ઇન્સ્ટાગ્રામ પર હાલમાં એક વેડિંગ ઇન્વિટેશન ભારે વાઇરલ થયું છે, કારણ કે એ ખાઈ શકાય એવું છે. એક ડિજિટલ ક્રીએટરે આ વેડિંગ ઇન્વિટેશનનો એક વિડિયો શૅર કર્યો છે. એ વિડિયોની શરૂઆતમાં તે કહે છે, ‘મારાં લગ્નના આમંત્રણને ખાઈ શકો છો.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
ઇન્સ્ટાગ્રામ પર હાલમાં એક વેડિંગ ઇન્વિટેશન ભારે વાઇરલ થયું છે, કારણ કે એ ખાઈ શકાય એવું છે. એક ડિજિટલ ક્રીએટરે આ વેડિંગ ઇન્વિટેશનનો એક વિડિયો શૅર કર્યો છે. એ વિડિયોની શરૂઆતમાં તે કહે છે, ‘મારાં લગ્નના આમંત્રણને ખાઈ શકો છો.’ વર અને કન્યાના નામના પહેલા અક્ષરોને જોડીને તૈયાર કરવામાં આવેલા એક લોગોને બ્રેડ પર અંકિત કરવામાં આવ્યો છે. બ્રેડને પાતળા કાર્ડબોર્ડ-હોલ્ડરની અંદર પ્લાસ્ટિકની થેલીમાં રાખવામાં આવી છે, લગ્નની તારીખ અને કપલનું નામ લખવામાં આવ્યું છે. એની સાથે એક ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ આપવામાં આવ્યો છે જેમાં વધુ વિગતો આપવામાં આવી છે.

