આ મહિલાએ વાત સ્પષ્ટ કરીને લખ્યું કે આ મારા પિતાનો જૂનો નંબર છે અને તેઓ ૨૦૨૦માં મૃત્યુ પામ્યા હતા.
મેસેજ દ્વારા થયેલ સંવાદની તસવીર
પોતાના મૃત્યુ પામેલા પિતાના નંબર પર ટેક્સ્ટ મેસેજ મોકલનાર એક મહિલાને સુખદ અનુભવ થયો હતો. માતાપિતાની ખોટ કોઈ પૂરી શકતું નથી અને તેમના નિધનથી જીવન વસમું બની જાય છે. એક મહિલાએ ૨૦૨૦ના વર્ષમાં પિતાનું છત્ર ગુમાવ્યું હતું. તેણે પિતાના જૂના નંબર પર મેસેજ મોકલ્યો હતો અને તેને અણધાર્યો જવાબ મળ્યો હતો. આ મહિલાને તરત જ ખ્યાલ આવ્યો કે તેના પિતાનો નંબર અન્ય વ્યક્તિને ફાળવાયો હશે. આ મહિલાએ વાત સ્પષ્ટ કરીને લખ્યું કે આ મારા પિતાનો જૂનો નંબર છે અને તેઓ ૨૦૨૦માં મૃત્યુ પામ્યા હતા. સામેની વ્યક્તિએ પોતાની બિલાડીનો ફોટો શૅર કરવાની ઑફર કરી. તમને મારી બિલાડીનો ફોટો જોવામાં રસ છે. મહિલાએ હા પાડતાં સામેની વ્યક્તિએ બ્લૅક કૅટનો ફોટો મોકલ્યો હતો. મહિલાએ રેડિટ પર પોતાની આ વાત મૂકી હતી અને એને ૫૨,૦૦૦ લાઇક મળી હતી.

