સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક પિતા બેશરમીથી સ્વીકારે છે કે તેણે તેની ત્રણ દિવસની દીકરીના નિકાહ કરી નાખ્યા હતા. વાત ત્યાં જ નથી અટકતી.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
ભારતમાં છોકરીઓની હાલત છે. બાળલગ્નની પ્રથા મુસ્લિમ દેશોમાં પણ એટલી જ પ્રવર્તે છે અને ત્યાં તો બાળકીને લગ્નસંબંધમાં ધકેલતાં પહેલાં તે પુખ્ત થાય એની પણ રાહ નથી જોવાતી. સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક પિતા બેશરમીથી સ્વીકારે છે કે તેણે તેની ત્રણ દિવસની દીકરીના નિકાહ કરી નાખ્યા હતા. વાત ત્યાં જ નથી અટકતી. તેનું કહેવું છે કે તેની દીકરી જ્યારે ૬ વર્ષની થઈ ત્યારે મેં તેને તેના શૌહરના હવાલે કરી દીધી હતી. તેનો પતિ પુખ્ત વયનો હતો, જ્યારે દીકરી ૬ વર્ષની અણસમજુ બાળા હતી. વિડિયોમાં એક પત્રકાર આ પિતાને પૂછે છે કે જો તેની દીકરીને ભણવું હોય અને નિકાહ મંજૂર ન હોય તો શું થશે? ત્યારે પિતા બિન્દાસ કહે છે, ‘એવું કરી જ શકે. એવું કરશે તો અમે પહેલાં તેને સમજાવીશું, વારંવાર સમજાવીશું કે આ જ તારો પતિ છે અને જો એ પછી પણ નહીં માને તો તેને તેનો (ઉપર આંગળી કરીને) રસ્તો બતાવવો પડશે. અમારા માટે તેને ઉપર પહોંચાડવી એટલે ચકલીને મસળવા જેવું કામ છે.’

