એક્સપર્ટના જણાવ્યા મુજબ જપાનમાં કોવિડ બાદ બીમાર સંબંધીઓની સંભાળ રાખનાર વ્યક્તિની નિરાશા ઘણી વધી રહી છે. કૅરટેકરને પડનારી મુશ્કેલીને ‘કૅરગિવર્સ ફટિગ’ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા અમુક સમયથી જપાન ખાતે કોઈ પરિવારના વ્યક્તિએ જ તેના પરિવારના સભ્યની હત્યા કરી હોવાના કિસ્સા વધી રહ્યા છે અને સાથે જ એવા પણ કેસ વધ્યા છે જેમાં કોઈ વ્યક્તિએ તેના ફૅમિલી મેમ્બરની હત્યા કર્યા પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હોય. જોકે આવું મોટા ભાગે બીમાર પરિવારમાં જ જોવા મળી રહ્યું છે જેમાં બીમાર વ્યક્તિની સારસંભાળ કરનાર વ્યક્તિ એટલે કે કૅરટેકર જ પેશન્ટને મોતને ઘાટ ઉતારી રહ્યા છે.
એક્સપર્ટના જણાવ્યા મુજબ જપાનમાં કોવિડ બાદ બીમાર સંબંધીઓની સંભાળ રાખનાર વ્યક્તિની નિરાશા ઘણી વધી રહી છે. કૅરટેકરને પડનારી મુશ્કેલીને ‘કૅરગિવર્સ ફટિગ’ તરીકે ઓળખવામાં આવે છે.
ADVERTISEMENT
જપાનની નિહોન ફુકુશી યુનિવર્સિટીના સામાજિક કલ્યાણના પ્રોફેસર અને રિસર્ચ હેડ એત્સુકો યુહારેનું કહેવું છે કે અમારી સ્ટડીમાં માત્ર બીમાર સંબંધીની સંભાળ રાખવાના તણાવને કારણે થતાં મૃત્યુની નોંધ કરવામાં આવી છે અને એવી ઘણી બધી અન્ય વધુ ઘટનાઓ હોવાની શક્યતા છે જે માત્ર મૃત્યુનો પ્રયાસ જ હોય, પણ મૃત્યુમાં પરિણમી ન હોય.
અભ્યાસનાં તારણો મુજબ આ હત્યા અને એ પછીની સંબંધિત આત્મહત્યાનાં બે મુખ્ય કારણો છે, એક તો કુટુંબના સભ્યની સંભાળ રાખવાનો ભારે આર્થિક બોજ અને બીજું પરિવારના સંબંધ.
હોકાઈડોની હેલ્થ સાયન્સ યુનિવર્સિટીના પ્રોફેસર યોકો સુકામોટોનું કહેવું છે કે કૅરર કિલિંગની સમસ્યા જપાનમાં થોડા સમયથી ચાલી આવે છે, પરંતુ મને લાગે છે કે કોરોના વખતે લૉકડાઉન દરમ્યાન સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ હતી. કોવિડે જપાનની હેલ્થકૅર સિસ્ટમને થકવી નાખી હતી અને પેશન્ટની સંભાળ રાખતા લોકો માટે પૂરતી મદદ ઉપલબ્ધ નહોતી. અગાઉ પાડોશીઓ મદદ કરતા હતા, પણ મહામારી દરમ્યાન તેમની હેલ્પ પણ ઉપબલ્ધ નહોતી.
એવું જોવા મળ્યું હતું કે ઘણાં દીકરા-દીકરીઓએ વૃદ્ધ માતા-પિતાની સંભાળ માટે નોકરી છોડી દીધી હતી. ઘરમાં પેશન્ટની સંભાળની કિંમત એટલી મોંઘી હોય છે ત્યારે ઘણા પરિવાર પાસે કોઈ સૉલ્યુશન હોતું નથી. નિષ્ણાતો માને છે કે જપાનમાં કૅરટેકર સ્ટાફની પણ અત્યંત કમી છે. જપાન જો તેના હેલ્થકૅર સેક્ટરમાં લોકલ લોકોને આકર્ષવામાં નિષ્ફળ જશે તો બહારના દેશોમાંથી કમર્ચારીઓની નિમણૂક કરવી પડશે.
