આ અભિયાન માટે વૈજ્ઞાનિકોએ અન્ડરવૉટર રોબોનો ઉપયોગ કર્યો હતો, જે ૪૫૦૦ મીટર ઊંડે ઊતરવાની ક્ષમતા ધરાવે છે.
Offbeat
માછલીની તસવીર
વૈજ્ઞાનિકોએ ચિલીના કોસ્ટ નજીક સી માઉન્ટન્સ પર રહેતી ૧૦૦થી વધુ નવી પ્રજાતિઓ શોધી કાઢી છે. શ્મિટ ઓશન ઇન્સ્ટિટ્યૂટના આ અભિયાનથી સમુદ્રના ઊંડાણમાં કોરલ, ગ્લાસ સ્પન્જિસ, સી અર્ચિન્સ, એમ્ફીપૉડ્સ, સ્ક્વૉટ લૉબ્સ્ટર અને અન્ય પ્રજાતિઓ મળી છે જે વિજ્ઞાન માટે કદાચ નવી છે. એમાં એક માછલી ચાલતી પણ જોવા મળી છે. વૈજ્ઞાનિકોની ટીમે ચિલીની અંદર અને બહારની હદમાં નાઝકા અને સાલસ વાય ગોમેઝ રિજના સી માઉન્ટન્સને એક્સ્પલોર કર્યા હતા અને ઊંડા સમુદ્રમાં એક લાલ રંગની ફિશ જોવા મળી હતી જેને ફિનની આગળ બે નાના પગ જેવું હતું અને ખડક પર એ ચાલતી જોવા મળી હતી.
ADVERTISEMENT
સાલાસ વાય ગોમેઝ રિજ એ ૨૯૦૦ કિલોમીટર લાંબો અન્ડરવૉટર માઉન્ટન છે જેમાં ૨૦૦થી વધુ સી માઉન્ટન્સનો સમાવેશ થાય છે. તે ઑફશૉર ચિલીથી રાપા નુઈ સુધીનો વિસ્તાર કવર કરે છે, જેને ઇસ્ટર આઇલૅન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત, વૈજ્ઞાનિકોએ ચિલીના બે દરિયાઈ સંરક્ષિત વિસ્તારોની પણ શોધ કરી હતી. આ અભિયાન માટે વૈજ્ઞાનિકોએ અન્ડરવૉટર રોબોનો ઉપયોગ કર્યો હતો, જે ૪૫૦૦ મીટર ઊંડે ઊતરવાની ક્ષમતા ધરાવે છે.