° °

આજનું ઇ-પેપર
Sunday, 29 January, 2023


જ્યારે ઍસ્ટ્રોનોટ બની દુલ્હન

23 January, 2023 09:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફોટોમાં મહિલા અવકાશયાત્રીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે

જ્યારે ઍસ્ટ્રોનોટ બની દુલ્હન

જ્યારે ઍસ્ટ્રોનોટ બની દુલ્હન

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ટ્રેન્ડ સોશ્યલ મીડિયા પર પણ છવાયો છે તેમ જ એ એક વાઇરલ ક્રેઝ બની ગયો છે. અનેક કલાકારોએ આમાં હાથ અજમાવ્યો છે. આવા જ એક કલાકાર જયેશ સચદેવે કેટલાક એઆઇ જનરેટેડ વિઝ્યુઅલ શૅર કર્યા છે, જેમાં અવકાશયાત્રીઓ લગ્નના પોશાકમાં જોઈ શકાતા હતા. જયેશ સચદેવે આ તસવીરો તેમના ઇન્સ્ટાગ્રામના અંગત પેજ પર તેમ જ તેમની ડિઝાઇન એજન્સી કિવર્ક બૉક્સના પેજ પર શૅર કરી હતી. આ ફોટોમાં મહિલા અવકાશયાત્રીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે, એઆઇની મદદથી મૉડલ્સને ફૂલો અને ઘરેણાંથી શણગારવામાં આવી છે. મૉડલે બીજા હાથમાં ગર્વથી હેલ્મેટ પહેરેલી જોઈ શકાય છે. આ ફોટોને કૅપ્શન આપવામાં આવી હતી, અવકાશયાત્રી બ્રાઇડલ કુટ્યુઅર વીક. જેનો અર્થ છે - એક ફૅશન ટ્રેન્ડ તેમના માટે, જેઓ આ વિશ્વની બહાર છે. આ ફોટોને ૧૫,૦૦૦ કરતાં વધુ લાઇક્સ અને ૩ કરોડ વ્યુઝ મળ્યાં છે.

23 January, 2023 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

સૅમસંગ શીલ્ડ કે રિન સોપ? લેટેસ્ટ ટેક પ્રોડક્ટથી ઇન્ટરનેટ કન્ફ્યુઝ‍્ડ

આ પ્રોડક્ટ સાથે કંપની ઘણો વધુ સ્ટોરેજ સ્પેસ તેમ જ કોઈ પણ પ્રકારના હવામાનમાં મજબૂતી અને ટકાઉપણું ઑફર કરે છે

29 January, 2023 10:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

બ્રાઝિલના દરિયાકિનારે છવાઈ ગઈ છત્રીઓ

બ્રાઝિલમાં વર્ષના પ્રથમ મહિનામાં ઉનાળો ઉત્કૃષ્ટ તાપમાન સુધી પહોંચે એવી વકી છે

29 January, 2023 10:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

અમેરિકન કપલની પર્સનલ લાઇબ્રેરીમાં છે ૩૨,૦૦૦ બુક્સ

કોઈ પણ પુસ્તકપ્રેમીનું પોતાની પર્સનલ લાઇબ્રેરી વસાવવાનું સપનું હોય છે

29 January, 2023 10:33 IST | Washington | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK