આંધ્ર પ્રદેશના વેસ્ટ ગોદાવરી જિલ્લામાં એક મહિલાને થાંભલા સાથે બાંધીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ અપરિણીત મહિલા સાથે તેના સહકાર્યકર ડોંગા સુબ્બારાવને અફેર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
મહિલાને થાંભલા સાથે બાંધીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો
આંધ્ર પ્રદેશના વેસ્ટ ગોદાવરી જિલ્લામાં એક મહિલાને થાંભલા સાથે બાંધીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ અપરિણીત મહિલા સાથે તેના સહકાર્યકર ડોંગા સુબ્બારાવને અફેર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બુધવારે સુબ્બારાવની પત્નીએ તેના પરિવાર સાથે મળીને આ મહિલાને તેના ઘરમાંથી ખેંચી કાઢીને ગામની વચ્ચે એક થાંભલા સાથે બાંધી દીધી હતી અને જાહેરમાં તેની મારઝૂડ કરી હતી. મહિલાએ મદદ માટે બૂમો પાડવા છતાં પોલીસ આવી ત્યાં સુધી આ હુમલો ચાલુ રહ્યો હતો. પોલીસે મહિલાને બચાવીને તેને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરી હતી. હુમલામાં સામેલ ઘણી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે.


