Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ જુગાડુ કાકાએ તો સાઇકલ પાસેથી JCBનું કામ લીધું

આ જુગાડુ કાકાએ તો સાઇકલ પાસેથી JCBનું કામ લીધું

Published : 25 June, 2026 10:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઇકલના હૅન્ડલ પર લગાવેલો ટચૂકડો JCBનો હાથો સ્ટીઅરિંગ પાસે લગાવેલા નૉબ થકી આગળ-પાછળ, ઉપર-નીચે નૅવિગેટ કરી શકાય છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ભારતમાં જેટલા જુગાડનો આવિષ્કાર થાય છે એ અચંબિત કરી દેનારા હોય છે. મજૂરી કરતા લોકોનું કામ સરળ થઈ જાય એવું ટચૂકડું JCB બની ગયું છે. મોટા ભાગે અર્થમૂવર્સ જાયન્ટ ખાડાઓ પાડવા, મોટાં વૃક્ષો ખસેડવા કે જાયન્ટ કાટમાળને ટ્રાન્સફર કરવા માટે વપરાય છે. જોકે એક વડીલ કાકાએ બનાવેલું JCB એક પાવડા કરતાં થોડુંક મોટું છે. આ મશીન મજૂરોની મહેનત ઘટાડી દે એવું છે. સાઇકલના હૅન્ડલ પર લગાવેલો ટચૂકડો JCBનો હાથો સ્ટીઅરિંગ પાસે લગાવેલા નૉબ થકી આગળ-પાછળ, ઉપર-નીચે નૅવિગેટ કરી શકાય છે. આ કાકા એક જગ્યાએથી આ મશીનથી માટી ઉપાડે છે અને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે છે. એમાં કોઈ ફ્યુઅલની જરૂર નથી પડતી. માત્ર હાથનું જોર લગાવીને એ કામ થાય છે. આટલી જ માટી જો મજૂરે તગારામાં લઈને હટાવવાની હોય તો તેના શરીરને પણ વધુ કષ્ટ પડે છે. એના બદલે આ જુગાડથી કામ પણ સારી રીતે થાય છે અને મજૂરની એનર્જી પણ બચે છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK