ઑનલાઇન શૅર કરવામાં આવેલી એક ક્લિપથી નેટિઝન્સ ચોંકી ગયા છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
બધાથી સાવ નોખા તરી આવવા કે પછી વધુ સારા પર્ફોર્મન્સ માટે હાલમાં કાર્સને અલગ-અલગ રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયા પર ઇમ્પ્રેસિવ કાર મૉડિફિકેશન્સ જોવા મળતાં હોય છે. જોકે કેટલીક વખત એનાથી બધાને આશ્ચર્ય પણ થતું હોય છે. ઑનલાઇન શૅર કરવામાં આવેલી એક ક્લિપથી નેટિઝન્સ ચોંકી ગયા છે. કેમ કે એમાં એક સિટી રોડ પર ઊલટી કાર ચાલી રહી હોય એવું જોવા મળ્યું હતું. આ કાર સંપૂર્ણપણે ઊલટી હોવાનું દેખાતું હતું. એનાં ચાર ટાયર્સ ઉપરની બાજુએ હતાં એટલું જ નહીં, કારનો લોગો પણ ઊલટો હતો. જોકે આ કાર વળાંક લે છે ત્યારે ધ્યાનથી જોતાં એનાં રિયલ વ્હીલ જોવા મળ્યાં હતાં. આ ક્લિપને ૨૦ લાખથી વધારે વ્યુઝ મળ્યા છે.


