મગર આ વિડિયોમાં ડ્રોનની પાછળ જતો હોય છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
છેલ્લાં કેટલાંક વર્ષોથી ડ્રોનનો ઉપયોગ વધ્યો છે. ઘણા ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફરો પ્રકૃતિની સુંદરતાને ઝડપવા અને હવાઈ દૃશ્યો માટે ડ્રોનનો ઉપયોગ કરે છે. જોકે આવાં પ્રાણીઓની વધુ નજીક જવું ક્યારેક ખર્ચાળ પણ નીકળી શકે છે. એક ડ્રોન એક મગરનો વિડિયો ઉતારી રહ્યું હતું ત્યારે મગરે ડ્રોનને પાણીમાંથી કૂદકો મારીને પકડી લીધું હતું. મગર આ વિડિયોમાં ડ્રોનની પાછળ જતો હોય છે. વળી ડ્રોન પણ આ પ્રાણીની નજીક ઊડે છે. મગર પાણીમાંથી હવામાં કૂદકો મારે છે અને ડ્રોનને મોઢામાં પકડીને એનો ખુડદો બોલાવી દે છે. એક વ્યક્તિએ કમેન્ટ કરતાં કહ્યું હતું કે ડ્રોનના ઑપરેટર આ નુકસાનમાંથી કંઈક શીખ્યા હશે.


