દોઢ વર્ષની એક ટબૂકડીને ફોટો પડાવવાનો જબરો શોખ છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
આધાર કાર્ડ પરનો ફોટો જોઈને ભલભલી રૂપસુંદરીઓનો પોતાના સૌંદર્ય માટેનો નશો ઊતરી જાય છે. દોઢ વર્ષની એક ટબૂકડીને ફોટો પડાવવાનો જબરો શોખ છે. જેવું તેને ખબર પડે કે કોઈ કૅમેરા ખોલીને તસવીર ખેંચી રહ્યું છે એટલે તે નિર્દોષ સ્માઇલ સાથે કૅમેરાની આગળ જાતજાતના પોઝ આપે છે. જોકે એક આધાર કેન્દ્ર પર પણ ગુનગુન તેની સ્ટાઇલ મુજબ પોઝ આપતી હોય એવો વિડિયો તેના પેરન્ટ્સે લઈને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. આ કન્યાના નિર્મળ હાસ્યએ સોશ્યલ મીડિયા પર ૧૯ મિલ્યન લોકોનાં દિલ જીતી લીધાં છે.

