ટ્વિટર પર ગુજરાતથી ઉત્તર પ્રદેશના આગરામાં મમ્મીને લઈ આવ્યાના ફોટો પ્રિયા સિંહ નામની ટ્વિટર-યુઝરે શૅર કર્યા છે, જેમાં વૃદ્ધ મહિલા તાજમહલ સામે સ્ટ્રેચર પર સૂતેલી દેખાય છે.
દીકરાએ ૮૫ વર્ષની માતાની તાજમહલ જોવાની ઇચ્છા પૂરી કરી
પુત્રએ ૮૫ વર્ષની માતાની તાજમહલ જોવાની ઇચ્છા પૂર્ણ કરી એનાં હૃદયદ્રાવક દૃશ્યો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયાં છે. ટ્વિટર પર ગુજરાતથી ઉત્તર પ્રદેશના આગરામાં મમ્મીને લઈ આવ્યાના ફોટો પ્રિયા સિંહ નામની ટ્વિટર-યુઝરે શૅર કર્યા છે, જેમાં વૃદ્ધ મહિલા તાજમહલ સામે સ્ટ્રેચર પર સૂતેલી દેખાય છે.
વૃદ્ધ મહિલાએ તાજમહલ જોવાની ઇચ્છા વ્યક્ત કરી અને તેના પુત્રએ એ પૂરી કરી, જેની ખુશી વૃદ્ધાના ચહેરા પર જોઈ શકાય છે. ફોટોમાં પુત્રની માતા પ્રત્યે પ્રેમ અને આદરની લાગણી પણ જોઈ શકાય છે. આ ફોટોએ સોશ્યલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. લોકોએ પુત્રની પ્રશંસા કરી છે. માતાની તાજમહલ જોવાની ઇચ્છા પૂર્ણ કરીને પુત્રએ તેમની ઇચ્છા પૂરી કરવાની સાથે પ્રેમની તાકાત અને પરિવારના મહત્ત્વ પ્રત્યે લોકોનં ધ્યાન દોર્યું છે.