Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ક્રૂઝ પર વધુ દારૂ પીવાથી મહિલા પડી ગઈ, કંપનીએ ૨.૩ કરોડનું વળતર ચૂકવવું પડશે

ક્રૂઝ પર વધુ દારૂ પીવાથી મહિલા પડી ગઈ, કંપનીએ ૨.૩ કરોડનું વળતર ચૂકવવું પડશે

Published : 18 April, 2026 01:30 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ શૉટ્સ પીધા પછી તે જેવી બારમાંથી નીકળી કે તરત સીડીઓ પરથી પડી ગઈ

૨૦૨૪ની સાલમાં ડાયના સૅન્ડર્સ નામની ૪૫ વર્ષની મહિલા કાર્નિવલ રેડિઅન્સ ક્રૂઝ પર ગઈ હતી

અજબગજબ

૨૦૨૪ની સાલમાં ડાયના સૅન્ડર્સ નામની ૪૫ વર્ષની મહિલા કાર્નિવલ રેડિઅન્સ ક્રૂઝ પર ગઈ હતી


અમેરિકામાં એક મહિલાને ક્રૂઝ ટ્રિપ પર વધુપડતો દારૂ સર્વ કરવાનું કંપનીને ભારે પડી ગયું હતું. ૨૦૨૪ની સાલમાં ડાયના સૅન્ડર્સ નામની ૪૫ વર્ષની મહિલા કાર્નિવલ રેડિઅન્સ ક્રૂઝ પર ગઈ હતી. એ વખતે ૯ કલાકની અંદર તેને ૧૪ ટકીલા શૉટ્સ સર્વ કરવામાં આવ્યા. એ શૉટ્સ પીધા પછી તે જેવી બારમાંથી નીકળી કે તરત સીડીઓ પરથી પડી ગઈ. એને કારણે તેની પીઠ અને માથામાં ઈજા થઈ હતી. ઈજાને કારણે તે જ્યાં બેહોશ થઈને પડી ગઈ એ વિસ્તાર ક્રૂ-ઓન્લી એરિયા હતો. ઇન્જર્ડ થવાને કારણે તેની ક્રૂઝની મજા બગડી ગઈ. આ ઘટના પછી ડાયનાએ કોર્ટમાં કેસ કર્યો હતો. કેસની સુનાવણી દરમ્યાન જ્યુરીએ એ વાતની નોંધ લીધી કે કંપનીએ લાપરવાહી કરી હતી કે મહિલા નશાની હાલતમાં હતી છતાં તેને ટકીલા શૉટ્સ સર્વ કરવામાં આવ્યા. આ આધાર પર કોર્ટે ડાયનાને વળતર આપવાનો આદેશ કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2026 01:30 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK