અમેરિકાની ઑસ્ટિન સિટીમાં રહેતી રાયલી જોઉએટને રિસન્ટલી એક વિચિત્ર એક્સ્પીરિયન્સ થયો, જે ક્ષણને તેણે ટિકટૉક પર શૅર કરી હતી

જેને ૬ વર્ષ પહેલાં ડમ્પ કર્યો હતો એ જ ઇન્ટરવ્યુ લેનાર નીકળ્યો
અમેરિકાની ઑસ્ટિન સિટીમાં રહેતી રાયલી જોઉએટને રિસન્ટલી એક વિચિત્ર એક્સ્પીરિયન્સ થયો, જે ક્ષણને તેણે ટિકટૉક પર શૅર કરી હતી.
રાયલીએ તેનો એક વિડિયો શૅર કરીને લખ્યું કે ‘કર્મનું ફળ મળે જ છે. ૬ વર્ષ પહેલાં હું ૧૯ વર્ષની હતી ત્યારે એક સરસ છોકરાને હું મળી હતી. એક ડેટ પછી મેં તેને કોઈ જાતનો ખુલાસો આપ્યા વિના તેની સાથેનું તમામ કમ્યુનિકેશન કટ કરી નાખ્યું હતું. હવે જે જૉબની મને સખત જરૂર છે એને માટે તે જ ઇન્ટરવ્યુ લેવાનો છે.’
આ પોસ્ટ પર અનેક કમેન્ટ્સ આવી છે. એક જણે લખ્યું કે ‘કર્મનું ફળ મળે જ છે એ કન્ફર્મ કરવા માટે થૅન્ક યુ.’ બીજા એક યુઝરે સલાહ આપી, ‘ઇન્ટરવ્યુમાં એમ બિલકુલ ન કહેતી કે કમ્યુનિકેશન એ મારો પ્લસ પૉઇન્ટ છે.’