માજા કુઝિન્સ્કા અગાઉ જિમ્નૅસ્ટ રહી ચૂકી છે. તેણે માત્ર ૧૦ વર્ષની ઉંમરે સ્કાય-ડાઇવિંગનો અનુભવ લીધો હતો અને ત્યારથી તે આ તરફ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.’
માજા કુઝિન્સ્કા
સ્કાય-ડાઇવિંગનો અનુભવ ઘણો રોમાંચક હોય છે, પણ માજા કુઝિન્સ્કા નામની એક સ્કાય-ડાઇવરને રોમાંચક સ્કાય-ડાઇવિંગનો અનુભવ ઘણો સારો રહ્યો છે. આ સ્કાય-ડાઇવર નીડર છે અને માત્ર ૨૩ વર્ષની ઉંમરે તેણે ઇન્ડોર સ્કાય-ડાઇવિંગમાં જુનિયર ફ્રીસ્ટાઇલ વર્લ્ડ ચૅમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો છે. ત્યારે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા વિડિયોમાં માજા કુઝિન્સ્કા નામની આ સ્કાય-ડાઇવર શ્વાસ થંભાવતા સ્ટન્ટ કરતી જોવા મળે છે. તે એ દરમ્યાન ઉપર તરફ ચાલતી અને ઊંધી કૂદતી જોવા મળે છે. આ વિડિયોને અત્યાર સુધી લાખો વ્યુઝ મળ્યા છે અને સાથે એવી કૅપ્શન લખવામાં આવી છે, ‘સ્કાય વૉકિંગ, અમૅઝિંગ. માજા કુઝિન્સ્કા અગાઉ જિમ્નૅસ્ટ રહી ચૂકી છે. તેણે માત્ર ૧૦ વર્ષની ઉંમરે સ્કાય-ડાઇવિંગનો અનુભવ લીધો હતો અને ત્યારથી તે આ તરફ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.’
