દહેજ અને ઘરેલુ હિંસાને લગતા કાયદાઓનો સ્ત્રીઓ દ્વારા મિસયુઝ થઈ રહ્યો છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે કર્ણાટક હાઈ કોર્ટમાં એક અજીબોગરીબ કેસ આવ્યો છે. એક પત્નીએ પતિ પર આરોપ મૂક્યો છે કે તેનો પતિ તેના કરતાં પાળેલી બિલાડીને વધુ પ્રાયોરિટી આપે છે.
પ્રતીકાત્મક તસવીર
દહેજ અને ઘરેલુ હિંસાને લગતા કાયદાઓનો સ્ત્રીઓ દ્વારા મિસયુઝ થઈ રહ્યો છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે કર્ણાટક હાઈ કોર્ટમાં એક અજીબોગરીબ કેસ આવ્યો છે. એક પત્નીએ પતિ પર આરોપ મૂક્યો છે કે તેનો પતિ તેના કરતાં પાળેલી બિલાડીને વધુ પ્રાયોરિટી આપે છે. બૅન્ગલોરના એક કપલનો આ કેસ કર્ણાટક હાઈ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસની શરૂઆતમાં તો પત્નીએ દહેજ અને ઘરેલુ હિંસાની ફરિયાદ અંતર્ગત જ પતિ વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો હતો. આ કેસ દરમ્યાન પત્નીએ દલીલ કરી હતી કે પતિનો તેના કરતાં પાળેલી બિલાડી સાથે વધુ પ્રેમભર્યો બૉન્ડ છે અને એને લઈને તેમની વચ્ચે બહુ દલીલો થાય છે. આવું થાય ત્યારે બિલાડી તેને નખોરિયાં પણ ભરે છે. એ તો ભલું થજો કે કેસની દલીલો આગળ ચાલતાં જજને સમજાઈ ગયું કે બિલાડીને કારણે વાઇફને પૂરતું મહત્ત્વ મળતું હોવાનું ફીલ ન થતું હોવાથી યુગલ વચ્ચે ફાઇટ છે, બાકી પતિએ હકીકતમાં કોઈ ઘરેલુ હિંસા કરી નથી.


