માન શર્માએ આ રેકૉર્ડ થકી જે ફન્ડ એકત્ર કર્યું છે એ ભારતનાં વંચિત બાળકોના શિક્ષણ અને વિકાસનાં કાર્યોમાં વાપરવા માટે આપ્યું છે.
માન શર્મા
ભારતના ઍથ્લીટ અને સાહસવીર માન શર્માએ દુનિયાની પહેલી બર્પી મૅરથૉન પૂરી કરીને ઇતિહાસ રચ્યો છે. માને ૪૨.૧૯૫ કિલોમીટરની મૅરથૉન બર્પી એક્સરસાઇઝ કરતાં-કરતાં પૂરી કરી છે. ૪૨ કિલોમીટર દોડવું પણ જ્યાં કઠિન ગણાય છે ત્યાં એક્સરસાઇઝની સાથે આટલું અંતર કવર કરવાનો અત્યાર સુધીમાં કોઈએ વિચાર પણ કર્યો નહોતો. માન શર્માએ આ પ્રયોગ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં કર્યો હતો અને બર્પી સાથે મૅરથૉન પૂરી કરતાં તેને ૯ દિવસ લાગ્યા હતા. આ અસાધારણ ઉપલબ્ધિને વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.
બર્પી એક્સરસાઇઝમાં જમ્પ મારીને ૪ પગે પુશ-અપ જેવું કરવાનું હોય છે અને પછી જમ્પ મારીને હાથ પણ ઊંચા કરવાના હોય છે. જરાક દેશી ભાષામાં કહીએ તો બર્પી એક્સરસાઇઝ એ દંડવત યાત્રા જેવી પરંતુ એનાથીયે કઠિન હોય છે. માન શર્માનું કહેવું છે કે ‘આ મારા જીવનનો સૌથી પડકારજનક અને સંતોષ આપતો અનુભવ રહ્યો. જ્યારે મેં યાત્રા શરૂ કરેલી ત્યારે મારું લક્ષ્ય માત્ર માનવીય સહનશક્તિની સીમાઓને પાર કરવાનું હતું. જોકે બર્પી કરતાં-કરતાં કાપેલા પ્રત્યેક કિલોમીટર વખતે મને અહેસાસ થયો કે તાકાત માત્ર શરીરમાં જ નથી હોતી, મન અને હૃદયમાં પણ હોય છે.’
ADVERTISEMENT
માન શર્માએ આ રેકૉર્ડ થકી જે ફન્ડ એકત્ર કર્યું છે એ ભારતનાં વંચિત બાળકોના શિક્ષણ અને વિકાસનાં કાર્યોમાં વાપરવા માટે આપ્યું છે.


