આઇસક્રીમ ખાઈને રીંછ પાછલા બે પગે ઊભો થઈને ગેલમાં આવી ગયો હતો.
યોગી આદિત્યનાથ
ગઈ કાલે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગોરખપુરના પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી હતી. તેમણે ઝૂમાં કેટલાં પ્રાણીઓ છે અને તેમની સ્થિતિ શું છે એ જાતે જઈને તપાસ્યું હતું. બે એશિયાટિક સિંહોને મળ્યા હતા અને રાયનોસૉર્સને પોતાના હાથે ખવડાવ્યું હતું. ગરમી ખૂબ વધારે છે એટલે રીંછભાઈને યોગીજીએ પોતાના હાથે આઇસક્રીમ ખવડાવ્યો હતો. આઇસક્રીમ ખાઈને રીંછ પાછલા બે પગે ઊભો થઈને ગેલમાં આવી ગયો હતો.

