ઑસ્ટ્રેલિયાના જેરોડ ગ્રોવ નામના ૨૮ વર્ષના આ વ્યક્તિએ તેની ૩૦ વર્ષની પત્ની ટેગનને ચીડવવા માટે તેની આંખો ચડી ગઈ હોય એવા ચહેરાના ફોટોનું ટૅટૂં પોતાના હાથ પર કરાવતાં પત્નીની આંખમાં આંસુ આવી ગયાં હતાં.

આ ભાઈના ટૅટૂ-પ્રૅન્કે પત્નીની આંખમાં આંસુ લાવી દીધાં
પતિ-પત્ની વચ્ચે મજાક-મસ્તીનો સંબંધ હોય એ ઘણું ઉત્તમ માનવામાં આવે છે. ઑસ્ટ્રેલિયાના જેરોડ ગ્રોવ નામના ૨૮ વર્ષના આ વ્યક્તિએ તેની ૩૦ વર્ષની પત્ની ટેગનને ચીડવવા માટે તેની આંખો ચડી ગઈ હોય એવા ચહેરાના ફોટોનું ટૅટૂં પોતાના હાથ પર કરાવતાં પત્નીની આંખમાં આંસુ આવી ગયાં હતાં.
જેરોડનું કહેવું છે કે તે અને તેની પત્ની હંમેશાં એકબીજા સાથે મજાક-મસ્તી કરતાં રહે છે એથી તેને આવું ટૅટૂ કરાવવાનું મન થતાં તેણે સ્થાનિક પાર્લરમાં ૮ કલાક વિતાવીને પત્ની માટે ટૅટૂ કરાવડાવ્યું હતું.
જેરોડે કહ્યું કે તેની પત્ની ટેગનને હડપચી બહાર નીકળી હોય અને આંખો ફરી ગઈ હોય એવા બદસૂરત જણાતા ફોટો પ્રત્યે સખત ચીડ હોવાથી મેં એવું જ ટૅટૂ બનાવડાવ્યું હતું. જોકે થોડો ગુસ્સો કર્યા પછી ટેગને આ ટૅટૂ મિશ્ર પ્રત્યાઘાત સાથે સ્વીકારી લીધું હતું. જોકે હવે જોવાનું એ રહે છે કે શું ટેગન પણ જેરોડને ચીડવવા માટે કોઈ ટૅટૂ બનાવે છે કે નહીં?