Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જેને સમજ્યા હતા કાચનો ટુકડો એ નીકળ્યો અમૂલ્ય ડાયમન્ડ

જેને સમજ્યા હતા કાચનો ટુકડો એ નીકળ્યો અમૂલ્ય ડાયમન્ડ

Published : 24 December, 2023 12:40 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે પોતાના ખિસ્સામાં રાખી લીધો, પણ બાદમાં તપાસ કરતાં માલૂમ પડ્યું કે એ સાચે જ એક હીરો છે

જેરી ઇવાન્સ અને હીરો

Offbeat

જેરી ઇવાન્સ અને હીરો


એક અમેરિકન વ્યક્તિને ક્રેટર ઑફ ડાયમન્ડ્સ પાર્કમાં ૪.૮૭ કૅરૅટનો હીરો મળ્યો અને તેને લાગ્યું કે આ કાચનો ટુકડો છે. તેણે પોતાના ખિસ્સામાં રાખી લીધો, પણ બાદમાં તપાસ કરતાં માલૂમ પડ્યું કે એ સાચે જ એક હીરો છે જેથી તેને પોતાની કિસ્મત પર વિશ્વાસ બેસતો નહોતો. હેરિટેજ ઍન્ડ ટૂરિઝમ અર્કાન્સાસ પાર્ક ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર જેરી ઇવાન્સ પોતાની ગર્લફ્રેન્ડ સાથે પ્રથમ વખત પાર્કમાં ગયો હતો. પાર્કમાં પ્રવેશ્યાની ૧૦ મિનિટ બાદ તેના બૂટથી થોડે દૂર એક ચળકતો ટુકડો જોવા મળ્યો અને તેણે એ ટુકડો પોતાના ખિસ્સામાં રાખી લીધો. થોડા સમય બાદ વધુ કેટલાક ટુકડા સાથે તેઓ પાર્કમાંથી ચાલ્યાં ગયાં. ઇવાન્સે કહ્યું ‘મેં વિચાર્યું કે આ કાચનો ટુકડો છે.’

તેણે જેમોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમેરિકાથી જાણકારી માગી. થોડા સમય બાદ તેની ખુશીનો પાર નહોતો રહ્યો જ્યારે ખબર પડી કે એ ટુકડો તો ખરેખર હીરો છે. ઇવાન્સના દીકરાએ આ ખજાનાને ક્રેટર ઑફ ડાયમન્ડ્સ પાર્ક સાથે શૅર કરવાનો આગ્રહ કર્યો. 


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2023 12:40 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK