બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: May 13, 2019, 14:51 IST | Falguni Lakhani
 • CICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર સોમવારે બેંક લોનના મામલામાં પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થયા. આધિકારીક સૂત્રોના અનુસાર ચંદા કોચર EDના ખાન માર્કેટમાં આવેલા કાર્યાલયમાં નક્કી કરેલી સમય સવારના 11 વાગ્યા પહેલા પહોંચી ગયા. તસવીર સૌજન્યઃ ANI

  CICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર સોમવારે બેંક લોનના મામલામાં પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થયા. આધિકારીક સૂત્રોના અનુસાર ચંદા કોચર EDના ખાન માર્કેટમાં આવેલા કાર્યાલયમાં નક્કી કરેલી સમય સવારના 11 વાગ્યા પહેલા પહોંચી ગયા.

  તસવીર સૌજન્યઃ ANI

  1/10
 • લોકસભા ચૂંટણી 2019 તેના આખરી પડાવ પર છે. 19 મેના દિવસે સાતમાં ચરણમાં 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન થશે. છેલ્લા ચરણના ચૂંટણી પ્રચાર માટે ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે.વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના રતલામમાં જનસભાને સંબોધન કર્યું. તેમણે કહ્યું કોંગ્રેસ પર નિશાન સાધતા રહ્યું કે મહામિલાવટી કહી રહ્યા છે કે, 'થયું તો થયું'. પરંતુ હવે લોકો કહે છે કે  હવે બહુ થયું.

  લોકસભા ચૂંટણી 2019 તેના આખરી પડાવ પર છે. 19 મેના દિવસે સાતમાં ચરણમાં 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન થશે. છેલ્લા ચરણના ચૂંટણી પ્રચાર માટે ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે.વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના રતલામમાં જનસભાને સંબોધન કર્યું. તેમણે કહ્યું કોંગ્રેસ પર નિશાન સાધતા રહ્યું કે મહામિલાવટી કહી રહ્યા છે કે, 'થયું તો થયું'. પરંતુ હવે લોકો કહે છે કે  હવે બહુ થયું.

  2/10
 • પશ્ચિમ બંગાળમાં રાજનીતિ ચરમસીમા પર છે. અમિત શાહને બંગાળમાં રેલીની મંજૂરી ન મળી. ત્યારે અમિત શાહે નિવેદન આપ્યું કે, દીદી હું જય શ્રી રામ બોલું છું અને કોલકાતા પણ જાઈશ હિંમત હોય તો અરેસ્ટ કરાવે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે જયનગરમાં જનસભાને સંબોધન કરતા આ પડકાર આપ્યો.

  પશ્ચિમ બંગાળમાં રાજનીતિ ચરમસીમા પર છે. અમિત શાહને બંગાળમાં રેલીની મંજૂરી ન મળી. ત્યારે અમિત શાહે નિવેદન આપ્યું કે, દીદી હું જય શ્રી રામ બોલું છું અને કોલકાતા પણ જાઈશ હિંમત હોય તો અરેસ્ટ કરાવે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે જયનગરમાં જનસભાને સંબોધન કરતા આ પડકાર આપ્યો.

  3/10
 • 1984ના રમખાણોને લઈને સામ પિત્રોડાએ આપેલા નિવેદનને લઈને રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે પિત્રોડાને ફોન કરીને કહ્યું કે તમને શરમ આવવી જોઈએ, 84ના રમખાણોના નિવેદન પર માફી માંગો.

  1984ના રમખાણોને લઈને સામ પિત્રોડાએ આપેલા નિવેદનને લઈને રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે પિત્રોડાને ફોન કરીને કહ્યું કે તમને શરમ આવવી જોઈએ, 84ના રમખાણોના નિવેદન પર માફી માંગો.

  4/10
 • રમઝાનમાં મતદાનનો સમય બદલવાથી સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું કે આ વિશે ચૂંટણી પંચને તેઓ કોઈ નિર્દેશ ન આપી શકે.  આ પહેલા જ ચૂંટણી પંચ આ માંગને અવ્યવહારિક ગણાવીને ફગાવી ચુક્યું છે.

  રમઝાનમાં મતદાનનો સમય બદલવાથી સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું કે આ વિશે ચૂંટણી પંચને તેઓ કોઈ નિર્દેશ ન આપી શકે.  આ પહેલા જ ચૂંટણી પંચ આ માંગને અવ્યવહારિક ગણાવીને ફગાવી ચુક્યું છે.

  5/10
 • ગુજરાતમાં લગ્નનો વરઘોડો કાઢવાના લઈને શરૂ થયેલો સંઘર્સ રોકાવાનો નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં સામે આવેલો મામલો અરવલ્લીનો છે. અહીં રવિવારે અનુસૂચિત જાતિના યુવકના વરઘોડાને જ્યારે પાટીદાર સમાજે રોકી તો હિંસક ઝડપ થઈ ગઈ. જેમાં અનેક ગ્રામજનો અને પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા. મામલા પર કાબૂ મેળવવા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો.

  ગુજરાતમાં લગ્નનો વરઘોડો કાઢવાના લઈને શરૂ થયેલો સંઘર્સ રોકાવાનો નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં સામે આવેલો મામલો અરવલ્લીનો છે. અહીં રવિવારે અનુસૂચિત જાતિના યુવકના વરઘોડાને જ્યારે પાટીદાર સમાજે રોકી તો હિંસક ઝડપ થઈ ગઈ. જેમાં અનેક ગ્રામજનો અને પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા. મામલા પર કાબૂ મેળવવા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો.

  6/10
 • સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશને નક્કી કર્યું છે કે હવે પછી રસ્તા પર થૂંકનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. આ દંડ માટે પણ બે નિયમ રાખવામાં આવ્યા છે; સામાન્ય થૂંકનારા પાસેથી ૧૦૦ રૂપિયા અને પાન-ફાકી કે ગુટકા ખાઈને થૂંકનારા પાસેથી ૨૦૦ રૂપિયા વસૂલવામાં આવશે. રાજકોટ દેશનું પહેલું સિટી બનશે જ્યાં થૂંકવા પર કૉર્પોરેશન દંડ વસૂલતું હોય. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે ‘સ્વચ્છતા ઉપરાંત રોગચાળાના હેતુથી પણ આ નિયમ લાભદાયી પુરવાર થશે. જો ચુસ્ત રીતે નિયમનું પાલન થાય અને સહકાર મળે તો એક વર્ષમાં રાજકોટ દેશનું પ્રથમ નો-સ્પ્લિટ સિટી બનશે.’

  સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશને નક્કી કર્યું છે કે હવે પછી રસ્તા પર થૂંકનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. આ દંડ માટે પણ બે નિયમ રાખવામાં આવ્યા છે; સામાન્ય થૂંકનારા પાસેથી ૧૦૦ રૂપિયા અને પાન-ફાકી કે ગુટકા ખાઈને થૂંકનારા પાસેથી ૨૦૦ રૂપિયા વસૂલવામાં આવશે. રાજકોટ દેશનું પહેલું સિટી બનશે જ્યાં થૂંકવા પર કૉર્પોરેશન દંડ વસૂલતું હોય. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે ‘સ્વચ્છતા ઉપરાંત રોગચાળાના હેતુથી પણ આ નિયમ લાભદાયી પુરવાર થશે. જો ચુસ્ત રીતે નિયમનું પાલન થાય અને સહકાર મળે તો એક વર્ષમાં રાજકોટ દેશનું પ્રથમ નો-સ્પ્લિટ સિટી બનશે.’

  7/10
 • દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી હવે ઓનલાઈન બજારમાં પણ કમાલ કરવા માટે તૈયાર છે. બેંક ઑફ અમેરિકા મેરિલ લિંચના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિલાયંસ જિયોના ઑનલાઈન રિટેઈલ બજારમાં આવવાથી 2023 સુધીમાં દેશમાં ડિજિટલ કરિયાણા સ્ટોરની સંખ્યા વધીને 50 લાખ ઉપર થઈ જશે. હાલમાં આવા કરિયાણા સ્ટોર્સની સંખ્યા માત્ર 15, 000 જ છે.

  દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી હવે ઓનલાઈન બજારમાં પણ કમાલ કરવા માટે તૈયાર છે. બેંક ઑફ અમેરિકા મેરિલ લિંચના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિલાયંસ જિયોના ઑનલાઈન રિટેઈલ બજારમાં આવવાથી 2023 સુધીમાં દેશમાં ડિજિટલ કરિયાણા સ્ટોરની સંખ્યા વધીને 50 લાખ ઉપર થઈ જશે. હાલમાં આવા કરિયાણા સ્ટોર્સની સંખ્યા માત્ર 15, 000 જ છે.

  8/10
 • ઓપનિંગ વીકેન્ડમાં જ કરણ જોહરના સ્ટુડન્ટ્સ નબળા પડી ગયા છે. શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મે 12 કરોડ 6 લાખની ઓપનિંગ લીધી હતી. શનિવારે ફિલ્મની કમાણી 14 કરોડ 2 લાખ થઈ જ્યારે રવિવારે ફિલ્મે 12 કરોડ 75 લાખની કમાણી કરી. જેમાં હવે ઘટાડો થઈ રહ્યો છે.

  ઓપનિંગ વીકેન્ડમાં જ કરણ જોહરના સ્ટુડન્ટ્સ નબળા પડી ગયા છે. શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મે 12 કરોડ 6 લાખની ઓપનિંગ લીધી હતી. શનિવારે ફિલ્મની કમાણી 14 કરોડ 2 લાખ થઈ જ્યારે રવિવારે ફિલ્મે 12 કરોડ 75 લાખની કમાણી કરી. જેમાં હવે ઘટાડો થઈ રહ્યો છે.

  9/10
 • આખરે હિના ખાને નાના પડદાને અલવિદા કહી દીધું છે. કસૌટી ઝિંદગી કી ના શૂટિંગના છેલ્લા દિવસે હિના ખાન ભાવુક થઈ ગઈ હતી અને રડી પડી હતી. હિના ખાન બોલીવુડ પ્રોજેક્ટમાં કામ કરવા માટે નાના પડદાને અલવિદા કહી રહી છે.

  આખરે હિના ખાને નાના પડદાને અલવિદા કહી દીધું છે. કસૌટી ઝિંદગી કી ના શૂટિંગના છેલ્લા દિવસે હિના ખાન ભાવુક થઈ ગઈ હતી અને રડી પડી હતી. હિના ખાન બોલીવુડ પ્રોજેક્ટમાં કામ કરવા માટે નાના પડદાને અલવિદા કહી રહી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધીમાં શું બન્યું? જાણો તમામ મહત્વના સમાચાર અહીં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK