Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પોલૅન્ડમાં સોલર ફૅક્ટરીમાં ૧૦૦ ઘેટાંને નોકરીએ રાખવામાં આવ્યાં

પોલૅન્ડમાં સોલર ફૅક્ટરીમાં ૧૦૦ ઘેટાંને નોકરીએ રાખવામાં આવ્યાં

Published : 11 July, 2026 12:51 PM | IST | Warsaw
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખુલ્લામાં બનેલા આ પ્લાન્ટને મેઇન્ટેન કરવા માટે પહેલાં અનેક મશીનો વપરાતાં હતાં, પણ હવે એ મશીનોની જગ્યાએ ૧૦૦ ઘેટાંને નોકરી આપવામાં આવી છે

આ ઘેટાંઓનું કામ છે પ્લાન્ટના મેદાનમાં ઊગી નીકળતું ઘાસ ખાવાનું

અજબ ગજબ

આ ઘેટાંઓનું કામ છે પ્લાન્ટના મેદાનમાં ઊગી નીકળતું ઘાસ ખાવાનું


પોલૅન્ડના એક સોલર પાવરના પ્લાન્ટમાં ૩૧,૦૦૦થી વધુ સોલર પૅનલ્સ લાગેલી છે. ખુલ્લામાં બનેલા આ પ્લાન્ટને મેઇન્ટેન કરવા માટે પહેલાં અનેક મશીનો વપરાતાં હતાં, પણ હવે એ મશીનોની જગ્યાએ ૧૦૦ ઘેટાંને નોકરી આપવામાં આવી છે. આ ઘેટાંઓનું કામ છે પ્લાન્ટના મેદાનમાં ઊગી નીકળતું ઘાસ ખાવાનું. લાઇનબંધ લાગેલી સોલર પૅનલ્સની નીચે મેદાન હોવાથી અહીં ઘાસ ઊગી નીકળે છે. જો એને કાપવામાં ન આવે તો બેફામ ઘાસ ઊગી જાય અને અંદર જીવજંતુઓનો ફેલાવો વધી જાય. ઘાસ કાપવા માટે ઓછી હાઇટવાળાં મશીનો અને માણસોએ લગાતાર ખૂબ કામ કરવું પડે અને એનો ખર્ચ પણ સારોએવો થાય. એના બદલે કંપનીએ પૅનલના શેડમાં જ ૧૦૦ ઘેટાંઓને રાખી દીધાં છે. આ ઘેટાં ઘાસ ખાઈને એ ભાગને ચોખ્ખો પણ રાખે છે અને ઘેટાંઓને પોષણ સાથે મજાનો છાંયો મળી રહે છે. આ નૅચરલ અને સસ્ટેનેબલ ઑપ્શન છે. 


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2026 12:51 PM IST | Warsaw | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK