મેડિકલ ભાષામાં આવી પરિસ્થિતિ એનોનીચિયા કોન્જેનિયા તરીકે ઓળખાય છે
નખ વગરના હાથ
કોઈ રોગનો ભોગ ન બનીએ એ માટે નિયમિત વધેલા નખ કાપવાની સલાહ આપવામાં આવે છે. તો આ જ નખ પર નેઇલ-પૉલિશ લગાવીને એની સુંદરતાને વધારી શકાય, પરંતુ વિચારો કે હાથ અને પગના નખ જ ન હોય તો. મેડિકલ ભાષામાં આવી પરિસ્થિતિ એનોનીચિયા કોન્જેનિયા તરીકે ઓળખાય છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ રેડિટ પર આવો જ એક ફોટો વાઇરલ થયો છે, જેમાં બન્ને હાથમાં કોઈ પણ જાતના નખ નથી. આવા લોકો હાથ અને પગના નખ વગર જ જન્મે છે. આખી જિંદગી તેમના હાથ અને પગમાં નખ આવતા જ નથી. આ એક જન્મજાત વિસંગતતા છે, જે બહુ દુર્લભ છે. રંગસૂત્ર ૨૦પી૧૨ પર રહેલા આર-સપોન્ડિન ૪ જનીનમાં પરિવર્તનને કારણે આવી પરિસ્થિતિ જન્મે છે. હાલમાં આવી સ્થિતિની કોઈ અસરકારક સારવાર નથી. કૃત્રિમ નખ એકમાત્ર વિકલ્પ છે.

