બુલફાઇટિંગમાં તો આખલો ઘાયલ થઈને મરણને શરણ ન થાય ત્યાં સુધી ફાઇટિંગનો ખેલ ચાલે છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
‘ઝિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મ જોઈ હોય તો યાદ હશે કે સ્પેનમાં બુલરનિંગ અને બુલફાઇટિંગ અને સૌથી લોકપ્રિય સ્પોર્ટ ઇવેન્ટ છે. સ્પેનના પૅમ્પલોના શહેરમાં ધામધૂમથી યોજાતા સૅન ફર્મિન ફેસ્ટિવલ તરીકે ઓળખાતા આ તહેવારમાં હજારોની સંખ્યામાં લોકો જોડાય છે. આખલાના પગ તળે કચડાય છે અને ઇન્જર્ડ થાય છે. બુલફાઇટિંગમાં તો આખલો ઘાયલ થઈને મરણને શરણ ન થાય ત્યાં સુધી ફાઇટિંગનો ખેલ ચાલે છે. આ ખેલમાં અબોલ પ્રાણીઓ પર ખૂબ ક્રૂરતા આચરાય છે એનો વિરોધ કરવા માટે કેટલાક પ્રાણીપ્રેમીઓ શહેરની સડકો પર આખલાની જેમ માથે શિંગડાં અને ગળામાં વિરોધ-પ્રદર્શન કરતાં સૂત્રો લખીને વિરોધ નોંધાવી રહ્યા છે.

