યુનાઇટેડ કિંગડમ (UK)માં ૪૯ વર્ષના એક વૅસ્ક્યુલર સર્જ્યન નીલ હૉપરે આશરે ૫.૪ કરોડ રૂપિયાનો વીમાનો દાવો મેળવવા માટે જાણીજોઈને પોતાના પગ કાપી નાખ્યા હતા. રૉયલ કૉર્નવૉલ હૉસ્પિટલ્સ ટ્રસ્ટમાં એક સમયે પ્રૅક્ટિસ કરતા નીલ હૉપર પર ખોટો દાવો કરવાનો આરોપ છે.
આ ડૉક્ટરે વીમાના ૫.૪ કરોડ રૂપિયા મેળવવા પોતાના જ પગ કાપી નાખ્યા
યુનાઇટેડ કિંગડમ (UK)માં ૪૯ વર્ષના એક વૅસ્ક્યુલર સર્જ્યન નીલ હૉપરે આશરે ૫.૪ કરોડ રૂપિયાનો વીમાનો દાવો મેળવવા માટે જાણીજોઈને પોતાના પગ કાપી નાખ્યા હતા. રૉયલ કૉર્નવૉલ હૉસ્પિટલ્સ ટ્રસ્ટમાં એક સમયે પ્રૅક્ટિસ કરતા નીલ હૉપર પર ખોટો દાવો કરવાનો આરોપ છે. તેણે દાવો કર્યો હતો કે સેપ્સિસ (બ્લડ-ઇન્ફેક્શન)ને કારણે તેને પોતાના પગ ગુમાવવા પડ્યા હતા. આ કેસથી બ્રિટિશ મેડિકલ જગત અને સામાન્ય જનતાને આઘાત લાગ્યો છે. ડૉક્ટર સામે ગંભીર ગુનાહિત આરોપો લગાવવામાં આવ્યા છે અને તેમનું મેડિકલ રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
ડૉ. હૉપર પર માત્ર પોતાને નુકસાન પહોંચાડવાનો આરોપ નથી, પરંતુ એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમણે જાણીજોઈને અન્ય લોકોને શારીરિક નુકસાન પહોંચાડવા માટે પ્રેરિત કર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ડૉ. હૉપરે એક વેબસાઇટ પરથી અંગો કાપવા સંબંધિત વિડિયો ખરીદ્યા હતા. હૉસ્પિટલના મૅનેજમેન્ટે સ્પષ્ટતા કરી હતી કે ડૉ. હૉપર સામે રજૂ કરાયેલા આરોપોનો તેમના વ્યાવસાયિક વર્તન સાથે કોઈ સંબંધ નથી અને અત્યાર સુધી દરદીઓની સલામતી માટે કોઈ ખતરો જોવા મળ્યો નથી.


