તેમના ક્રૉસ કન્ટ્રી વેડિંગમાં આઠ વર્ષ લાગ્યાં હતાં
બકી અને સૅન્ડી
બકી અને સૅન્ડીએ ૨૦૧૦માં ડેટિંગની શરૂઆત કરી ત્યારે બકીએ કહ્યું હતું કે હું તને સૌથી ઊંચા પર્વત કરતાં વધુ પ્રેમ કરું છું. જવાબમાં સૅન્ડી હંમેશાં કહેતી કે મારો પ્રેમ સમગ્ર દેશ કરતાં વિશાળ છે. આ યુગલે ૫૦ રાજ્યોમાં એકમેક સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમના ક્રૉસ કન્ટ્રી વેડિંગમાં આઠ વર્ષ લાગ્યાં હતાં. તેમણે ૨૦૧૨માં નાયગરા ફૉલથી શરૂઆત કરી હતી અને ૨૦૨૦ના ઉનાળામાં અલાસ્કામાં પૂર્ણાહુતિ કરી હતી. અમે વેકેશન સાથે મનાવતાં હતાં અને ચારથી પાંચ રાજ્યોને આવરી લેતાં હતાં અને ત્યાર બાદ ઘરે આવતાં અને નોકરીએ લાગી જતાં એમ બકીએ જણાવ્યું. અમેરિકાભરમાં વેડિંગ થીમ આધારિત તેમના કાર્યક્રમમાં બકી હંમેશાં અમેરિકાના ફ્લૅગનું શર્ટ પહેરતો, જ્યારે પત્ની વાઇટ વેડિંગ ગાઉન પરિધાન કરતી હતી.

