ગુઓ કિંગશાન નામનો ડિઝાઇનર વૅલેન્ટાઇન્સ વખતે યિચાંગમાં યાંગ્ત્જી નદી પર ફરવા ગયો હતો અને ત્યાં તેણે પહાડની તસવીર લીધી હતી.
પહાડ આરામ ફરમાવતા એક શ્વાન જેવો લાગે છે એટલે તેણે એક કૅપ્શન સાથે એ ફોટો સોશ્યલ મીડિયામાં મૂક્યો
ચીનમાં એક પહાડનો ફોટો સોશ્યલ મીડિયામાં એવો વાઇરલ થયો છે કે લોકો એને જોવા માટે ખાસ જવા લાગ્યા છે. ગુઓ કિંગશાન નામનો ડિઝાઇનર વૅલેન્ટાઇન્સ વખતે યિચાંગમાં યાંગ્ત્જી નદી પર ફરવા ગયો હતો અને ત્યાં તેણે પહાડની તસવીર લીધી હતી. ઘરે આવીને તેણે જોયું કે આ પહાડ આરામ ફરમાવતા એક શ્વાન જેવો લાગે છે એટલે તેણે એક કૅપ્શન સાથે એ ફોટો સોશ્યલ મીડિયામાં મૂક્યો. તેણે લખ્યું કે આ પહાડ એક પપીના ચહેરા જેવો દેખાય છે, એ નદીકિનારે બેસેલો લાગે છે, એવું લાગે છે કે પપી પાણી પી રહ્યો છે અથવા માછલીની તલાશમાં છે અથવા એ ચૂપચાપ યાંગ્ત્જી નદીની સુરક્ષા કરી રહ્યો છે.
આ તસવીરને જોરદાર રિસ્પૉન્સ મળ્યો અને હવે આ સ્થળ ટૂરિસ્ટ-ડેસ્ટિનેશન બની ગયું છે. માત્ર સોશ્યલ મીડિયાને કારણે આ શક્ય બન્યું છે. હવે આ ડેસ્ટિનેશન પર ભીડ જામી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે પહાડનો આકાર છેલ્લાં થોડાં વર્ષોમાં પ્રાકૃતિક અને ભૌગોલિક કારણોસર આવો થયો છે.

