કંપનીએ તરત જ બર્ગરનું રીફન્ડ ટિફનીને મોકલી આપ્યું હતું.
અજબ ગજબ
બર્ગર મગાવ્યું તો સાથે કેચપને બદલે લોહી મળ્યું
ન્યુ યૉર્કમાં રહેતી ટિફની ફ્લૉઇડ નામની મહિલાએ પોતાની દીકરી માટે બર્ગર કિંગમાંથી બર્ગર ઑર્ડર કર્યું હતું. પાર્સલ આવ્યું એટલે દીકરી તરત જ એના પર તૂટી પડી. જોકે પાર્સલ ખોલતાં તેણે કહ્યું, ‘મમ્મા, આમાંથી ટમેટો કેચપ નથી જોઈતો.’ મહિલાને થયું બર્ગરમાં કેચપ લગાવેલો થોડો હોય? તેણે દીકરી પાસે આવીને બર્ગર જોયું તો સ્તબ્ધ થઈ ગઈ. એ કેચપ નહીં, કોઈકનું લોહી હતું. દીકરી માટે ‘હૅપી મીલ’ મગાવ્યું હતું જેમાં ફ્રાઇઝ અને એક રમકડું પણ હતું. જોકે સૉસને બદલે લોહી કઈ રીતે આવ્યું? તેણે તરત કંપનીને ફોન કર્યો તો જવાબ મળ્યો કે કદાચ સર્વ કરનાર કર્મચારીના હાથમાં વાગ્યું હશે એટલે લોહી ફેલાયું હશે. કંપનીએ તરત જ બર્ગરનું રીફન્ડ ટિફનીને મોકલી આપ્યું હતું.