વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચારો એક સાથે

Published: Feb 19, 2019, 14:55 IST | Sheetal Patel
 • પુલવામા હુમલા મામલે આખરે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને નિવેદન આપ્યું છે. પોતાના નિવેદન દરમિયાન ઈમરાન ખાને આડકતરી રીતે યુદ્ધની ધમકી પણ આપી છે. તેમણે કહ્યું કે જો અમારા પર હુમલો થશે તો પાકિસ્તાન પણ જવાબ આપશે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે હિન્દુસ્તાનની સરકાર પુલવામા હુમલા મામલે કોઈ પણ પુરાવા વગર પાકિસ્તાન પર આરોપ લગાવી રહી છે. અમે એટલા માટે પહેલા જવાબ ન આપ્યો કારણ કે સાઉદી પ્રિન્સના પ્રવાસ પર અમારું ધ્યાન હતું. હવે જ્યારે ક્રાઉન પ્રિન્સ પાછા ફર્યા છે, ત્યારે હું જવાબ આપી રહ્યો છું.

  પુલવામા હુમલા મામલે આખરે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને નિવેદન આપ્યું છે. પોતાના નિવેદન દરમિયાન ઈમરાન ખાને આડકતરી રીતે યુદ્ધની ધમકી પણ આપી છે. તેમણે કહ્યું કે જો અમારા પર હુમલો થશે તો પાકિસ્તાન પણ જવાબ આપશે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે હિન્દુસ્તાનની સરકાર પુલવામા હુમલા મામલે કોઈ પણ પુરાવા વગર પાકિસ્તાન પર આરોપ લગાવી રહી છે. અમે એટલા માટે પહેલા જવાબ ન આપ્યો કારણ કે સાઉદી પ્રિન્સના પ્રવાસ પર અમારું ધ્યાન હતું. હવે જ્યારે ક્રાઉન પ્રિન્સ પાછા ફર્યા છે, ત્યારે હું જવાબ આપી રહ્યો છું.

  1/11
 • વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પહોંચ્યા છે. આજે અહીં તેમનો પ્રવાસ લગભગ 6 કલાકનો રહેશે. આ દરમિયાન તેઓ પોતાના સંસદીય ક્ષેત્રને 3300 કરોડની ભેટ આપશે.

  વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પહોંચ્યા છે. આજે અહીં તેમનો પ્રવાસ લગભગ 6 કલાકનો રહેશે. આ દરમિયાન તેઓ પોતાના સંસદીય ક્ષેત્રને 3300 કરોડની ભેટ આપશે.

  2/11
 • પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે નવજોતસિંહ સિદ્ધુ પર ટ્વિટ કરીને તેમની હાંસી ઉડાવી છે. તેમણે કહ્યું છે, સિદ્ધુજી, તમારા દોસ્ત ઇમરાન ભાઈને સમજાવો. તમને તેના કારણે ગાળો પડી રહી છે. ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા પછી પાકિસ્તાન પર આપવામાં આવેલા નિવેદનને કારણે સિદ્ધુની ઘણી ટીકાઓ થઈ રહી છે. આ ઉપરાંત એવી ખબરો આવી કે તેમના ટીવી શૉ કોમેડી નાઇટ્સ વિથ કપિલમાંથી પણ તેમને કાઢી મૂકવામાં આવ્યા છે. જોકે તેઓ એ વાતનો ઇન્કાર કરી રહ્યા છે અને તેની અધિકૃત પુષ્ટિ હજુ થઇ નથી.

  પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે નવજોતસિંહ સિદ્ધુ પર ટ્વિટ કરીને તેમની હાંસી ઉડાવી છે. તેમણે કહ્યું છે, સિદ્ધુજી, તમારા દોસ્ત ઇમરાન ભાઈને સમજાવો. તમને તેના કારણે ગાળો પડી રહી છે. ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા પછી પાકિસ્તાન પર આપવામાં આવેલા નિવેદનને કારણે સિદ્ધુની ઘણી ટીકાઓ થઈ રહી છે. આ ઉપરાંત એવી ખબરો આવી કે તેમના ટીવી શૉ કોમેડી નાઇટ્સ વિથ કપિલમાંથી પણ તેમને કાઢી મૂકવામાં આવ્યા છે. જોકે તેઓ એ વાતનો ઇન્કાર કરી રહ્યા છે અને તેની અધિકૃત પુષ્ટિ હજુ થઇ નથી.

  3/11
 • પ્રેસ કોન્ફરન્સ મારફતે સેનાએ ચેતવણી આપી છે. સેનાએ કહ્યું હતું કે, જે આતંકીઓની મદદ કરશે તેને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહી. આ સાથે તેમને સહકારનો આગ્રહ પણ રાખ્યો હતો. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. કાશ્મીરમાં ચાલી રહેલા ઓપરેશન અને સેના પર થતા પથ્થરમારા બાબતે સેનાએ જનતાને ચેતવણી આપી હતી.

  પ્રેસ કોન્ફરન્સ મારફતે સેનાએ ચેતવણી આપી છે. સેનાએ કહ્યું હતું કે, જે આતંકીઓની મદદ કરશે તેને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહી. આ સાથે તેમને સહકારનો આગ્રહ પણ રાખ્યો હતો. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. કાશ્મીરમાં ચાલી રહેલા ઓપરેશન અને સેના પર થતા પથ્થરમારા બાબતે સેનાએ જનતાને ચેતવણી આપી હતી.

  4/11
 • બેંગ્લુરૂમાં એર શૉ દરમિયાન અકસ્માત થવાના સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવે છે કે શૉ દરમિયાન વાયુસેનાના બે સૂર્યકિરણ એરક્રાફ્ટ એકબીજા સાથે અથડાયા. ટક્કર બાદ બંને વિમાનોમાં આગ લાગી ગઈ.

  બેંગ્લુરૂમાં એર શૉ દરમિયાન અકસ્માત થવાના સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવે છે કે શૉ દરમિયાન વાયુસેનાના બે સૂર્યકિરણ એરક્રાફ્ટ એકબીજા સાથે અથડાયા. ટક્કર બાદ બંને વિમાનોમાં આગ લાગી ગઈ.

  5/11
 • રાજસ્થનમાં દુલ્હનને લઈને નાચી રહેલા સરઘસ પર અચાનક ફરી વળી એક બેકાબૂ સ્પીડમાં આવેલી ટ્રક, જેના કારણે 13 લોકોનાં મોત થયાં જ્યારે 24 લોકો ઘાયલ થયા. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના છોટી સાદડી વિસ્તારમાં પ્રતાપગઢ-ચિતોડગઢ (દાહોદ-ચિતોડગઢ) હાઇવે પર 13થી વધુ લોકોના ટ્રક નીચે કચડાઈ જતા મોત થઈ ગયાં. અકસ્માત સોમવારે રાતે લગભગ સાડા નવ વાગે થયો.

  રાજસ્થનમાં દુલ્હનને લઈને નાચી રહેલા સરઘસ પર અચાનક ફરી વળી એક બેકાબૂ સ્પીડમાં આવેલી ટ્રક, જેના કારણે 13 લોકોનાં મોત થયાં જ્યારે 24 લોકો ઘાયલ થયા. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના છોટી સાદડી વિસ્તારમાં પ્રતાપગઢ-ચિતોડગઢ (દાહોદ-ચિતોડગઢ) હાઇવે પર 13થી વધુ લોકોના ટ્રક નીચે કચડાઈ જતા મોત થઈ ગયાં. અકસ્માત સોમવારે રાતે લગભગ સાડા નવ વાગે થયો.

  6/11
 • આજે નાણા મંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારનું વર્ષે 2019-29નું વચગાળાનું બજેટ રજૂ કર્યું. જેમાં ખેડૂતો અને માછીમારો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ખેડૂતોને ચોમાસા અને શિયાળામાં પુરું પાણી મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જળસંચય અભિયાન હાથ ધરવામાં આવશે.

  આજે નાણા મંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારનું વર્ષે 2019-29નું વચગાળાનું બજેટ રજૂ કર્યું. જેમાં ખેડૂતો અને માછીમારો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ખેડૂતોને ચોમાસા અને શિયાળામાં પુરું પાણી મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જળસંચય અભિયાન હાથ ધરવામાં આવશે.

  7/11
 • વડાપ્રધાન મોદીના સ્વપ્ન એવા અમદાવાદ મેટ્રો ટ્રેનને આગામી દિવસોમાં જાહેર જનતા માટે ખુલી મુકાશે. જેની જાહેરાત ગુજરાત રાજ્યના ઉપ મુખ્યમંત્રી અને નાણામંત્રી ગુજરાત વિધાનસભામાં બજેટ શત્ર દરમિયાન બજેટ પૂર્વે કરી હતી.  ચાર માર્ચથી અમદાવાદના લોકો મેટ્રો ટેનમાં સફર કરી શકશે. 

  વડાપ્રધાન મોદીના સ્વપ્ન એવા અમદાવાદ મેટ્રો ટ્રેનને આગામી દિવસોમાં જાહેર જનતા માટે ખુલી મુકાશે. જેની જાહેરાત ગુજરાત રાજ્યના ઉપ મુખ્યમંત્રી અને નાણામંત્રી ગુજરાત વિધાનસભામાં બજેટ શત્ર દરમિયાન બજેટ પૂર્વે કરી હતી.  ચાર માર્ચથી અમદાવાદના લોકો મેટ્રો ટેનમાં સફર કરી શકશે. 

  8/11
 • ગુજરાત વિધાનસભામાં બુલેટ ટ્રેન વિશે ઘણા પ્રશ્નો પૂછાયા તે સમયે બુલેટ ટ્રેન અંગે જીગ્નેશ મેવાણીએ ટોણો મારતાં કહ્યું કે ગુજરાતમાં એસ.ટીના ઠેકાણા નથી ને બુલેટ ટ્રેનમાં કોણ બેસવાનું છે. 

  ગુજરાત વિધાનસભામાં બુલેટ ટ્રેન વિશે ઘણા પ્રશ્નો પૂછાયા તે સમયે બુલેટ ટ્રેન અંગે જીગ્નેશ મેવાણીએ ટોણો મારતાં કહ્યું કે ગુજરાતમાં એસ.ટીના ઠેકાણા નથી ને બુલેટ ટ્રેનમાં કોણ બેસવાનું છે. 

  9/11
 • ઓસ્ટ્રેલિયા સામની સિરીઝ પહેલા ભારતીય ટીમના કેપ્ટન કૂલ ધોનીએ લૂક બદલ્યો છે. આ સીરીઝ પહેલા ધોની નવી હેરસ્ટાઈલમાં દેખાઈ રહ્યો છે. માહીને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્ટાઈલ આઈકોન તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ધોની આ બધાથી થોડો દૂર હતો. ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા ધોની તેના નવા અંદાજમાં આવી ગયો છે. આ લૂકને સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

  ઓસ્ટ્રેલિયા સામની સિરીઝ પહેલા ભારતીય ટીમના કેપ્ટન કૂલ ધોનીએ લૂક બદલ્યો છે. આ સીરીઝ પહેલા ધોની નવી હેરસ્ટાઈલમાં દેખાઈ રહ્યો છે. માહીને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્ટાઈલ આઈકોન તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ધોની આ બધાથી થોડો દૂર હતો. ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા ધોની તેના નવા અંદાજમાં આવી ગયો છે. આ લૂકને સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

  10/11
 • આઈપીએલ 2019 (IPL 2019)ના બે સપ્તાહના કાર્યક્રમનો શેડ્યૂલ આજે જાહેર થશે. આ નિર્ણય લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. શરૂઆતના બે સપ્તાહની તારીખ ચૂંટણીથી નહીં ટકરાય. આગળના કાર્યક્રમની તારીખ ચૂંટણીની તારીખ આવ્યા બાદ જાહેર થશે. 

  આઈપીએલ 2019 (IPL 2019)ના બે સપ્તાહના કાર્યક્રમનો શેડ્યૂલ આજે જાહેર થશે. આ નિર્ણય લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. શરૂઆતના બે સપ્તાહની તારીખ ચૂંટણીથી નહીં ટકરાય. આગળના કાર્યક્રમની તારીખ ચૂંટણીની તારીખ આવ્યા બાદ જાહેર થશે. 

  11/11
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK