તમારે જેટલા વાગ્યે ઊઠવું હોય એટલા વાગ્યાનો અલાર્મ હોટેલના રિસેપ્શન પર લખાવી દેવાનો અને એટલા વાગ્યે તમારા રૂમની બહાર રેડ પાન્ડા આવી જાય
હોટેલ રેડ પાન્ડાને વેક-અપ કૉલ-સર્વિસ માટે રૂમમાં મોકલે છે
ચીનના ચૉન્ગકિંગ શહેરમાં લિઆંગજિઆંગ હૉલિડે હોટેલમાં રેડ પાન્ડા થીમની હૉલિડેઝ ગાળવાની સુવિધા આપવામાં આવતી હતી. બ્લૅક ઍન્ડ વાઇટ પાન્ડા જાયન્ટ સાઇઝના હોય છે; જ્યારે રેડ પાન્ડા ક્યુટ, ફરવાળા અને સૉફ્ટ-હાર્ટેડ હોય છે. આ હોટેલ રેડ પાન્ડાને વેક-અપ કૉલ-સર્વિસ માટે રૂમમાં મોકલે છે. તમારે જેટલા વાગ્યે ઊઠવું હોય એટલા વાગ્યાનો અલાર્મ હોટેલના રિસેપ્શન પર લખાવી દેવાનો અને એટલા વાગ્યે તમારા રૂમની બહાર રેડ પાન્ડા આવી જાય. આ ટચૂકડું સૉફ્ટ પાન્ડા તમને ઊંઘમાંથી જગાડીને તમારી સાથે બેડમાં ઊછળકૂદ કરીને રમે, ઍપલ અને ફળોનો નાસ્તો કરે. આ અનોખી સર્વિસ માટે આ હોટેલ ખૂબ જાણીતી હતી. એ માટે ૨૪,૦૦૦ રૂપિયાની સર્વિસ-ફી પણ લેવામાં આવતી હતી. જોકે એક બ્રિટિશ કપલે રેડ પાન્ડા સાથે વેક-અપ કૉલ અને બ્રેકફાસ્ટનો વિડિયો તેમની યુટ્યુબ ચૅનલ પર પોસ્ટ કરી દેતાં આ વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો. આ જોઈને પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાઓએ સવાલો ઉઠાવ્યા અને રેડ પાન્ડા જેવા ક્યુટ પ્રાણી પર થતો અત્યાચાર રોકવા માટે વર્લ્ડ ઍનિમલ પ્રોટેક્શન ઑર્ગેનાઇઝેશને ચાઇનીઝ હોટેલ પર ઍક્શન લેતાં આ સર્વિસ તાત્પૂરતી બંધ થઈ ગઈ છે.


