Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બે લાખ ફૉલોઅર્સ હોવાથી ડૉક્ટર યુવતીને છોકરાવાળાએ રિજેક્ટ કરી

બે લાખ ફૉલોઅર્સ હોવાથી ડૉક્ટર યુવતીને છોકરાવાળાએ રિજેક્ટ કરી

Published : 01 October, 2026 02:15 PM | IST | Haryana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિડિયો પછી સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ મહિલાઓની કરીઅર અને પરિવારના વલણ બાબતે ચર્ચા છેડાઈ ગઈ હતી.

ડૉ. જૅસ્મિન કાલસી

અજબ ગજબ

ડૉ. જૅસ્મિન કાલસી


હરિયાણાના કરનાલમાં સર્જ્યન તરીકે કાર્યરત ડૉ. જૅસ્મિન કાલસી મેડિકલ એજ્યુકેશન અને હેલ્થ અવેરનેસને લગતા વિડિયો બનાવે છે. જોકે થોડા દિવસ પહેલાં તેણે લગ્ન માટે છોકરાઓ જોવાના અનુભવની વાત સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. તેનું કહેવું છે કે લગ્ન માટે છોકરા જોવાની વાત આવે ત્યારે છોકરાવાળાને સોશ્યલ મીડિયા પર મારા ફૉલોઅર્સને લઈને સવાલ કરે છે. કેટલાક છોકરાઓએ તો તેને પૂછ્યું હતું કે તમે સોશ્યલ મીડિયા પર આટલા લોકપ્રિય છો તો શું તમે પરિવાર સાથે રહેવાનું ઍડ્જસ્ટ કરી શકશો?

ડૉ. જૅસ્મિનના બે લાખથી વધુ ફૉલોઅર્સ છે. તેનું કહેવું છે વધુ ફૉલોઅર્સ હોવાનો મતલબ એ નથી કે તમે સેલિબ્રિટી છો. મારી પહોંચ ઇન્ટાગ્રામની છે, ઔકાતની નહીં. જોકે આ વિડિયો પછી સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ મહિલાઓની કરીઅર અને પરિવારના વલણ બાબતે ચર્ચા છેડાઈ ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 02:15 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK