નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જવાનો હોય ત્યારે સમયસર પહોંચવું એ સારી આદત મનાય છે, પરંતુ નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચી જવું ક્યારેક નુકસાનકારક બની શકે છે. પ્રોફેશનલ નેટવર્કિંગ માટેની લિન્ક્ડઇન સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ વાતને લઈને ચર્ચા છેડાઈ છે.
પ્રતીકાત્મક તસવીર
નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જવાનો હોય ત્યારે સમયસર પહોંચવું એ સારી આદત મનાય છે, પરંતુ નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચી જવું ક્યારેક નુકસાનકારક બની શકે છે. પ્રોફેશનલ નેટવર્કિંગ માટેની લિન્ક્ડઇન સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ વાતને લઈને ચર્ચા છેડાઈ છે. વાત એમ છે કે ઍટલાન્ટા સ્થિત ક્લીનિંગ સર્વિસના માલિક મૅથ્યુ પ્રુએટે ઇન્ટરવ્યુને લઈને તેમનો અનુભવ શૅર કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે એક ઉમેદવારને તેમણે માત્ર એટલા માટે રિજેક્ટ કરી દીધેલો કેમ કે તે ઇન્ટરવ્યુ આપવા માટે ૨૫ મિનિટ વહેલો પહોંચી ગયો હતો. આ પોસ્ટ વાઇરલ થતાં સોશ્યલ મીડિયા પર કેટલાક સહમતી દર્શાવવા લાગ્યા તો કેટલાકને એ ઠીક ન લાગ્યું. એ પછી મૅથ્યુએ પોતાની વાત સ્પષ્ટ કરતાં લખ્યું હતું કે ‘થોડું વહેલું આવવાનું ઠીક છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જલદી આવી જાય છે ત્યારે એ વાતનો સંકેત છે કે તે વ્યક્તિને ટાઇમ-મૅનેજમેન્ટ કરવાનું ફાવતું નથી કે પછી તેને ટાઇમ-ટેબલ અનુસાર ચાલવાનું ફાવતું નથી. તે બહુ દૂરથી નહોતો આવી રહ્યો એટલે એકંદરે મને લાગે છે કે તેનામાં સામાજિક જાગૃતિની કમી અને યોગ્ય ટાઇમ મૅનેજમેન્ટનો અભાવ હતો. આદર્શ રીતે વ્યક્તિએ ઇન્ટરવ્યુની પાંચથી પંદર મિનિટ પહેલાં પહોંચવું જોઈએ. એનાથી વહેલું આવવું એ અસંવેદનશીલતા છે.’

