Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હરિદ્વારના કાવડમેળામાં ભીખ માગીને યુટ્યુબરે ૮ કલાકમાં ૪૦૦૦ રૂપિયા કમાઈ બતાવ્યા

હરિદ્વારના કાવડમેળામાં ભીખ માગીને યુટ્યુબરે ૮ કલાકમાં ૪૦૦૦ રૂપિયા કમાઈ બતાવ્યા

Published : 23 August, 2026 04:22 PM | IST | Haridwar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરિદ્વારના કાવડમેળામાં યુટ્યુબર પુરુષોત્તમ વસિષ્ઠ અને તેના મિત્રે ભિખારી બનીને પ્રયોગ કર્યો હતો. ૮ કલાકમાં તેમને ભીખમાંથી કુલ ૪૦૦૦ રૂપિયા મળ્યા હતા.

હરિદ્વારના કાવડમેળામાં ભીખ માગીને યુટ્યુબરે ૮ કલાકમાં ૪૦૦૦ રૂપિયા કમાઈ બતાવ્યા

હરિદ્વારના કાવડમેળામાં ભીખ માગીને યુટ્યુબરે ૮ કલાકમાં ૪૦૦૦ રૂપિયા કમાઈ બતાવ્યા


આજકાલ સોશ્યલ મીડિયા પર અનોખા પ્રયોગો કરવાનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. હરિદ્વારના પ્રખ્યાત કાવડમેળામાં યુટ્યુબર પુરુષોત્તમ વસિષ્ઠ અને તેના મિત્ર સચિને એક અજીબોગરીબ પ્રયોગ કર્યો હતો. તેઓ એ જાણવા માગતા હતા કે આટલા મોટા ધાર્મિક મહોત્સવમાં ભીખ માગીને એક વ્યક્તિ દિવસમાં કેટલા રૂપિયા કમાઈ શકે છે.
મિત્ર સચિને ભિખારીનો વેશ ધારણ કર્યો, 
ફાટેલાં-મેલાંઘેલાં કપડાં પહેર્યાં, મોં પર માટીનો લેપ લગાવ્યો અને લટકામાં હાથમાં કટોરો ઉપાડ્યો. એટલું જ નહીં, જમાના સાથે કદમ મિલાવવા માટે તેણે ગળામાં ડિજિટલ પેમેન્ટ માટે UPI QR કોડ પણ લટકાવી દીધો હતો. શરૂઆતમાં બન્નેને ધારણા હતી કે દિવસના ૧૦૦૦થી ૨૦૦૦ રૂપિયા મળશે. જોકે આ નવતર પ્રયોગનું પરિણામ તેમની ધારણાથી વિપરીત આવ્યું.
માત્ર ૮ કલાકમાં ભીખ પેટે તેમણે કુલ ૪૦૦૦ રૂપિયા ભેગા કરી લીધા હતા. ગણતરી માંડીએ તો ભીખનો આ દર પ્રતિ કલાકે ૫૦૦ રૂપિયા અને મહિને ૧.૨ લાખ રૂપિયાનો થાય. 
જોકે યુટ્યુબરે લોકોને સ્પષ્ટ કહ્યું છે કે ભીખ માગવાનું આ કામ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ થકવી દેનારું છે એટલે કોઈએ ભીખ માગવાને સરળ કમાણીનો રસ્તો ન સમજવો અને ઈમાનદારીથી મહેનત કરવી. 


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 04:22 PM IST | Haridwar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK