ગ્રામપંચાયતોએ રાજ્ય સરકાર પાસે એવી પણ માગણી કરી હતી કે એક જ ગામનાં પુરુષ અને સ્ત્રી વચ્ચેનાં લગ્ન પર પ્રતિબંધ લાદવો જોઈએ
પ્રતીકાત્મક તસવીર
પંજાબના ફરીદકોટ જિલ્લાના કોટકપુરા વિસ્તારના સિરસારી અને અનોખપુરા ગ્રામપંચાયતોએ ઠરાવ પસાર કર્યો છે કે એક જ ગામમાં રહેતાં છોકરો અને છોકરી લગ્ન ન કરી શકે. એમાં કહેવામાં આવ્યું છે કે આવાં લગ્નો ક્યારેક હિંસક વિવાદો તરફ દોરી જાય છે અને સામાજિક સુમેળને પણ અસર કરે છે, જો એક જ ગામમાં લગ્ન થશે તો સમગ્ર ગ્રામપંચાયત અને રહેવાસીઓ તેમનો બહિષ્કાર કરશે.
ગ્રામપંચાયતોએ રાજ્ય સરકાર પાસે એવી પણ માગણી કરી હતી કે એક જ ગામનાં પુરુષ અને સ્ત્રી વચ્ચેનાં લગ્ન પર પ્રતિબંધ લાદવો જોઈએ. પંચાયતોએ રાજ્ય સરકાર પાસેથી આ મુદ્દા પર પ્રાથમિકતાના ધોરણે પંજાબ વિધાનસભામાં ચર્ચા કરવાની પણ માગણી કરી હતી. આ ઠરાવ સિરસારી ગ્રામપંચાયતના સરપંચ જ્ઞાન કૌર અને અનોખપુરા ગામના સરપંચ બલજિત સિંહ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.


