પૉપ્યુલર બૉલીવુડ ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.
વાઇરલ વિડિયોની તસવીર
રસ્તામાં વાહન ચલાવતા હો અને અચાનક બાજુમાં દોડતી ઝૂંપડી જોવા મળે તો? સાયન્સ ફિક્શન મૂવી જેવો લાગતો આ નઝારો તાજેતરમાં સુરતમાં બન્યો છે. કેટલાક કાર-ડિઝાઇનરોની ટીમે મળીને આ કાર બનાવી છે. જેમાં એક કારને સૂકા ઘાસના પૂળામાંથી બનેલી ઝૂંપડી જેવો દેખાવ આપવામાં આવ્યો છે. પૉપ્યુલર બૉલીવુડ ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એમાં કાર ૧૫થી ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. બિઝી રોડ પર આવી કાર લઈને નીકળવાનું લીગલ છે કે નહીં એ હજી સ્પષ્ટ નથી થયું. લોકોએ આ વિડિયો જોઈને કહ્યું હતું, ‘ટારઝનની ધ વન્ડર કાર યાદ આવી ગઈ!’

