાર મા.

  આશકા અશાની માતા બિંદુ અસાની સાથે

  આલિંગન પ્રોત્સાહન અને પ્રેમ બદલ તરો ખુબ ખુબ આભાર મા. સારા સમયમાં અમારી સાથે હસવા અને ખરાબ સમયમાં મારી સાથે વળગી રહેવા માટે તારો આભાર મા. તારા વગર હું શું કરી શકત? એક સારી વ્યક્તિ તરીકમે મારો ઉછેર કરવા બદલ આભાર. મારી તાકાત બનવા માટે તારો આભાર મા. તુ મારી સુપર વુમન છે. તારો ખુબ ખુબ આભાર મા.

  15/29
 • હિમાંશુ જાની માત વિલાસ જાની સાથે દોસ્તો મે આખ્ખી રાત જન્નત ની સવારી કરી...સવારે ઊઠીને જોયું તો મારું શિશ માં ના ખોળા માં હતું! હેપ્પી મધર્સ ડે મમ્મી....

  હિમાંશુ જાની માત વિલાસ જાની સાથે

  દોસ્તો મે આખ્ખી રાત જન્નત ની સવારી કરી...સવારે ઊઠીને જોયું તો મારું શિશ માં ના ખોળા માં હતું! હેપ્પી મધર્સ ડે મમ્મી....

  16/29
 • મિહિર શાહ માતા અંજુ શાહ સાથે હું તમને હંમેશા નથી કહેતો પણ હું તને બહુ પ્રેમ કરું છું મા. મારો તમારા પ્રત્યેનો પ્રેમ જ મારી તાકાત છે. કારણકે તું જ એક વ્યક્તિ છે મા જેને ખબર છે કે મારા હૃદયમાં શું છે. તારા જેવી માતા મળી એ માટે હું ભગવાનનો ખુબખુબ આભાર માનું છું.

  મિહિર શાહ માતા અંજુ શાહ સાથે

  હું તમને હંમેશા નથી કહેતો પણ હું તને બહુ પ્રેમ કરું છું મા. મારો તમારા પ્રત્યેનો પ્રેમ જ મારી તાકાત છે. કારણકે તું જ એક વ્યક્તિ છે મા જેને ખબર છે કે મારા હૃદયમાં શું છે. તારા જેવી માતા મળી એ માટે હું ભગવાનનો ખુબખુબ આભાર માનું છું.

  17/29
 • હિરલ પારેખ માતા ચંદ્રિકા પારેખ સાથે મારો આધાર સ્તંભ અને મારી બેસ્ટ ફ્રેન્ડ એટલે મારી માતા. દરેક વસ્તુઓ માટે તારો આભાર મમ્મી. થેન્કયુ. હેપી મધર્સ ડે. ભલે હું ગમે તેટલી મોટી થઈ જઈશ પણ તરા માટે નાની ઢીંગળી જ રહીશ. એટલે હું કહું છું કે, ઉંગલી પકડકે ફીર સે ચલના સીખા દે ના મા...

  હિરલ પારેખ માતા ચંદ્રિકા પારેખ સાથે

  મારો આધાર સ્તંભ અને મારી બેસ્ટ ફ્રેન્ડ એટલે મારી માતા. દરેક વસ્તુઓ માટે તારો આભાર મમ્મી. થેન્કયુ. હેપી મધર્સ ડે. ભલે હું ગમે તેટલી મોટી થઈ જઈશ પણ તરા માટે નાની ઢીંગળી જ રહીશ. એટલે હું કહું છું કે, ઉંગલી પકડકે ફીર સે ચલના સીખા દે ના મા...

  18/29
 • વિરાજ જોષી માતા શિતલ જોષી સાથે 'મા' આ શબ્દમાં બહુ તાકાત છે. હું દુખી હોવ કે મુશ્કેલીમાં હોવ સૌથી પહેલા તેનો હલ શોધી આપે છે મારી મા. મારી ડૉક્ટર, ટીચર, એન્જીનિઅર, કુક, ફ્રેન્ડ બધુ જ છે મારી મા. મારી મા એવી છે જે મારા સારા માટે મને ગુસ્સો કરે છે અને પછી પોતે જ રડી પડે છે. તે મને પ્રેરણા આપે છે, મારી મદદ કરે છે, મારી પડખે ઊભી રહે છે, હું મારી ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. પણ એટલું જ કહી શકું છું કે આઈ લવ યુ મા. તું મારું ર્સ્વસ્વ છે.

  વિરાજ જોષી માતા શિતલ જોષી સાથે

  'મા' આ શબ્દમાં બહુ તાકાત છે. હું દુખી હોવ કે મુશ્કેલીમાં હોવ સૌથી પહેલા તેનો હલ શોધી આપે છે મારી મા. મારી ડૉક્ટર, ટીચર, એન્જીનિઅર, કુક, ફ્રેન્ડ બધુ જ છે મારી મા. મારી મા એવી છે જે મારા સારા માટે મને ગુસ્સો કરે છે અને પછી પોતે જ રડી પડે છે. તે મને પ્રેરણા આપે છે, મારી મદદ કરે છે, મારી પડખે ઊભી રહે છે, હું મારી ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. પણ એટલું જ કહી શકું છું કે આઈ લવ યુ મા. તું મારું ર્સ્વસ્વ છે.

  19/29
 • નીલ શાહ માતા કુસુમ શાહ સાથે ઇષ્વર સુખ અને દુઃખ બંને આપે છે. જયારે માતાતો પોતાના બાળકને માતા અને પિતા એમ બન્નેનો પ્યાર અને સુખ જ આપે છે.. સોનાનો હાર બનાવવા માટે હાજરોનું સોનું જોઈએ...ઘર સજાવવા માટે હજારોનું સામાન જોઈએ... દરીયો બનાવવાં માટે હજારો પાણી ના ટીપા જોઈએ..પણ માં જ એકલી જ પર્યાપ્ત છે બાળકોની જિંદગી સ્વરઃ બનાવવા માટે.....અને અંત માં હું કહું છું કે I LOVE YOU FOREVER

  નીલ શાહ માતા કુસુમ શાહ સાથે

  ઇષ્વર સુખ અને દુઃખ બંને આપે છે. જયારે માતાતો પોતાના બાળકને માતા અને પિતા એમ બન્નેનો પ્યાર અને સુખ જ આપે છે.. સોનાનો હાર બનાવવા માટે હાજરોનું સોનું જોઈએ...ઘર સજાવવા માટે હજારોનું સામાન જોઈએ... દરીયો બનાવવાં માટે હજારો પાણી ના ટીપા જોઈએ..પણ માં જ એકલી જ પર્યાપ્ત છે બાળકોની જિંદગી સ્વરઃ બનાવવા માટે.....અને અંત માં હું કહું છું કે I LOVE YOU FOREVER

  20/29
 • નીલેશ શાહ માત રીટા શાહ સાથે આપણે સહુ જાણીએ છીએ કે દુનિયામાં સૌથી મોટી યોદ્ધા માતા છે. યોદ્ધા એટલા માટે કારણકે આ સંસારમા એના જેટલી તકલીફો ભાગ્યે જ કોઈ લેતુ હશે. એક મા જ છે જે દરેક વાત વગર કીધે સમજી જાય છે. જો આ લૉકડાઉનનું જ ઉદાહરણ લઈએ તો, આખા દેશ માટે આ વેકેશન છે પરંતુ મા માટે નહીં. એ તો સતત કાર્યરત છે જ. અને એટલે જ એ કોઈ યોદ્ધાથી ઓછી નથી. હેપી મધર્સ ડે ટુ માય યોદ્ધા.

  નીલેશ શાહ માત રીટા શાહ સાથે

  આપણે સહુ જાણીએ છીએ કે દુનિયામાં સૌથી મોટી યોદ્ધા માતા છે. યોદ્ધા એટલા માટે કારણકે આ સંસારમા એના જેટલી તકલીફો ભાગ્યે જ કોઈ લેતુ હશે. એક મા જ છે જે દરેક વાત વગર કીધે સમજી જાય છે. જો આ લૉકડાઉનનું જ ઉદાહરણ લઈએ તો, આખા દેશ માટે આ વેકેશન છે પરંતુ મા માટે નહીં. એ તો સતત કાર્યરત છે જ. અને એટલે જ એ કોઈ યોદ્ધાથી ઓછી નથી. હેપી મધર્સ ડે ટુ માય યોદ્ધા.

  21/29
 • દર્શન અને દીપ જોષી માતા નયના જોષી સાથે હેપ્પી મધર્સ ડે....આમ તો રોજ મધર્સ ડે છે અમરા માટે પણ આજના દિવસે ખાસ તારા પ્રેમ, સ્નેહ અને વાત્સલ્યને કોટી કોટી વંદન કરીએ છીએ.

  દર્શન અને દીપ જોષી માતા નયના જોષી સાથે

  હેપ્પી મધર્સ ડે....આમ તો રોજ મધર્સ ડે છે અમરા માટે પણ આજના દિવસે ખાસ તારા પ્રેમ, સ્નેહ અને વાત્સલ્યને કોટી કોટી વંદન કરીએ છીએ.

  22/29
 • દિવ્યતા જોષી અને ઉપાસના દલ માતા માતા ભાવના દલ સાથે મા, તુ જ જનની અને તુ જ છે પાલનહાર, સમર્પણ ને વાત્સલ્ય છે તારા શૃંગાર, અમારા અસ્તિત્વમાં પૂર્યા તે પ્રાણ, અમ જીવનમાં છે ભગવાનની જગ્યાએ તારુ સ્થાન.

  દિવ્યતા જોષી અને ઉપાસના દલ માતા માતા ભાવના દલ સાથે

  મા, તુ જ જનની અને તુ જ છે પાલનહાર,

  સમર્પણ ને વાત્સલ્ય છે તારા શૃંગાર,

  અમારા અસ્તિત્વમાં પૂર્યા તે પ્રાણ,

  અમ જીવનમાં છે ભગવાનની જગ્યાએ તારુ સ્થાન.

  23/29
 • ખુશબુ શાહ માતા રીટા શાહ સાથે માતા વગર હું અને મારું જીવન બન્ને અધુરા છે. તારા પ્રેમ અને આર્શીડાદ બદલ ખુબ ખુબ આભાર મમ્મી. તારા વગર જીવનની કલ્પના કરવી પણ અઘરી છે. તારી દીકરી થવાનું મને સૌભાગ્ય મળ્યું એ દુનિયાની સૌથી મોટી ખુશી છે. થેન્કયુ મમ્મી. આઈ લવ યુ.

  ખુશબુ શાહ માતા રીટા શાહ સાથે

  માતા વગર હું અને મારું જીવન બન્ને અધુરા છે. તારા પ્રેમ અને આર્શીડાદ બદલ ખુબ ખુબ આભાર મમ્મી. તારા વગર જીવનની કલ્પના કરવી પણ અઘરી છે. તારી દીકરી થવાનું મને સૌભાગ્ય મળ્યું એ દુનિયાની સૌથી મોટી ખુશી છે. થેન્કયુ મમ્મી. આઈ લવ યુ.

  24/29
 • રિષિતા જોષી અને જીનિતા બોચિયા માતા સેજલ બોચિયા સાથે હેપી મર્ધસ ડે મોમ... થેન્કયુ દરેક બાબત માટે. તારો ખોળો સુનિયાની સૌથી ઉત્તમ ખુરશી છે. લવ યુ મમ્મી.

  રિષિતા જોષી અને જીનિતા બોચિયા માતા સેજલ બોચિયા સાથે

  હેપી મર્ધસ ડે મોમ... થેન્કયુ દરેક બાબત માટે. તારો ખોળો સુનિયાની સૌથી ઉત્તમ ખુરશી છે. લવ યુ મમ્મી.

  25/29
 • વિમલ પરમાર માતા દક્ષા પરમાર સાથે દુનિયાની સૌથી કેરિંગ, લવિંગ અને સર્પોટિવ મમ્મીને હેપી મર્ધસ ડે. લોકો ભગવાનને શોધવા મંદિરમાં જાય છે. પરંતુ મારા ભગવાન તો મરી પાસે જ છે એ પણ તારા સ્વરૂપમાં મા.

  વિમલ પરમાર માતા દક્ષા પરમાર સાથે

  દુનિયાની સૌથી કેરિંગ, લવિંગ અને સર્પોટિવ મમ્મીને હેપી મર્ધસ ડે. લોકો ભગવાનને શોધવા મંદિરમાં જાય છે. પરંતુ મારા ભગવાન તો મરી પાસે જ છે એ પણ તારા સ્વરૂપમાં મા.

  26/29
 • રોમિત અને નમી માતા મિતા શાહ સાથે મારી મમ્મી જ અમારું ર્સ્વસ્વ. લવ યુ મમ્મી. હેપી મર્ધસ ડે

  રોમિત અને નમી માતા મિતા શાહ સાથે

  મારી મમ્મી જ અમારું ર્સ્વસ્વ. લવ યુ મમ્મી. હેપી મર્ધસ ડે

  27/29
 • જીનલ મેવાડા માતા રંજન મેવાડા સાથે માંગી પણ ન મળે એવી છે મારી માતા. તારી દીકરી હોવાનો મને ગર્વ છે, મમ્મી. હેપી મર્ધસ ડે. હું તને ખુબ પ્રેમ કરું છું.

  જીનલ મેવાડા માતા રંજન મેવાડા સાથે

  માંગી પણ ન મળે એવી છે મારી માતા. તારી દીકરી હોવાનો મને ગર્વ છે, મમ્મી. હેપી મર્ધસ ડે. હું તને ખુબ પ્રેમ કરું છું.

  28/29
 • યશવીર પરમાર માતા ભૂમિ પરમાર સાથે આઈ લવ યુ મોમ. હેપી મર્ધસ ડે.

  યશવીર પરમાર માતા ભૂમિ પરમાર સાથે

  આઈ લવ યુ મોમ. હેપી મર્ધસ ડે.

  29/29
 • loading...

ફોટોઝ વિશે

મા શબ્દ જ એવો છે કે જે બોલતાની સાથે જ મોંમાં મીઠાશ આવી જાય અને બધા જ દુખો દુર થઈ ગયા હોય તેવો અહેસાસ થાય છે. માતને પરમાત્માનું બિરુદ આપવામાં આવ્યું છે. દરેક વ્યક્તિના જીવનમાં માતાનું સ્થાન જ આગવુ હોય છે. માતા માટે પ્રેમ વ્યક્ત કરવા કોઈ વિશેષ દિવસની જરૂર નથી છતાંય હવાનો અનુભવ કરવા માટે જેમ પંખાની જરૂર પડે જ છે તેમ માતા માટે પ્રેમ વ્યક્ત કરવા માટે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે 'મધર્સ-ડે'ની ઉજવણી કરી છે. આ વર્ષે 'મધર્સ-ડે' નિમિત્તે ગુજરાતીમિડડે.કૉમના વાચકોએ મમ્મી સાથેની તેમની તસવીરો અને સંદેશા શેર કર્યા છે....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK