Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > Viral Post On Spoon: ચમચીની પ્રજાતિમાંથી આ ‘ચમચીબાઈ’ ફેમસ થઈ ગયાં, તમારે ત્યાં પણ છે આ ચમચી?

Viral Post On Spoon: ચમચીની પ્રજાતિમાંથી આ ‘ચમચીબાઈ’ ફેમસ થઈ ગયાં, તમારે ત્યાં પણ છે આ ચમચી?

Published : 23 March, 2024 03:08 PM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Viral Post On Spoon: એક એક્સ યુઝર આ સ્ટીલની ચમચી શા માટે લોકોના ઘરમાં રહે છે તેનું કારણ જાણવા કોશિશ કરી રહ્યો છે. લોકો તેને પ્રતિભાવ પણ આપે છે.

વાયરલ પોસ્ટમાંથી સ્ક્રીન શૉટ

વાયરલ પોસ્ટમાંથી સ્ક્રીન શૉટ


કી હાઇલાઇટ્સ

  1. શા માટે ભારતમાં દરેક ઘરમાં એક વિશિષ્ટ પ્રકારની સ્ટીલની ચમચી જોવા મળે છે?
  2. લોકોએ પોતાના વાસણભંડારમાંથી એવી જ સેમ ટૂ સેમ ચમચી શોધીને ફોટો શૅર કર્યો હતો
  3. કોઈ કહે છે કદાચ તે ચાની બ્રાન્ડ હોઈ શકે તો કોઈ સાબુની બ્રાન્ડ કહે છે

અવારનવાર સોશિયલ મીડિયા પર જાતજાતની પોસ્ટ જોવા મળતી હોય છે. લોકો હવે તો પોતાને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મેળવવા માટે પણ સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. તેમાં વળી અનેક યુઝર્સ પોતાની કમેન્ટ આપે છે. 


લગભગ દરેક ભારતીય ઘરોમાં તમને અનોખા વાસણો જોવા મળે છે. તેમાં પછી સ્ટેનલેસ સ્ટીલ પ્લેટ્સથી લઈને જૂન સમયના પિત્તળ અને તાંબાના વાસણો પણ આજે તમને અમુક ઘરોમાં જોવા મળશે. વળી, ભારતીય ઘરોમાં આ વાસણોનું અનેરું મહત્વ રહેલું છે. વાર-તહવારે આ વાસણોને યાદ કરવામાં આવે છે. તેઓની સફાઇ કરવામાં આવે છે. 



દરેક ભારતીયોના ઘરમાં કેમ જોવા છે આ ખાસ સ્ટીલની ચમચી?


તાજેતરમાં જ એક વ્યક્તિએ એક્સ પર પોતાની એક પોસ્ટ શૅર કરી હતી. જેમાં તે જાણવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે શા માટે ભારતમાં દરેક ઘરમાં એક વિશિષ્ટ પ્રકારની સ્ટીલની ચમચી (Viral Post On Spoon) જોવા મળે છે. આ વ્યક્તિને આનો જવાબ શોધવાની ખૂબ જ મજા પડી અને તે આ બાબતને એક રસપ્રદ કથા ગણાવી રહ્યો છે.

ડિઝાઇનવાળી ચમચી વાયરલ થઈ રહી છે 


હવે આ એક્સ યુઝર આ ચમચી શા માટે લોકોના ઘરમાં રહે છે તેનું કારણ જાણવા જાણે ગાંડો થઈ ગયો છે. વળી હવે તો તેની આ પોસ્ટ (Viral Post On Spoon) પર લોકો અનોખી કમેન્ટ્સ કરી રહ્યા છે. આ પોસ્ટમાં એક સ્ટીલની ચમચીનો ફોટો પણ જોવા મળે છે. આ ચમચી પર સરસ ડિઝાઇન પણ કરેલી જોવા મળે છે.

એક નહીં અનેક લોકોના ઘરે મળી આવી આ ચમચી

જ્યારે એક યુઝરે પોતાની પોસ્ટમાં એક સ્ટેનલેસ સ્ટીલના ચમચી (Viral Post On Spoon)ની તસવીર શૅર કરીને પૂછ્યું હતું કે શું ‘આવી જ ચમચી બીજા કોઈ પાસે છે?" અને તમે કલ્પના નહીં કરી શકો પણ થોડીક જ વારમાં અનેક લોકોએ પોતાના વાસણભંડારમાંથી એવી જ સેમ ટૂ સેમ ચમચી શોધીને ફોટો શૅર કર્યો હતો. ત્યારબાદ આ ચમચી ચર્ચાનો વિષય બની ગઈ છે. અને લોકો તેને ‘ભારતની રાષ્ટ્રીય ચમચી’ ગણાવી રહ્યા છે.

આપણે બધા રોજ આ ડિઝાઈનવાળી ચમચી વાપરતા હશું પણ કોઈ દિવસ શા માટે તે દરેક ઘરમાં જોવા મળે છે એવો વિચાર નથી કર્યો. પરંતુ હવે જ્યારે આ વિષેની ઓનલાઈન ચર્ચા ચગી ગઈ છે ત્યારે આપણને આશ્ચર્ય થઈ આવે છે.

આ પોસ્ટે ઝડપથી સોશિયલ મીડિયા વપરાશકર્તાઓનું ધ્યાન ખેંચ્યું છે. દરેક લોકો પોતાને ખબર હોય તેવી વાત તેને કહી રહ્યા છે. 

એક યુઝરે લખ્યું હતું કે, "કદાચ મને યાદ છે ત્યાં સુધી હું કરિયાણાની પ્રોડક્ટ સાથે આ ચમચી (Viral Post On Spoon) લાવ્યો હતો.  કદાચ તે ચાની બ્રાન્ડ હોઈ શકે. કાલે મારી મમ્મીને યાદ હશે તો તેની સાથે વાત કરીને જવાબ મેળવીશ”

દરમિયાન, કોઈએ એવું પણ કહ્યું કે આ ચમચી સંતૂર સાબુ સાથે તેના ઘરે આવી હતી. જ્યારે સંતૂરે માર્કેટિંગ વ્યૂહરચના તરીકે તેના સાબુ સાથે મફત ચમચી આપવાનું નક્કી કર્યું ત્યારથી આ ચમચી બધે પહોંચી. 

ખરેખર આ પ્રશ્નનું ખરું કારણ ગમે તે હોય પણ આ પોસ્ટને કારણે આ સ્ટીલની ચમચી ખરી ફેમસ થઈ ગઈ.

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2024 03:08 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK