અમેરિકાના લૉસ ઍન્જલસમાં રહેતો ૩૨ વર્ષનો કાઇલ ગૉર્ડી ફ્રી સ્પર્મ-ડોનર છે. અત્યાર સુધી તે ૮૭ બાળકોનો બાયોલૉજિકલ ફાધર બની ચૂક્યો છે
૩૨ વર્ષનો કાઇલ ગૉર્ડી
અમેરિકાના લૉસ ઍન્જલસમાં રહેતો ૩૨ વર્ષનો કાઇલ ગૉર્ડી ફ્રી સ્પર્મ-ડોનર છે. અત્યાર સુધી તે ૮૭ બાળકોનો બાયોલૉજિકલ ફાધર બની ચૂક્યો છે. તેનું સૌથી મોટું બાળક ૧૦ વર્ષનું છે. ૨૦૨૫ દરમ્યાન તે ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, સ્વીડન અને નૉર્વેમાં બીજાં ૧૪ બાળકોનો પિતા બનીને કુલ ૧૦૦ જેટલાં બાળકોનો પિતા બનવાની સિદ્ધિ નોંધાવશે. ૧૦૦ બાળકોના પપ્પા બનવામાં અત્યાર સુધી ચાર પુરુષો બાદ કાઇલ પાંચમો પુરુષ બનશે. આ રેકૉર્ડ બનાવ્યા બાદ પણ કાઇલ ગૉર્ડી સ્પર્મ-ડોનેશન ચાલુ રાખશે, કારણ કે તે ઇચ્છે છે કે દુનિયાના દરેક દેશમાં તેનું એક બાળક હોય. કાઇલ ફ્રીમાં સ્પર્મ ડોનેટ કરે છે અને પર્સનલી તથા શિપિંગ દ્વારા સ્પર્મ પહોંચાડે છે. સ્પર્મ મેળવવા માટે તેનો કૉન્ટૅક્ટ પર્સનલી અને ઑનલાઇન બન્ને રીતે કરી શકાય છે. ‘બી પ્રેગ્નન્ટ નાઓ’ નામની વેબસાઇટ દ્વારા તે દુનિયાભરમાં ફ્રી સેવા આપે છે. આટલાં બાળકોના પપ્પા બનેલા કાઇલની પર્સનલ લાઇફમાં કોઈ લવ-રિલેશનશિપ લાંબી ચાલી નથી. કાઇલ કહે છે, ‘જ્યાં સુધી સ્ત્રીઓને પરિવાર શરૂ કરવા માટે મારી જરૂરિયાત હશે ત્યાં સુધી હું સ્પર્મ-ડોનેશન કરતો રહીશ, કોઈ એક સંખ્યા પર અટકવાનું મેં વિચાર્યું નથી. દુનિયાભરમાં ફરીને સ્પર્મ-ડોનેશન કરવા માગું છું. જપાન, કોરિયા, આયરલૅન્ડ વગેરે મારા લિસ્ટમાં છે. કદાચ ૨૦૨૬ સુધી દુનિયાના દરેક દેશમાં મારું એક બાળક હશે.’

