આ ફીચર અંતર્ગત દિલ્હી-NCR, બૅન્ગલોર, મુંબઈ, ચંડીગઢ, જયપુર, અમદાવાદ અને લખનઉના લોકો ઑર્ડર શેડ્યુલ કરી શકશે.
ઝોમાટોએ નવું ફીચર લૉન્ચ કર્યું
ઑનલાઇન ફૂડ ડિલિવરી ઍપ ઝોમાટોએ નવું ફીચર લૉન્ચ કર્યું છે જેમાં તમે બે દિવસ પહેલાંથી શેડ્યુલ કરી શકશો. જેમ ૧૫ મિનિટમાં ફૂડ ડિલિવર થઈ જાય એ પણ મહત્ત્વનું છે એમ તમે ઍડ્વાન્સમાં કોઈ ખાસ ફંક્શન માટે પ્લાનિંગ કરી રહ્યા હો તો બે દિવસ પહેલાં જ એનું બુકિંગ કરી શકો છો. જેમ જીમેઇલમાં શેડ્યુલ ગોઠવીને કોઈ ઈમેઇલ ચોક્કસ સમયે જ ડિલિવર થાય છે એમ ઝોમાટો પર પણ તમે ચોક્કસ સમયે ડિલિવરી શેડ્યુલ કરાવી શકો છો. આ ફીચર અંતર્ગત દિલ્હી-NCR, બૅન્ગલોર, મુંબઈ, ચંડીગઢ, જયપુર, અમદાવાદ અને લખનઉના લોકો ઑર્ડર શેડ્યુલ કરી શકશે. અલબત્ત અત્યારે ૧૦૦૦ રૂપિયાથી વધુની કિંમતનો ઑર્ડર હોય તો જ ઍડ્વાન્સમાં શેડ્યુલ કરી શકાશે. ઝોમાટોએ બે વર્ષ પહેલાં ઇન્ટરસિટી લેજન્ડ્સ સર્વિસ લૉન્ચ કરી હતી અને પછી થોડા સમયમાં બંધ પણ કરી દીધી હતી.


