એક યુઝરે લખ્યું છે, ‘જેઓ પ્રાણીઓને પ્રેમ કરે છે તેઓ મહાન હોય છે.’
અજબ ગજબ
વાઇરલ વિડિયોની તસવીર
ઉનાળાની બળબળતી ગરમીમાં ભરપૂર માત્રામાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે ત્યારે આપણે તો એનું અનુકરણ કરી લઈએ છીએ, પણ મૂક પશુ-પક્ષી અને પ્રાણીઓનું શું? જોકે કેટલાક સેવાભાવી લોકો છે જેઓ તેમનો વિચાર કરે છે અને એમાંના એક સેવાભાવી યુવકે લાખો લોકોનાં દિલ જીતી લીધાં છે. આ યુવક રસ્તા પર ધોમધખતા તાપમાં તરસ્યા હાથીને પાણી પીવડાવી રહ્યો છે. તે ટેમ્પોમાંથી કૂદીને સીધો પાણીનો કેરબો લઈને હાથી પાસે પહોંચી જાય છે અને એની સૂંઢમાં પાણી રેડે છે. તરસ્યો હાથી પાણી પીએ છે અને ફરી વધુ પાણી માગતાં પોતાની સૂંઢ લંબાવે છે. આ વિડિયો શૅર કરનાર વ્યક્તિએ યુવકની પ્રશંસા કરી હતી. પોસ્ટ પર એક યુઝરે કમેન્ટ કરીને જણાવ્યું કે ‘આ વિડિયો ઇન્દોરનો છે અને આ હાથીનું નામ રામ છે. તેણે પણ હાથીને ઘણી વાર ખાવાનું અને મહાવતને પૈસા આપ્યા છે.’ એક યુઝરે લખ્યું છે, ‘જેઓ પ્રાણીઓને પ્રેમ કરે છે તેઓ મહાન હોય છે.’