વૅનગુનુ જાયન્ટ નામના આ ઉંદરની લંબાઈ ૧.૫ ફૂટ સુધીની છે, જે ટિપિકલ બ્લૅક કે બ્રાઉન ઉંદર કરતાં ત્રણથી ચારગણું મોટું છે.
offbeat
વૅનગુનુ જાયન્ટ ઉંદર
સાયન્ટિસ્ટ્સે ૨૦૧૭માં મસમોટા ઉંદરની એક નવી પ્રજાતિની શોધ કરી હતી. હવે આ અત્યંત રૅર ક્રીચરને પહેલી વખત કૅમેરામાં કૅપ્ચર કરવામાં આવ્યું છે. સોલોમન આઇલૅન્ડ્સમાં રહેતા લોકલ્સ લોકો પાસે મસમોટા ઉંદરની સ્ટોરી છે. તેઓ એવો દાવો કરે છે કે આ ઉંદરો એમના દાંતથી લીલાં નારિયેળને પણ ચાવી જાય છે. જોકે આવાં ઍનિમલ્સનું ખરેખર અસ્તિત્વ છે કે નહીં એ એક રહસ્ય હતું. છેક હવે આ અત્યંત રૅર ક્રીચરને કૅમેરામાં કૅપ્ચર કરાયું છે. વૅનગુનુ જાયન્ટ નામના આ ઉંદરની લંબાઈ ૧.૫ ફૂટ સુધીની છે, જે ટિપિકલ બ્લૅક કે બ્રાઉન ઉંદર કરતાં ત્રણથી ચારગણું મોટું છે.