ઇન્ડિગો ઍરલાઇન્સની એક ફ્લાઇટમાં બનેલી વિચિત્ર ઘટનાનો વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ ફ્લાઇટમાં ફરીને બધાને એક ફ્લાસ્કમાંથી પેપરકપમાં ચા આપી રહ્યો છે.
એક માણસ ફ્લાઇટમાં ફરીને બધાને એક ફ્લાસ્કમાંથી પેપરકપમાં ચા આપી રહ્યો છે.
ઇન્ડિગો ઍરલાઇન્સની એક ફ્લાઇટમાં બનેલી વિચિત્ર ઘટનાનો વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ ફ્લાઇટમાં ફરીને બધાને એક ફ્લાસ્કમાંથી પેપરકપમાં ચા આપી રહ્યો છે. ફ્લાઇટમાં આ ચાવાળાને જોઈને ઇન્ટરનેટ પર સવાલ એ પુછાઈ રહ્યો છે કે આ માણસને પ્લેનમાં ચા લઈ જવાની પરવાનગી કઈ રીતે મળી ગઈ. પ્લેનમાં ૨૦૦ મિલિલીટર પાણી નથી લઈ જવા દેતા અને આ માણસ એક લીટર ચા લઈને કેવી રીતે પહોંચી ગયો એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે.


